બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:08 PM, 11 February 2026
બોલિવૂડ અભિનેતા ગોવિંદા જલ્દી કોઈ વસ્તુઓ પર રિએક્ટ નથી કરતાં પણ જ્યારે બોલે છે ત્યારે એ નથી જોતાં કે સામે મિત્ર છે કે શત્રુ. તેઓ સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિંમત ધરાવે છે. તેમણે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કરણ જોહરને ઘણું સંભળાવી દીધું. તેમણે વિક્કી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ 'ગોવિંદા મેરા નામ'ને લઈને ફિલ્મમેકર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે દાવો કર્યો છે એ ફિલ્મ તેમની કહાની પર આધારિત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું - 'સૌથી મોટી ઇવેન્ટ કહું હું, કોઈએ મારા નામથી પિક્ચર બનાવી દીધી. માય નેમ ઇઝ ગોવિંદા... ગોવિંદા મેરા નામ... આવું જ કઈંક છે મને નથી ખબર નથી. મને લાગે છે કરણ જોહરની હતી. તો એનો સબ્જેક્ટ હતો કે ગર્લફ્રેન્ડ સાથે ગડબડ થઈ જાય છે, અને વાઇફ-હસબન્ડની ભાગદોડ થઈ જાય છે. પછી વાઇફ હસબન્ડ પર શંકા કરવા લાગે છે અને હસબન્ડ વાઇફ પર કરવા લાગે છે.'

ADVERTISEMENT
ગોવિંદાએ ચેતવણી આપતા આગળ કહ્યું - 'તો આ પર્સનલ લાઇફની અંદર ક્યારેક-ક્યારેક બધાની સ્ટોરી ઘૂસાડવાનો પ્રયાસ કરવા લાગે છે લોકો. હાય ક્યાંક મારા હાથે ચઢી ગયો... તો આદરણીય રજનીકાંતની જેમ, એટલો પ્રસાદ આપીશ, અને ભરી મહેફિલમાં આપીશ. I Promise, no misbehave please. હું રિક્વેસ્ટ કરું છું. હાથ જોડીને, માજાક બધી જગ્યાએ બધી રીતે સારી નથી લાગતી.'
ADVERTISEMENT
ADVERTISEMENT
ગોવિંદાએ સુનિતા આહુજાની ડેબ્યૂ ફિલ્મ પર કહ્યું - 'આ સારું છે, ઘરે બેસી રહેશે તો વધારે ઇન્ટરવ્યુ આપશે, તો એ બહાર નીકળે, મને પ્રાર્થના કરે છે, સારું છે. ભગવાનને જઈને બધુ સારું-સારું કહે. મારુ નામ લીધા વિના, મારા વિશે ખોટું ન કહો. કોઈ આર્ટિસ્ટ માટે ખરાબ ન કહો. ખાસ કરીને જે ન્યુકમર આવી રહ્યા છે, હું બધાને ધન્યવાદ આપવા માંગીશ. ખાસ કરીને કોમલનો ધન્યવાદ કરું છું કે તમે એક શબ્દ ખરાબ નથી કહી રહ્યા. અને આ વિષય સાથે જોડાઈને તમે, ચર્ચામાં આવી જાઓ, કે ફેમસ થઈ જાઓ, આવો તમારો સ્વભાવ નથી. જે મારા આર્ટિસ્ટ છે, તે દમ પર નીકળશે.' જણાવી દઈએ કે કોમલ એ જ છે, જેના વિશે સુનિતાએ દાવો કર્યો હતો કે તેની સાથે એક્ટરનું અફેર છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, 'મને કોમલ નામથી નફરત છે. આ નામ બદલી નાખો. કોમલ નામની એક છોકરી છે, મને એનાથી નફરત છે.'
ADVERTISEMENT
આ પણ વાંચો: પહેલા સલમાન, રોહિત શેટ્ટી, પછી રણવીર અને હવે...! વધુ એકને બિશ્નોઈ ગેંગની ધમકી
જણાવી દઈએ કે ફિલ્મ ગોવિંદા નામ મેરા 2 કલાક 11 મિનિટની થ્રીલર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ ડાયરેક્ટ ડિજિટલ રીલીઝ હતી અને તે જિયો હોટસ્ટાર પર જોવા મળશે. ફિલ્મની વાર્તા કઈં ખાસ ન હતી, એટલા માટે જ IMDB પર આ ફિલ્મને 6.5 રેટિંગ મળેલી છે. ફિલ્મને શશાંક ખેતાને ડાયરેક્ટ કરી હતી અને આ 55 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.