બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'હું મારી લડાઈ...', વર્કિંગ અવર્સ ડિબેટ પર દીપિકાનું જોરદાર રિએક્શન, મેલ એક્ટર્સને લઈ આ શું કહી દીધું?

મનોરંજન / 'હું મારી લડાઈ...', વર્કિંગ અવર્સ ડિબેટ પર દીપિકાનું જોરદાર રિએક્શન, મેલ એક્ટર્સને લઈ આ શું કહી દીધું?

Vidhata Gothi

Last Updated: 10:52 AM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Deepika Padukone: વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસના પ્રસંગે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ મધ્યપ્રદેશ પહોંચી, જ્યાં તેણે તેની સંસ્થા, "લીવ લવ લાફ" ની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી. આ પ્રસંગે અભિનેત્રીએ કહ્યું - હું હંમેશા પોતાની લડાઈ ચુપચાપ લડું છું.

દીપિકા પાદુકોણ તાજેતરમાં ફિલ્મો સિવાય એક ડિમાન્ડને કારણે ભારે ચર્ચાઓમાં છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાના 8 કલાકની શિફ્ટવાળા નિવેદનને કારણે ચર્ચાઓમાં આવી ગઈ છે. દીપિકા થોડા સમય પહેલા જ સંદીપ વાંગા રેડ્ડીની "સ્પિરિટ" અને પ્રભાસ અભિનીત "કલ્કી 2898 એડી"ની સિક્વલથી બહાર થઈ ગઈ છે. હવે, તેણે વર્કિંગ અવરની ડિમાન્ડને લઈને પોતાનું મૌન તોડ્યું છે.

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસના પ્રસંગે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ મધ્યપ્રદેશ પહોંચી, જ્યાં તેણે તેની સંસ્થા, "લીવ લવ લાફ" ની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી. આ સંસ્થા દેશમાં માનસિક સ્વાસ્થ્ય માટે જાગૃતિ ફેલાવવામાં અને સમર્થન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ આ કાર્યક્રમમાં પોતાની સફર અને આ ફાઉન્ડેશનની અસર વિશે વાત કરી. તેની આ મુલાકાત માત્ર આ સંસ્થાની સિદ્ધિઓની ઉજવણી માટે નહીં પણ સાથે જ દેશમાં માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કલંકને તોડવાની તેની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ છેલ્લા દસ વર્ષથી માનસિક સ્વાસ્થ્યને લઈને અવાજ ઉઠાવી રહી છે.

દીપિકાએ કહ્યું, "એક સ્ત્રી તરીકે, જો તે દબાણ અનુભવે છે કે કંઈક બીજું, તો એવું રહેવા દો. પરંતુ તે કોઈ રહસ્ય નથી કે ઘણા સુપરસ્ટાર, પુરુષ સુપરસ્ટાર પણ, ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં વર્ષોથી 8 કલાક કામ કરી રહ્યા છે અને તે ક્યારેય ચર્ચામાં આવ્યું નથી." દીપિકાએ કહ્યું, "હું નામ લેવા અને મોટો મુદ્દો બનાવવા માંગતી નથી. પરંતુ તે જાણીતું છે કે પુરુષ કલાકારો ઘણા વર્ષોથી 8 કલાક કામ કરી રહ્યા છે. ઘણા લોકો સોમવારથી શુક્રવાર સુધી દિવસમાં 8 કલાક કામ કરે છે અને વિકેન્ડ પર કામ કરતા નથી."

vtv app promotion

જયારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય પણ પોતાના માટે યોગ્ય માંગ કરવાની કિંમત ચૂકવવી પડી? તે દીપિકાએ આનો એટલો શાનદાર જવાબ આપ્યો જે તેની સાદગી અને પ્રમાણિકતા બંને દર્શાવે છે. તેણે કહ્યું - "મેં આ ઘણા લેવલ પર કર્યું છે, મારા માટે આ કોઈ નવી વાત નથી. મને લાગે છે કે પેમેન્ટ જેવી વસ્તુઓના મામલે મને જે કશું પણ મળ્યું, મારે તેનો સામનો કરવો પડ્યો. મને નથી ખબર, આને શું કહું, પરંતુ હું હંમેશા પોતાની લડાઈ ચુપચાપ લડું છું. અને કોઈ વિચિત્ર કારણોસર કયારેક-ક્યારેક તે જાહેર થઈ જાય છે, જે મારી શૈલી નથી, ન તો હું આ રીતે ઉછરી છું. પરંતુ હા, મારી લડાઈઓ લડવી અને આને ચુપચાપ અને ગરિમા સાથે કરવી એ જ મારી રીત છે."

આ પણ વાંચો: ડીપ નેક ગાઉનમાં કરીના કપૂરનો હોટ અંદાજ, Photos જોતા જ ફેન્સ 'ક્લીન બોલ્ડ'!

દીપિકાના શબ્દો તેમની વ્યક્તિગત સફર દર્શાવે છે, સાથે જ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહેલી વાતોને પણ ઉજાગર કરી, જ્યાં નિષ્પક્ષતા, સમાનતા અને સન્માનની ચર્ચાઓ થાય છે. પોતાના કામ અને શબ્દો દ્વારા દીપિકાએ ફરી એક વાર દર્શાવ્યું કે તાકાત હંમેશા અવાજ કરવામાં નથી હોતી પરંતુ ક્યારેક તે મૌન, સાદગી અને તમારા હેતુમાં પણ દેખાય છે. પોતાની ઓળખ પ્રમાણે, દીપિકા આજે પણ સરળતા, હિંમત અને પ્રામાણિકતા સાથે પોતાના લક્ષ્યોને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે, પછી ભલે તે સ્ક્રીન પર હોય કે બહાર.

દીપિકા પાદુકોણનું આ યોગદાન માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારે છે, સાથે જ સમાજને એક વધુ સારી દિશામાં લઈ જવાની પ્રેરણા પણ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mental Health Bollywood Working Hour Debate Deepika Padukone
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ