બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / શું ખરેખર રશ્મિકા મંદાના બનશે વિજયની દુલ્હન? આવી ગઇ કન્ફર્મ ડેટ!

મનોરંજન / શું ખરેખર રશ્મિકા મંદાના બનશે વિજયની દુલ્હન? આવી ગઇ કન્ફર્મ ડેટ!

Published By: Vidhata Gothi

Last Updated: 11:52 AM, 4 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rashmika Mandanna: ઇન્ટરનેટ પર હાલમાં મનોરંજન જગત સાથે જોડાયેલો સૌથી મોટો સવાલ એ છે કે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન ક્યારે છે. દરમિયાન એરપોર્ટ પર જોવા મામેલી અભિનેત્રી લગ્નનો સવાલ સાંભળીને એવું રિએક્શન આપ્યું કે લોકો બંનેના લગ્નને કન્ફર્મ માની રહ્યા છે.

Rashmika Mandanna Vijay Deverakonda Wedding: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નને લઈને ઇન્ટરનેટ પર સતત ચર્ચા ચાલી રહી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંને સ્ટાર્સ 26 ફેબ્રુઆરીએ ઉદેપુરમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. જો કે આ અહેવાલો પર બંને સ્ટાર્સ તરફથી કોઈ પણ નિવેદન નથી આવ્યું. પણ હવે રશ્મિકાના લેટેસ્ટ વીડિયોમાં રિએક્શનથી બંનેના લગ્ન કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે.

લગ્નની અટકળો વચ્ચે રશ્મિકા હાલમાં જ કેઝ્યુઅલ લૂકમાં એરપોર્ટ પર જોવા મળી. રશ્મિકાએ ચાહકોને જોતાં જ વેવ કર્યું. દરમિયાન પાપારાઝીએ રશ્મિકાને માસ્ક હટાવીને ફોટો ક્લિક કરાવવા કહ્યું. અભિનેત્રીએ પ્રેમથી તેમની વાત માની લીધી અને ચાહકોને પણ મળી. પછી પાપારાઝીએ તેણે શુભેચ્છા આપી. અભિનેત્રીએ પૂછ્યું, શા માટે. જવાબમાં પાપારાઝીએ કહ્યું કે લગ્નની, 26મી ફેબ્રુઆરીની રાહ જોઈ રહ્યા છે. રશ્મિકા આ સાંભળીને શરમાઈ ગઈ અને સ્મિત કરવા લાગી. પણ તેણે પાપારાઝીને કશું કહ્યું નહીં.

vtv app promotion

ઉદયપુરમાં થશે લગ્ન

રશ્મિકાનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. રશ્મિકાનું આ રિએક્શન જોઈને ચાહકોનો દાવો છે કે તે 26 ફેબ્રુઆરીએ જ લગ્ન કરી રહી છે. અહેવાલો પ્રમાણે રશ્મિકા અને વિજય બંને ઉદયપુરનાં પેલેસમાં ઇન્ટિમેટ વેડિંગ કરવાના છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં બંનેની સગાઈની ખબરો આવી હતી. કહેવાઈ રહ્યું છે કે લગ્ન પછી હૈદરાબાદમાં બંને રિસેપ્શન રાખશે. જો કે આ અહેવાલો પર હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Netflix પર રિલીઝ નહીં થાય, તો ક્યાં જોઇ શકશો રણવીરની ફિલ્મ 'ધુરંધર 2'?

આ ફિલ્મોમાં બંને કર્યું સાથે કામ

રશ્મિકા અને વિજયે એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ બંને વર્ષ 2028માં આવેલી ફિલ્મ ગીતા ગોવિંદમ અને 2019માં દિયર કોમરેડમાં જોવા મળ્યા હતા. આ બંને ફરી એકવાર રાણાબલીમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર પોસ્ટર પણ રીલીઝ થઈ ચૂક્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vijay Deverakonda Rashmika Mandanna Entertainment

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ