બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વિશ્વ વિખ્યાત સિંગર ટેલર સ્વિફ્ટે કરી 18,000 કરોડની જંગી કમાણી, ક્રૂને 2,000 કરોડનું બોનસ

મનોરંજન / વિશ્વ વિખ્યાત સિંગર ટેલર સ્વિફ્ટે કરી 18,000 કરોડની જંગી કમાણી, ક્રૂને 2,000 કરોડનું બોનસ

Published By: Vidhata Gothi

Last Updated: 01:15 PM, 14 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Taylor Swift Eras Tour: ટેલર સ્વિફ્ટનું એરાઝ ટૂર ખતમ થઈ ગયું છે, પણ તેનું 197 મિલિયર ડોલરનું બોનસ હવે ચર્ચામાં આવી ગયું છે. અમેરિકન સિંગરે તેના ક્રૂને ટૂર પછી તગડું બોનસ આપ્યું છે.

અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટનું એરાઝ ટૂર (Eras Tour) ખતમ થયા પછી પણ ચર્ચામાં છે, જેનું કારણ છે કે તેમાં ટિકિટના વેચાણથી રેકોર્ડ 2 બિલિયન ડોલરની થયેલી કમાણી. હવે ફરીથી આ ટૂર ચર્ચામાં આવી ગયું છે, કારણે કે આ ટૂરના ક્રૂને આપવામાં આવેલું 197 મિલિયન ડોલરનું બોનસ. સિંગર ટેલર સ્વિફ્ટના ટૂરની ડોક્યુમેન્ટરી 'ધ એન્ડ ઓફ એન એરા'માં બતાવવામાં આવ્યું છે કે ટેલરે પ્રોડક્શન સ્ટાફ, ડાન્સર્સ અને બેન્ડ મેમ્બર્સને હાથેથી લખેલી નોટ્સ સાથે આ બોનસ આપ્યું. ટેલરનો ઉદ્દેશ હતો કે જો ટૂરથી વધારે કમાણી થાય તો તેનો લાભ તેના ક્રૂને પણ મળે. આટલા તગડાં બોનસ મળવા પર ક્રૂએ પણ ખુશી વ્યક્ત કરી.

ટેલરની ડોક્યુમેન્ટરી સીરીઝ 'ધ એન્ડ ઓફ એન એરા'ના નવા ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે ટૂરના એન્ડમાં ક્રૂ મેમ્બર્સે રેકોર્ડબ્રેક બોનસ મળવા પર કેવી રીતે રિએક્ટ કર્યું. માહિતી પ્રમાણે, ડિસેમ્બર 2024માં જ્યારે ટૂર ખતમ થયું, ત્યારે ટેલરે પ્રોડક્શનમાં સામેલ લોકોને 197 મિલિયન ડોલરનું બોનસ આપ્યું હતું. આ બોનસ પ્રોડક્શન સ્ટાફ, આસિસ્ટન્ટ, ડાન્સર્સ, બેન્ડ મેમ્બર્સ અને પડદા પાછળ કામ કરતાં બધા ક્રૂ મેમ્બર્સને મળ્યું.

હાથેથી લખી નોટ્સ

ડોક્યુમેન્ટરી 'ધ એન્ડ ઓફ એન એરા'ના બીજા એપિસોડમાં, ટેલરને ટીમના મેમ્બર્સ માટે કવર અને હાથથી લખેલી નોટ્સ તૈયાર કરતી બતાવવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરી સીરીઝ એરાઝ ટૂર અને તેના માટે પડદા પાછળના કામ વિશે છે. નોટ્સ લખતી વખતે, ટેલરે કહ્યું કે બોનસ આપવું ખૂબ જ જરૂરી છે કારણ કે તે એરાઝ ટૂર સાથે એક ઉદાહરણ સ્થાપિત કરવા માંગે છે. જો ટૂર વધુ કમાણી કરે છે, તો તેના પર કામ કરનારાઓને પણ વધુ બોનસ મળવું જોઈએ.

vtv app promotion

આ ડોક્યુમેન્ટરીમાં ઘણા ક્રૂ મેમ્બર્સને તેમના બોનસ પર રિએક્ટ આપતા બતાવવામાં આવ્યા છે. એક ક્લિપમાં, પ્રોડક્શન આસિસ્ટન્ટ મેક્સ હોમ્સ પોતાનું કવર ખોલે છે અને કહે છે - "હું બેભાન થવાનો છું." બીજા એક સીનમાં ટેલર તેના સ્ટેજ પરના ક્રૂ ડાન્સર્સ અને બેન્ડ મેમ્બર્સને વ્યક્તિગત રીતે બોનસ આપતી દેખાય છે. સ્વિફ્ટે જ્યારે બોનસ આપી રહી હતી, ત્યારે ઘણા સ્ટાફ મેમ્બર્સ ભાવુક થતા જોવા મળ્યા. ટેલરે ટૂરની શરૂઆતમાં જ મોટા બોનસ આપવાનું શરૂ કર્યું હતું. ઓગસ્ટ 2023 સુધીમાં, નોર્થ અમેરિકન લેગ પછી, તેણે તેની ટીમને 55 મિલિયન ડોલરથી વધારે આપ્યા હતા.

આ પણ વાંચો: લગ્ન પછી પહેલી વાર આવા લુકમાં પતિ સાથે સ્પોટ થઈ સમંથા, ફેન્સ ચોંકી ગયા

ટૂરની રેકોર્ડ-તોડ કમાણી

ટેલરનું એરાઝ ટૂર (Eras Tour)માં પાંચ ખંડના 53 શહેરોમાં 149 શો કરવામાં આવ્યા. એક અખબારના અહેવાલ પ્રમાણે, આ ટૂરમાં માત્ર ટિકિટ વેચાણથી 2,077,618,725 ડોલરની કમાણી કરી એટલે કે લગભગ 18,000 કરોડ રૂપિયાની કમાણી કરી. આ સિવાય મર્ચેન્ડાઇઝના વેચાણથી લગભગ 400 મિલિયન ડોલરની કમાણીનો અંદાજ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Taylor Swift 197 Million Dollars Bonus Taylor Swift Eras Tour American Singer Taylor Swift

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ