બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Video: 'હું આને મિમિક્રી....', સુનીલ ગ્રોવરની એક્ટિંગ પર આમીર ખાનનું ગજબ રિએક્શન

મનોરંજન / Video: 'હું આને મિમિક્રી....', સુનીલ ગ્રોવરની એક્ટિંગ પર આમીર ખાનનું ગજબ રિએક્શન

Published By: Vidhata Gothi

Last Updated: 12:50 PM, 6 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aamir Khan on Sunil Grover: પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માનો શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના લેટેસ્ટ એપિસોડમાં સુનીલ ગ્રોવરે આમિર ખાનની મિમિક્રી કરી છે, જેના પર હવે આમિર ખાનનું રિએક્શન આવ્યું છે.

Aamir Khan Reaction on Sunil Grover Mimicry: પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માનો શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ને મોટી સંખ્યામાં લોકો જોવે છે અને પસંદ કરે છે. નેટફ્લિક્સ પર આવતા આ શોમાં લેટેસ્ટ એપિસોડમાં સુનીલ ગ્રોવરે આમિર ખાનની મિમિક્રી કરી, જેના પર હવે એક્ટરે રિએક્ટ કર્યું છે.

શું કહ્યું આમિર ખાને?

સુનિલ ગ્રોવરે 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં આમિર ખાનની જે મિમિક્રી કરી છે, તેનો વીડિયો આમિર ખાને જોયો, જેના પછી આમિર ખાને એક ઇન્ટરવ્યુમાં આના પર પોતાની રિએક્શન આપીને કહ્યું કે હું આને મિમિક્રી નથી માણતો કારણ કે મને આ એટલું સાચું લાગે છે કે મને એવું લાગ્યું કે હું પોતાને જ જોઈ રહ્યો છું.

આમિર ખાને કર્યા વખાણ

આમિર ખાને આગળ કહ્યું કે મેં હજુ સુધી આની નાની ક્લિપ જોઈ છે, પણ હું જલ્દી જ આખો એપિસોડ જોઈશ. આમિર ખાને કહ્યું કે મેં જે જોયું એ ખૂબ જ અણમોલ હતું અને એને જોયા પછી હું એટલો હસ્યો કે હું શ્વાસ લઈ શકતો ન હતો. આમિરે કહ્યું કે આમાં કશું જ ખોટું ન હતું અને મેં આને જોયા પછી ખૂબ જ એન્જોય કર્યું છે.

vtv app promotion

શું છે વીડિયોમાં?

કપિલ શર્માના શોની એક નાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં દેખાય છે કે કપિલ શર્માના શોમાં કાર્તિક આર્યન આવ્યા છે અને વીડિયોમાં સુનીલ ગ્રોવર આમિર ખાનના લૂકમાં દેખાઈ રહ્યા છે. તે કાર્તિક આર્યનને પૂછે છે કે શાદી હો ગઈ તુમ્હારી? આના પર કાર્તિક ખડખડાટ હસી પડે છે અને પાછળથી કપિલનો અવાજ આવે છે કે ના, ઇનકી નહીં હુઈ.

આ પણ વાંચો: પવનસિંહની બર્થડે પાર્ટીમાં દેખાઈ મિસ્ટ્રી ગર્લ કોણ? સુપરસ્ટાર સાથે કાપી કેક

વીડિયો થયો વાયરલ

આ પછી સુનીલ કહે છે કે અભી તક એક ભી નહીં હુઈ, જેના પર બધા જ ખડખડાટ હસે છે અને કાર્તિક આર્યન કહે છે કે એક ભી નહીં હુઈ, તો સુનિલ ગ્રોવર કહે છે કે શુરુ તો કરો. હવે આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેણે જોઈને રિએક્શન આપી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sunil Grover the Great Indian Kapil Show Aamir Khan

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ