Filmfare OTT Awards 2025 Winners List: મનોરંજન જગતમાં OTTની દુનિયા ઘણી મોટી થઈ ગઈ છે અને એમાં હવે સ્પર્ધા પણ ઘણી વધી ગઈ છે. દરરોજ હજારો ફિલ્મો અને વેબ સીરીઝ OTT પર રીલીઝ થતી હોય છે, પણ એમાં બેસ્ટ બનવું એક પડકાર છે. મુંબઈમાં 15 ડિસેમ્બરે 6ઠ્ઠા ફિલ્મફેર OTT એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં OTT જગતની તમામ પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી. આલિયા ભટ્ટથી લઈને વિક્કી કૌશલ સુધીના સિતારાઓએ આ એવોર્ડ શોમાં હાજરી આપી હતી.
આ એવોર્ડ શોમાં એક્ટર્સ, ડિરેક્ટર્સ અને ટેકનિકલ ટીમ સહિતના લોકોને અલગ-અલગ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા. પાતાલ લોક સીઝન 2, બ્લેક વોરંટ અને ખૌફ જેવી વેબ સીરીઝને કેટલાય એવોર્ડ્સ મળ્યા તો ગર્લ્સ વિલ બિ ગર્લ્સ, સ્ટોલન અને સેક્ટર 36 જેવી ફિલ્મોની બોલબાલા રહી. ચાલો જાણીએ કઈ વેબસીરીઝને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યો, તો કયા એક્ટર્સને એવોર્ડ્સ મળ્યા છે.
ફિલ્મફેર OTT એવોર્ડ્સ 2025માં સીરીઝની કેટેગરી વિજેતાની લિસ્ટ
- બેસ્ટ ડાયરેક્ટર (સીરીઝ) - બ્લેક વોરંટ સીરીઝ માટે વિક્રમાદિત્ય મોટવાને, સત્યાંશુ સિંહ, અર્કેશ અજય, એમ્બીએકા પંડિત અને રોહિન રવેન્દ્ર
- બેસ્ટ સીરીઝ (ક્રિટિક્સ) - પાતાલ લોક સીઝન 2
- બેસ્ટ ડાયરેક્ટર સીરીઝ (ક્રિટિક્સ) - અનુભવ સિંહા, IC 814: ધ કંધાર હાઇજેક
- બેસ્ટ ડાયરેક્ટર (સીરીઝ) - નાગેશ કુકૂનૂર, ધ હંટ: ધ રાજીવ ગાંધી અસેસિનેશન કેસ
- બેસ્ટ એક્ટર સીરીઝ (મેલ) ડ્રામા - જયદીપ અહલાવત, પાતાલ લોક સીઝન 2
- બેસ્ટ એક્ટર સીરીઝ (મેલ, ક્રિટિક્સ) ડ્રામા - જહાન કપૂર, બ્લેક વોરંટ
- બેસ્ટ એક્ટ્રેસ સીરીઝ ડ્રામા - મોનિકા પંવાર, ખૌફ
- બેસ્ટ એક્ટ્રેસ સીરીઝ (ક્રિટિક્સ) ડ્રામા - રસિકા દુગ્ગલ, શેખર હોમ
- બેસ્ટ કોમેડી (સીરીઝ/સ્પેશિયલ) - રાત જવાન હૈ (સુમિત વ્યાસ)
- બેસ્ટ એક્ટર સીરીઝ (મેલ) કોમેડી - બરુણ સોબતી (રાત જવાન હૈ), સ્પર્શ શ્રીવાસ્તવ (દુપહિયા)
- બેસ્ટ એક્ટ્રેસ સીરીઝ કોમેડી - અનન્યા પાંડે (કૉલ મી બે)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર સીરીઝ (મેલ) ડ્રામા - રાહુલ ભટ્ટ, બેલક વોરંટ
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ સીરીઝ ડ્રામા - તિલોત્તમા શોમ, પાતાલ લોક સીઝન 2
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર સીરીઝ (મેલ) કોમેડી - વિનય પાઠક, ગ્રામ ચિકિત્સાલય
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ સીરીઝ કોમેડી - રેણુકા શહાણે, દુપહિયા
- બેસ્ટ નોન-ફિક્શન ઓરિજિનલ (સીરીઝ/સ્પેશિયલ) - એંગ્રી યંગ મેન (નમ્રતા રાવ)
- બેસ્ટ સ્ટોરી સીરીઝ - સ્મિતા સિંહ - ખૌફ, સુદીપ શર્મા - પાતાલ લોક સીઝન 2
- બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે સીરીઝ - સુદીપ શર્મા, અભિષેક બેનરજી, રાહુલ કનોજિયા, તમાલ સેન પાતાલ લોક સીઝન 2
- બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે સીરીઝ - સત્યાંશુ સિંહ, અર્કેશ અજય - બ્લેક વોરંટ
- બેસ્ટ ડાયલોગ સીરીઝ - અનુભવ સિંહા, ત્રિશાંત શ્રીવાસ્તવ - IC 814: ધ કંધાર હાઇજેક
- બેસ્ટ સિનેમેટોગ્રાફી સીરીઝ - પંકજ કુમાર, ખૌફ
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન સીરીઝ - પ્રિયા સુહાસ, સુરભિ વર્મા - ફ્રીડમ એટ મિડનાઇટ
- બેસ્ટ એડિટિંગ સીરીઝ - તાન્યા છાબડિયા - ખૌફ
- બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઇન સીરીઝ - આયક્ષા દાસગુપ્તા - ફ્રીડમ એટ મિડનાઇટ
- બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સીરીઝ - અલોકનંદા દાસગુપ્તા - ખૌફ
- બેસ્ટ VFX સીરીઝ - ફેંટમ FX - ખૌફ
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન સીરીઝ - બિગ્યાના દહાલ - ખૌફ
- બેસ્ટ મ્યુઝિક આલ્બમ સીરીઝ - આકાશદીપ સેનગુપ્તા, બંદિશ બેન્ડિટ્સ - સીઝન 2
- બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર સીરીઝ - પુષ્કર સુનીલ મહાબલ - બ્લેક, વ્હાઇટ એન્ડ ગ્રે - લવ કિલ્સ
- ડેબ્યૂ એક્ટરનું બ્રેકથ્રુ પરફોર્મન્સ (મેલ) સીરીઝ - અનુરાગ ઠાકુર, બ્લેક વોરંટ
- ડેબ્યૂ એક્ટરનું બ્રેકથ્રુ પરફોર્મન્સ (ફિમેલ) સીરીઝ - લિસા મિશ્રા, કૉલ મી બે

ફિલ્મ કેટેગરી (વેબ ઓરિજિનલ)
- બેસ્ટ ફિલ્મ વેબ ઓરિજિનલ - ગર્લ્સ વિલ બિ ગર્લ્સ
- બેસ્ટ ડાયરેક્ટર વેબ ઓરિજિનલ ફિલ્મ - શુચિ તલાટી, ગર્લ્સ વિલ બિ ગર્લ્સ
- બેસ્ટ વેબ ઓરિજિનલ ફિલ્મ (ક્રિટિક્સ) - ધ મેહતા બોય્સ, બોમન ઈરાની
- બેસ્ટ એક્ટર, વેબ ઓરિજિનલ ફિલ્મ (મેલ) - અભિષેક બેનરજી, સ્ટોલન
- બેસ્ટ એક્ટ્રેસ વેબ ઓરિજિનલ ફિલ્મ - સાન્યા મલ્હોત્રા - મિસેસ
- બેસ્ટ એક્ટર (મેલ) ક્રિટિક્સ વેબ ઓરિજિનલ ફિલ્મ - વિક્રાંત મેસી, સેક્ટર 36
- બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ વેબ ઓરિજિનલ ફિલ્મ - પ્રીતિ પાણિગ્રહી, ગર્લ્સ વિલ બિ ગર્લ્સ
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, વેબ ઓરિજિનલ ફિલ્મ (મેલ) - દીપક ડોબરિયાલ, સેક્ટર 36
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ વેબ ઓરિજિનલ ફિલ્મ - કાની કુસરુતિ, ગર્લ્સ વિલ બિ ગર્લ્સ
- બેસ્ટ સ્ટોરી વેબ ઓરિજિનલ ફિલ્મ - કરણ તેજપાલ, ગૌરવ ઢીંગરા, સ્વપ્નિલ સાલકર - સ્ટોલન
- બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે વેબ ઓરિજિનલ ફિલ્મ - અવિનાશ સંપત, વિક્રમાદિત્ય મોટવાને - કંટ્રોલ
- બેસ્ટ ડાયલોગ વેબ ઓરિજિનલ ફિલ્મ - વિજય મૌર્ય - અગ્નિ
- બેસ્ટ સિનેમેટોગ્રાફી વેબ ઓરિજિનલ ફિલ્મ - ઇશાન ઘોષ - સ્ટોલન
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન વેબ ઓરિજિનલ ફિલ્મ - એક્રોપોલિસ, સુમિત બસુ, સ્નિગ્ધા બસુ, રજનીશ હેડાઓ - અગ્નિ
- બેસ્ટ એડિટિંગ વેબ ઓરિજિનલ ફિલ્મ - જહાન નોબલ - કંટ્રોલ
- બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વેબ ઓરિજિનલ ફિલ્મ - સ્નેહા ખાનવૉકર - કંટ્રોલ
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન વેબ ઓરિજિનલ ફિલ્મ - સુસ્મિત બોંબ નાથ - સ્ટોલન
- બેસ્ટ મ્યુઝિક આલ્બમ વેબ ઓરિજિનલ ફિલ્મ - જસ્ટિન પ્રભાકરન, રોચક કોહલી - આપ જૈસા કોઈ
- બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર વેબ ઓરિજિનલ ફિલ્મ - કરણ તેજપાલ - સ્ટોલન, આદિત્ય નિમ્બાલકર - સેક્ટર 36
- ડેબ્યૂ એક્ટરનું બ્રેકથ્રુ પરફોર્મન્સ (મેલ) વેબ ઓરિજિનલ ફિલ્મ - શુભમ વર્ધન, સ્ટોલન
- ડેબ્યૂ એક્ટરનું બ્રેકથ્રુ પરફોર્મન્સ ફિમેલ વેબ ઓરિજિનલ ફિલ્મ - અર્ચિતા અગ્રવાલ - ડિસ્પેચ
આ પણ વાંચો: 'ધુરંધર'માં અક્ષય ખન્નાની એક્ટિંગથી ખુશ સ્મૃતિ ઇરાની, કરી દીધી Oscarની ડિમાન્ડ
શોર્ટ ફિલ્મ કેટેગરી
- બેસ્ટ શોર્ટ ફિલ્મ (પીપલ્સ ચોઇસ) - ડિવોર્સ, ડાયરેક્ટર - રાઘવ કંસલ
- બેસ્ટ એક્ટ્રેસ, શોર્ટ ફિલ્મ - ફાતિમા સના શેખ - ફિલ્મ - આયશા
- બેસ્ટ એક્ટર શોર્ટ ફિલ્મ - અયાન ખાન - ચશ્મા
- બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શન - આયશા, ડિરેક્ટર - નિહિત ભાવે
- બેસ્ટ શોર્ટ ફિલ્મ (નોન ફિક્શન/ડોક્યુમેન્ટરી) - લંગૂર, ડાયરેકટર - હૈદર ખાન
- બેસ્ટ ડાયરેક્ટર શોર્ટ ફિલ્મ - રેણુકા શહાણે, ફિલ્મ ધાવપટ્ટી
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ