બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / આખરે સામે આવી જ ગઈ 1 મિનિટ 20 સેકન્ડના એ MMS કાંડની સચ્ચાઈ, ખુદ પાયલ ગેમિંગે તોડ્યું મૌન

મનોરંજન / આખરે સામે આવી જ ગઈ 1 મિનિટ 20 સેકન્ડના એ MMS કાંડની સચ્ચાઈ, ખુદ પાયલ ગેમિંગે તોડ્યું મૌન

Published By: Vidhata Gothi

Last Updated: 08:54 AM, 18 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Payal Gaming Statement on MMS Video: ભારતની પ્રખ્યાત ગેમિંગ ઇન્ફ્લુએન્સર પાયલ ગેમિંગનું નામ એક વાયરલ MMS વીડિયો સાથે જોડવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં એક મહિલા એક પુરુષ સાથે ઇન્ટિમેટ થતી દેખાઈ રહી છે. ત્યારે પાયલે આ અંગે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે વીડિયોમાં તે નથી.

Payal Gaming MMS Video: ભારતના પ્રખ્યાત ગેમિંગ ઇન્ફ્લુએન્સર્સમાંથી એક પાયલ ગેમિંગ હાલ ચર્ચાઓમાં આવી ગઈ છે. એક વાયરલ MMS વીડિયોએ મોટો વિવાદ ઉભો કર્યો છે. આ વીડિયો ગેમિંગ ઇન્ફ્લુએન્સર પાયલ ગેમિંગનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ વિવિધ પ્રકારના દાવાઓ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે પાયલ ગેમિંગના ચાહકો આ વીડિયોને AI ગણાવી રહ્યા છે, ત્યારે કેટલાક યુઝરે કોઈ પુરાવા કે કોઈ પુષ્ટિ કર્યા વિના અટકળો લગાવી કે આ વીડિયોમાં દેખાઈ રહેલી યુવતી પાયલ જ છે.

પાયલે જારી કર્યું નિવેદન

હવે આ સમગ્ર મામલે ઇન્ફ્લુએન્સરે પહેલીવાર મૌન તોડ્યું છે. તેણે વાયરલ MMS વીડિયોને પીડાદાયક અને અમાનવીય ગણાવ્યો છે. પાયલે સોશિયલ મીડિયા પર બુધવારે 17 ડિસેમ્બરના રોજ એક લાંબુ નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી કે વીડિયોમાં દેખાઈ રહેલી મહિલા તે નથી. સાથે જ તેણે એમ પણ કહ્યું - તેની ઓળખના દુરુપયોગ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાયલે લખ્યું,

"મેં ક્યારેય વિચાર્યું ન હતું કે માટે આટલી અંગત અને પરેશાન કરનાર બાબત વિશે જાહેરમાં બોલવું પડશે. છેલ્લા કેટલાક દિવસોથી, ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ પર મારા નામનો ઉપયોગ કરીને કેટલાક ખોટા વીડિયો અપલોડ કરી દેવામાં આવ્યા છે. આ વીડિયોને લઈને હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે તે વીડિયોમાં દેખાઈ રહેલી યુવતી હું નથી અને તેનો મારા જીવન, મારી પસંદગીઓ અથવા મારી ઓળખ સાથે કોઈ સંબંધ નથી."

પાયલે આગળ લખ્યું,

"હું હંમેશા નકારાત્મકતા સામે ચૂપ રહેવામાં માનતી આવી છું. પરંતુ આ પરિસ્થિતિ સ્પષ્ટતા અને અવાજની માંગ કરે છે. ફક્ત મારા માટે જ નહીં, પરંતુ તે બધી મહિલાઓ માટે જે આ પ્રકારના ઓનલાઇન દુર્વ્યવહાર અને ચરિત્રહનનનો ભોગ બને છે. આ કોઈ નુકસાન ન પહોંચાડનારો કન્ટેન્ટ નથી, પણ તે ખૂબ જ દુઃખદાયક અને માણસાઈને નુકસાન પહોંચાડનાર દુઃખદ અને અમાનવીય છે."
vtv app promotion

25 વર્ષીય પાયલ, મીડિયાને વિનંતી કરી કે તેઓ આ કન્ટેન્ટને કોઈપણ સ્વરૂપમાં શેર કરવા કે તેના પર અટકળો લગાવવાથી દૂર રહે. તેણે કહ્યું કે તેના નામ અને સમાનતાના દુરુપયોગને રોકવા અને કાયદા અનુસાર જવાબદારી સુનિશ્ચિત કરવા માટે યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે. કૃતજ્ઞતા વ્યક્ત કરતા, પાયલે કહ્યું કે તે આ મુશ્કેલ સમયમાં જે લોકોએ સમર્થન, સહાનુભૂતિ અને સમજણ સાથે સંપર્ક કર્યો, તેમની તે ખૂબ આભારી છે. તેમના દયાળુ વ્યવહાર અને વિશ્વાસે તેને સૌથી વધુ જરૂરિયાતના સમયે તાકાત આપી છે.

આ પણ વાંચો: Payal Gaming Dubai MMS Leak કાંડની તસવીરોથી સોશિ. મીડિયામાં આંધી

શું છે સમગ્ર મામલો

ભારતની જાણીતી ગેમિંગ ઇન્ફ્લુએન્સર પાયલ ગેમિંગ સાથે તાજેતરમાં જ એક નવો વિવાદ જોડાઈ ગયો. પાયલ ગેમિંગના નામે એક MMS વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર થવા લાગી, આ વીડિયોમાં એક મહિલા એક પુરુષ સાથે ઇન્ટિમેટ પળો વિતાવતી દેખાઈ રહી છે. કોઈ નક્કર પુરાવા કે સત્તાવાર પુષ્ટિ વિના, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એવા અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું કે વીડિયોમાં દેખાઈ રહેલી મહિલા પાયલ ગેમિંગ છે, જેનાથી વિવાદ વધુ વકરી ગયો, જેના પછી પાયલ ગેમિંગે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નિવેદન આપવું પડ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Payal Gaming MMS Payal Gaming Viral MMS Payal Gaming Statement

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ