બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / '10 કરોડ આપ, નહીંતર...' સિંગર બી પ્રાકને મળી બિશ્નોઈ ગેંગના નામથી ધમકી

મોહાલી / '10 કરોડ આપ, નહીંતર...' સિંગર બી પ્રાકને મળી બિશ્નોઈ ગેંગના નામથી ધમકી

Published By: Vidhata Gothi

Last Updated: 10:56 AM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

B Praak Receives Threat: બોલિવૂડ સિંગર બી પ્રાકને બિશ્નોઈ ગેંગના નામથી ધમકી મળી છે અને 10 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. માહિતી પ્રમાણે, સિંગરને વૉઇસ મેસેજ કરીને ધમકી આપવામાં આવી છે.

સિંગર બી પ્રાકને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. સિંગર બી પ્રાકને બિશ્નોઈ ગેંગના નામે ધમકીઓ મળી છે. લોરેન્સ ગેંગે તેમને ધમકી આપી છે અને દસ કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ ધમકી તેમને ઓડિયો રેકોર્ડિંગ પર આપવામાં આવી છે. ધમકીભર્યા ઓડિયો રેકોર્ડિંગ 6 જાન્યુઆરીના બપોરે પંજાબી સિંગર દિલનૂરને મોકલવામાં આવ્યા હતા.

પહેલા દિલનૂરને 5 જાન્યુઆરીએ બે વાર ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ દિલનૂરે કોલ રિસીવ ન કર્યો, એટલે 6 જાન્યુઆરીએ ફરીથી વિદેશી નંબર પરથી કોલ કરવામાં આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ આરજુ બિશ્નોઈ તરીકે આપી હતી. દિલનૂરની ફરિયાદ પ્રમાણે, તેણે કોલ રિસીવ કર્યો, પરંતુ જ્યારે વાત વિચિત્ર લાગવા લાગી, તો તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. આ પછી સિંગરને ધમકીભર્યો એક વોઇસ મેસેજ મોકલવામાં આવ્યો. સિંગર દિલનૂરે ધમકીની ફરિયાદ મોહાલી પોલીસમાં નોંધાવી છે. જણાવી દઈએ કે દિલનૂર બી. પ્રાક સાથે કામ કરે છે. આરજુ બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરે છે અને વિદેશમાં છુપાઈને બેઠો છે.

ફરિયાદ પ્રમાણે, કોલ પછી ધમકી ભર્યા વૉઇસ મેસેજ મોકલવામાં આવ્યા. ઓડિયો રેકોર્ડિંગ 6 જાન્યુઆરીએ બપોરે મોકલવામાં આવ્યું. ઓડિયોમાં કહેવામાં આવ્યું, 'હેલો... આરજુ બિશ્નોઈ બોલી રહ્યો છું. બી પ્રાકને મેસેજ કરી દેજે 10 કરોડ રૂપિયા જોઈએ. તારી પાસે એક અઠવાડિયાનો સમય છે. જે મરજી કોઈ પણ દેશમાં જતો રહે. આસપાસ તેની સાથેવાળું કોઈ પણ મળી ગયું તો નુકસાન કરી દેશું. આને ફેક કોલ ન સમજતા, મળીને ચાલશે તો ઠીક નહીં તો માટીમાં ભેળવી દઇશું.' મેસેજ મળ્યા પછી દિલનૂરે 6 જાન્યુઆરીએ જ એસએસપી મોહાલીને લેખિતમાં ફરિયાદ આપી હતી. કોલ પર મળેલી આ ધમકીની તપાસ ચાલી રહી છે.

vtv app promotion

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ લોરેન્સ ગેંગે દિલ્હીના રોહિણીમાં 25 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબાર એક ઉદ્યોગપતિના ઘરની બહાર કરવામાં આવ્યો હતો. આ પછી પશ્ચિમ વિહારમાં એક જીમ અને પૂર્વ દિલ્હીમાં એક ઉદ્યોગપતિને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બંને કિસ્સાઓમાં, પહેલા ફોન પર ધમકીઓ આપવામાં આવી, પછી ઘરની બહાર ગોળીબાર કરવામાં આવ્યો. જોકે, દિલ્હી પોલીસે બંને ઘટનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો: 'સૂર્યકુમાર યાદવ મને મેસેજ કરતાં હતા', દાવો કરનાર અભિનેત્રી પર 100 કરોડનો માનહાનિ કેસ, હવે કરી રહી છે 'ડેમેજ કંટ્રોલ'

હિટ થયા છે બી પ્રાકના ગીતો

બી પ્રાક બોલિવૂડમાં એક મોટું નામ છે. તેમનું સાચું નામ પ્રતીક બચ્ચન છે. તેઓ તેમના ભાવુક અવાજ માટે જાણીતા છે. તેમણે સંગીત નિર્માતા તરીકે તેમની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી તેમણે "મન ભરયા.." ગીત ગાયું અને કેસરી, ગુડ ન્યૂઝ અને શેરશાહ જેવી ફિલ્મો માટે ઘણા ગીતો ગાયા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

B Praak Receives Threat Bishnoi Gang Threat Lawrence Bishnoi

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ