બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / enginaring and phatrmcy admition prosess change

નવા નિયમ / એન્જિનિયરિંગ અથવા ફાર્મસી કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હવે આ રીતે લેવાશે એડમિશન

Published By: Ronak

Last Updated: 06:51 PM, 8 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માસ પ્રમોશેન આપવાને કારણે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં થયો ફેરફાર

  • એન્જિનિયરિંગ અને ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર 
  • પ્રવેશ માટે 50 ટકા ગુણ ગુકેટના રહેશે 
  • માસ પ્રમોશન બાદ ગુણભારની પદ્ધતિમાં ફેરફાર 

કોરોનાને કારણે આ વર્ષે ધોરણ 12 સાયન્સ પરીક્ષા રદ કરીને તેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. માસ પ્રમોશન મળ્યા બાદ વિદ્યાર્થીઓની ગુણભાર પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવશે. જેને કારણે તેમને આગળ અભ્યાસને લઈને સહાયતા મળી રહેશે.

50 ટકા ગુણ ગુજકેટના 

ખાસ કરીને એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે. તે વિદ્યાર્થીઓ માટે ગુણભારની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવેશ માટે 50 ટકા ગુણ ગુજકેટના રહેશે. તેમજ વિદ્યાર્થીને જે પરિણામ આપવામાં આવ્યું છે, તેમાથી 50 ટકા મેરિટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. 

ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ કરશે જાહેરાત 

અગાઉ વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે ગુજકેટના 60 અને ધોરણ 12ના પરિણમાં માથી 40 ટકા ગણાતા હતા. પરંતું આ વખતે કોરોનાને કારણે પરિક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી પ્રવેશની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે. 

કોરોનાને કારણે માસ પ્રમોશન 

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રદ કરવામાં આવી હતી. સાથેજ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું જેથી અગાઉ લીધેલી પરિક્ષામાંથી તેમનુ પરિણામ નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે આગળ પ્રવેશની પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

12 science addmition engineering gujarat એન્જિનિયરીંગ ધોરણ 12 સાયન્સ પ્રવેશ પ્રક્રિયા ફેરબદલી New rule

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ