બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / engine condition key tips for used car buyer

કાર ટિપ્સ / યુઝ કારને ખરીદતી વખતે સાવધાન! પહેલાં ચેક કરી લેજો આ ખાસ બાબત, નહીં તો આવશે રોવાના દહાડા

Arohi

Last Updated: 03:36 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Used Car Buying Tips: સેકેન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા તેને ચલાવીને જોઈ લેવી ખૂબ જ જરૂરી છે. આમ કરવા પર તમે ભારે નુકસાનથી બચી શકો છો. જુની કાર ખરીદતી વખતે હંમેશા સર્વિસ હિસ્ટ્રી ચેક કરો.

  • લેવી છે સેકેન્ડ હેન્ડ કાર? 
  • તો આ વાતોનું રાખો ધ્યાન 
  • નહીં તો થશે મોટુ નુકસાન 

ઘણા લોકો સેકેન્ડ હેન્ડ કાર લેવાનું વિચારતા હોય છે. જુની કાર ખરીદતી વખતે આપણે અમુક વાચોનું ધ્યાન રાખવું જોઈએ. કારનું એન્જિન બરાબર છે કે નહીં તે ચેક કરવું પણ ખૂબ જ જરૂરી છે. માટે સેકેન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા આ વાતોનું ખાસ ધ્યાન રાખો 

ટેસ્ટ ડ્રાઈવ 
કાર ખરીદતા પહેલા તેને જરૂરથી ચલાવી લો. આમ કરવાથી તમે ભારે નુકસાનથી બચી જશો. બની શકે છે કે તમે જે કારને ખરીદવા માંગો છો તેની કંડીશન સારી હોય પરંતુ ગાડીનું એન્જિન સંપૂર્ણ રીતે ખરાબ કે જર્જરીત થઈ ચુક્યું હોય. 

એવામાં કારને સારી રીતે ચલાવો અને અનુભવ કરો કે પાવરટ્રેનમાં કોઈ લેગ તો નથી. તેના ઉપરાંત એન્જિનના પાવર, ટોર્ક અને ફ્યૂલ એફિશિયંશી જેવી મહત્વપૂર્ણ વસ્તુઓનું પણ ધ્યાન જરૂર રાખો. 

સર્વિસ હિસ્ટ્રી 
જુની કાર ખરીદતી વખતે હંમેશા સર્વિસ હિસ્ટ્રી ચેક કરો. જો કોઈ કારનો સર્વિસ રેકોર્ડ સારો છે તો તેનો મતલબ છે કે તેને સારી રીતે રાખવામાં આવી છે. જો વાહનની નિયમિત સમય પર સર્વિસ ન કરવામાં આવે તો તો આગળ જઈને મોટો ખર્ચો ઉભો કરી શકે છે. 

ઈન્ટરનલ પાર્ટ
આજકાલ ઘણી કારોમાં ટર્બોચાર્જ એન્જિનની સાથે આવે છે. જો જુની કાર ટર્બોચાર્જ્ડ મોડલ છે તો આવી સ્થિતિમાં પાવરટ્રેનના ઈન્ટરનલ પાર્ટ્સને ચેક કરવું પણ ખૂબ જ જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ