ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 17 વર્ષની ઉંમરે શરૂ કર્યું કરિયર, શરૂઆતમાં મળ્યું રિજેક્શન, આજે છે 134 કરોડની માલિક

Birthday Special / 17 વર્ષની ઉંમરે શરૂ કર્યું કરિયર, શરૂઆતમાં મળ્યું રિજેક્શન, આજે છે 134 કરોડની માલિક

Published By: Priyankka Triveddi

Last Updated: 08:36 AM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂબળું, પાતળું શરીર, લાંબી હાઇટ અને સુંદરતામાં અન્ય અભિનેત્રીઓને પાછળ છોડે તેવી એક્ટ્રેસે માત્ર 17 વર્ષની ઉંમરે પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ શરૂઆતના દિવસોમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણા અપમાન અને અવરોધોનો સામનો કર્યા પછી આ અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી અને પછી બોલિવૂડ દ્વારા આખી દુનિયામાં પોતાની ઓળખ બનાવી.

ADVERTISEMENT

યુકેના રિયાલિટી શો 'બિગ બ્રધર' સિઝન 5માં એવોર્ડ જીતીને આ અભિનેત્રીએ બોલિવૂડમાં મેજર કમબેક કર્યું હતું. જી હાં આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી શીલા શેટ્ટી તેનો 50 મો જન્મ દિવસ ઉજવી રહી છે. શિલ્પાનો જન્મ 8 જૂન 1975 ના ​​રોજ કર્ણાટકના મેંગલોરમાં સુનંદા શેટ્ટી અને સુરેન્દ્ર શેટ્ટીને ત્યાં થયો હતો. 1993માં બોલીવુડમાં પ્રવેશ કરનારી શિલ્પા 90 ના દાયકાની ટોચની અભિનેત્રી હતી. તેણે પોતાની અભિનય કુશળતા તેમજ તેની સુંદરતા અને ફિટનેસથી ચાહકોના દિલ જીતી લીધા છે.

શિલ્પા શેટ્ટીએ અભિનેત્રી તરીકે ઘણું નામ અને ખ્યાતિ મેળવી છે. અને આજે તેની ગણના સૌથી ધનિક અભિનેત્રીઓમાં થાય છે. શિલ્પાના જન્મદિવસના ખાસ પ્રસંગે તેની કુલ સંપત્તિ વિશે જાણીએ.

'બાઝીગર' થી ડેબ્યૂ કર્યું

શિલ્પા શેટ્ટીએ 18 વર્ષની ઉંમરે ફિલ્મ 'બાઝીગર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમાં કાજોલ, જોની લીવર, સિદ્ધાર્થ રે અને શાહરૂખ ખાન જેવા સ્ટાર્સે તેની સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. ત્યારબાદ અભિનેત્રીએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં. 32 વર્ષના કરિયરમાં તેણે 'અપને', 'લાઈફ ઇન અ મેટ્રો', 'ઇન્ડિયન', 'ધડકન', 'જાનવર', 'હથકડી', 'મૈં ખિલાડી તુ અનાડી' સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.

બિગ બ્રધર શો દ્વારા કમબેક

એક સમય બાદ શિલ્પા શેટ્ટી બોલિવૂડમાંથી જાણે ગાયબ જ થઈ ગઈ હતી. ત્યારે બાદ તે યુકેના રિયાલિટી શો બિગ બ્રધરની સિઝન 5 માં જોવા મળી. આ શો માં તેણે રંગભેદનો પણ સામનો કરવો પડ્યો હતો. આ સિઝન જીતીને શિલ્પા શેટ્ટીએ જાણે બોલિવૂડમાં તગડું કમબેક કર્યું. આ કમબેક કર્યા પછી શિલ્પા આજ સુધી ફિલ્મો અને ટીવી પર એક્ટિવ છે.

2009માં રાજ કુન્દ્રા સાથે લગ્ન

બોલીવુડમાં પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં શિલ્પા શેટ્ટીનું નામ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે જોડાયું હતું. બંને પોતાના અફેરને કારણે ઘણા ચર્ચામાં પણ રહ્યા હતા. જોકે બંને ટૂંક સમયમાં જ અલગ થઈ ગયા. શિલ્પાએ અક્ષય પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો. અક્ષયથી ઘણા વર્ષો અલગ રહ્યા પછી શિલ્પાએ 2009 માં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા. બંને વૈભવી જીવનશૈલી જીવવા માટે જાણીતા છે. આ દંપતીનું મુંબઈમાં સમુદ્ર પાસે 'કિનારા' નામનું એક વૈભવી ઘર છે. આ ઉપરાંત તેમની પાસે લંડનમાં પણ મિલકત છે. લંડન બેઝ્ડ બિઝનેસ મેન રાજ કુન્દ્રાની નેટવર્થ 2800 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: આ 5 ભોજપુરી અભિનેત્રીઓ વસુલે છે તગડી ફી, નેટવર્થમાં બોલિવૂડ દિવાઓને આપે છે ટક્કર

1200 x 628 આખા દિવસની મહત્વની ઘટનાઓ એક ક્લિકમાં જાણવા માટે -

શિલ્પા શેટ્ટીની સંપત્તિ 134 કરોડ

શિલ્પા શેટ્ટી પણ સંપત્તિની બાબતમાં કઈ પાછળ નથી. શિલ્પા શેટ્ટીની નેટવર્થ 134 કરોડ રૂપિયા છે. ફિલ્મો ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. એક ફિલ્મ માટે 1 થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરતી શિલ્પા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કુલ નેટવર્થ 134 કરોડ રૂપિયા છે. શિલ્પા પાસે એક યુટ્યુબ ચેનલ પણ છે. જ્યાં તે યોગ શીખવે છે અને ફિટનેસ ટિપ્સ આપે છે. આ ફિટ એન્ડ ફાઇન અભિનેત્રી તેના પતિ રાજ અને બે બાળકો સાથે અવાર નવાર સ્પોટ થતી રહેતી હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

shilpa shetty birthday special entertainment news shilpa shetty networth

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ