બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Netflix પર રિલીઝ નહીં થાય, તો ક્યાં જોઇ શકશો રણવીરની ફિલ્મ 'ધુરંધર 2'?

મનોરંજન / Netflix પર રિલીઝ નહીં થાય, તો ક્યાં જોઇ શકશો રણવીરની ફિલ્મ 'ધુરંધર 2'?

Published By: Priyankka Triveddi

Last Updated: 02:48 PM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhurandhar 2 OTT Release: Dhurandhar 2 નું ટીઝર આજે રીલીઝ થયું છે અને મેકર્સે તેમાં ઘણા બદલાવ કર્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે Dhurandhar 1 ની જેમ 2 OTT પર રીલીઝ નહીં થાય.

Dhurandhar 2 OTT Release: રણવીર સિંહ અને આદિત્ય ધરની Dhurandhar 1 ની સિક્વલ Dhurandhar 2ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને આજે આ ફિલ્મનું પોસ્ટર અને ટીઝર બંને રીલીઝ કરવામાં આવ્યું છે. જો કે ધુરંધર 2 માર્ચમાં રીલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મ રીલીઝ થાય તે પેહલા મેકર્સે અમુક ફેરફાર કર્યા છે. સૌથી પહેલો ફેરફાર એ છે કે ધુરંધર 1નું મ્યુઝિક લેબલ સારેગામા હતું જે બદલીને હવે T Series કરી દેવામાં આવ્યું છે. અને બીજો ફેરફાર તેના OTT રીલીઝને લઈને છે. મેકર્સે OTT રીલીઝ માટેનું પ્લેટફોર્મ Netflix બદલી નાખ્યું છે.

ધુરંધર 2: ધ રિવેન્જ કયા OTT પ્લેટફોર્મ પર થશે રીલીઝ?

રણવીર સિંહ અને આદિત્ય ધરની બોક્સ ઓફિસ હિટ ફિલ્મના OTT રાઇટ્સ હાલ Netflix પાસે છે. અને પહેલો ભાગ Netflix પર સ્ટ્રીમ કરી રહ્યો છે અને નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તેવામાં ધુરંધર ધ રિવેન્જ એટલે કે બીજા ભાગના રીલીઝ પહેલા Netflix સાથેની OTT ડીલને મેકર્સે પડતી મૂકી છે. અધિકારીત રીતે મળતી માહિતી મુજબ Dhurandhar 2: The Revenge ના તમામ ભાષાઓ માટેના OTT રાઇટ્સ Jio Hostar એ ખૂબ મોટી કિંમતે ખરીદી લીધા છે. એટલે કે ધુરંધર 2 થિયેટરમાં રિલીઝ થશે તેની સાથે જ તેના સ્ટ્રીમિંગના હક Netflix ને બદલે Jio Hotstar ને મળશે અને બીજો ભાગ Jio Hotstar પર સ્ટ્રીમ થશે. મેકર્સે પોસ્ટર રીલીઝ સાથે આ વાતની પણ જાહેરાત કરી દીધી છે.

ટીઝર થયું રીલીઝ

યે નયા હિન્દુસ્તાન હૈ, યે ઘરમેં ઘૂસેગા ભી ઓર મારેગા ભી

Dhurandhar 2 નું ટીઝર આજે 12:12 વાગ્યે રીલીઝ કરવામાં આવ્યું હતું. અને રીલીઝ થતાંની સાથે જ ફેન્સ વચ્ચે વાયરલ થઈ ગયું છે. આખા ઈન્ટરનેટ પર હાલ ધુરંધર 2 ના ટીઝરની ચર્ચા થઈ રહી છે. પણ ફેન્સને થોડી નિરાશા પણ મળી છે. જે excitement ધુરંધર પાર્ટ 2 માટે હતું તેમાં થોડા ફેન્સ અપસેટ થયા છે કારણ કે ટીઝરમાં તેમને કશું નવું જોવા મળ્યું નથી. Dhurandhar 2 માં સ્ટોરી આગળ તો વધે છે રહેમાન ડકેટ પછી હમઝા હવે લ્યારીનો નવો બાદશાહ છે તો સાથે જસકીરત સિંહ રંગી કેવી રીતે હમઝા બને છે તે વાત પણ આ ફિલ્મમાં ઉકેલાશે. ફિલ્મમાં એકલ દૉકલ સીનની ઝલક છે અને ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. જો કે ફિલ્મમાં ભરપૂર એક્શન છે. પણ ફિલ્મનો ચાર્મ અક્ષય ખન્નાને ફેન્સ આ પાર્ટમાં મિસ જરૂર કરશે. આ ફિલ્મ 19 માર્ચ 2026 ના રોજ રીલીઝ થશે.

આ પણ વાંચો: આંખોમાં ગુસ્સો, પાવરફૂલ એન્ટ્રી, એક્શનથી ભરપૂર છે રણવીરની Dhurandhar 2 નું ટીઝર

vtv app promotion

ધુરંધર: ધ રિવેન્જની રીલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. પહેલી ફિલ્મ વખતે જ આ ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી હતી. આ ફિલ્મ 19 માર્ચ 2026 ના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે. જેની ટક્કર યશની ફિલ્મ Toxic સાથે થશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આર.માધવન,સંજય દત્ત હશે પણ અક્ષય ખન્ના હશે કે નહીં તે અંગે કશું કન્ફર્મ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar 2 OTT Release Dhurandhar 2 Teaser Entertainment news

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ