ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કમાણી 2900 કરોડ, નેટવર્થ 33,00,000,000, ફિલ્મો પણ રેકોર્ડબ્રેક, જાણો ભારતના મોંઘા ડાયરેક્ટર વિશે

મનોરંજન / કમાણી 2900 કરોડ, નેટવર્થ 33,00,000,000, ફિલ્મો પણ રેકોર્ડબ્રેક, જાણો ભારતના મોંઘા ડાયરેક્ટર વિશે

Published By: Vidhata Gothi

Last Updated: 12:36 PM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Most Expensive Director: આજે એક એવા ડિરેક્ટર વિશે વાત કરી કે જેમણે ભારતીય સિનેમામાં લિજેન્ડ અને સૌથી મોંઘા દિગ્દર્શક માનવામાં આવે છે, તેણે ઘણી રેકોર્ડબ્રેક ફિલ્મો બનાવી છે. ચાલો જાણીએ કોણ છે આ દિગ્દર્શક.

ADVERTISEMENT

આજે એક આવા ભારતીય ડિરેક્ટરનો જન્મ દિવસ છે કે જેમણે પોતાની કારકિર્દીમાં એવી ફિલ્મો બનાવી છે કે વર્ષો પછી પણ લોકોને આ ફિલ્મો જોવી એટલી જ પસંદ છે જેટલી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પસંદ આવી હતી. આ વ્યક્તિએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તે કલા અને સિનેમાની દુનિયામાં પ્રવેશ કરશે, પરંતુ તેમનું નસીબ તેમને આ રસ્તા પર લઈ આવ્યું. તેમણે પોતાની કલ્પના અને સર્જનાત્મકતાથી દર્શકોને મોહિત કર્યા. તેમની ફિલ્મો તમામ ઉંમરના દર્શકોને આકર્ષિત કરે છે. તેઓ ફક્ત એક કલાકાર જ નહીં, પરંતુ હાલમાં સમયમાં એક બ્રાન્ડ બની ગયા છે.

51 વર્ષના થયા આ ડિરેક્ટર

આજે પણ લોકો મોટા પડદા પર તેમની નવી ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જુએ છે. આપણે વાત કરી રહ્યા છીએ, એસ.એસ. રાજામૌલીની, જેમનો જન્મ 10 ઓક્ટોબર 1973ના રોજ કર્ણાટકના હિરેકોટ્ટંકલમાં થયો. તેમનું આખું નામ કોડુરી શ્રીસૈલા શ્રી રાજામૌલી છે. તેમણે એલુરુમાં સી.આર. રેડ્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ શરૂ કર્યો, પરંતુ વચ્ચેથી અભ્યાસ છોડી દીધો. તેમના પિતા, વી. વિજયેન્દ્ર પ્રસાદ, એક પ્રખ્યાત લેખક અને દિગ્દર્શક છે. પિતા પાસેથી તેમને ફિલ્મો અને વાર્તા કહેવા માટે પ્રેરણા મળી. રાજામૌલીએ તેમની કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી.

ટીવીથી ફિલ્મ સુધીની સફર

રાજામૌલીએ 28 વર્ષની ઉંમરે તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. તેમણે 2001માં ફિલ્મ 'સ્ટુડન્ટ નંબર 1' થી દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કર્યો. તેમણે ડિરેક્ટર તરીકે 12 ફીચર ફિલ્મો બનાવી છે, જે બધીએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. તેમણે ભારતીય સિનેમામાં CGI અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સના ઉપયોગને નવી ઊંચાઈએ પહોંચાડ્યા.

vtv app promotion

કરોડોમાં કમાણી કરે છે રાજામૌલીની ફિલ્મો

આજના સમયમાં રાજામૌલીને ભારતના સૌથી મોંઘા દિગ્દર્શક માનવામાં આવે છે. તેઓ એક ફિલ્મ માટે લગભગ 100થી 200 કરોડ ફી લે છે, જેમાં પ્રોફિટ શેર અને રાઇટ્સ પણ સામેલ છે. તેમની ફિલ્મો જેમ કે બાહુબલી 2, RRR, અને મગધીરાએ બોક્સ ઓફિસ પર કમાણીના કેટલાય રેકોર્ડ્સ તોડયા અને બનાવ્યા છે. બાહુબલી 2 પહેલી ભારતીય ફિલ્મ હતી જેને 1800 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી. તેમની ફિલ્મોને ગોલ્ડન ગ્લોબ, ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ્સ, સેટર્ન એવોર્ડ્સ અને RRRના ગીત માટે ઓસ્કાર જેવા ઇન્ટરનેશનલ એવોર્ડસ પણ મળ્યા છે.

આ પણ વાંચો: 'હું મારી લડાઈ...', વર્કિંગ અવર્સ ડિબેટ પર દીપિકાનું જોરદાર રિએક્શન, મેલ એક્ટર્સને લઈ આ શું કહી દીધું?

કરોડોની સંપત્તિના માલિક છે રાજામૌલી

51 વર્ષીય રાજામૌલીનો પરિવાર પણ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. તેમની પત્ની રામા રાજામૌલી કોસ્ચ્યુમ ડિઝાઇનર છે, અને તેમને બે બાળકો છે - દીકરો એસ.એસ. કાર્તિકેય અને દીકરી એસ.એસ. માયુખા. તેમના પિતા વી. વિજયેન્દ્ર પ્રસાદે ઘણી મોટી ફિલ્મો માટે વાર્તાઓ લખી છે. રાજામૌલીની ટોટલ નેટવર્થ વિશે વાત કરીએ તો આજે તેમની નેટવર્થ 330 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમની આગામી ફિલ્મ SSMB29 છે, જેમાં મહેશ બાબુને એક મિસ્ટીરિયસ એક્સપ્લોરરનું પાત્ર ભજવી રહ્યા છે અને ફિલ્મનું બજેટ 1,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News Most Expensive Director SS Rajamouli

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ