બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Elon Musk renames Twitter to 'X'

યૂઝર્સ જાણજો / Twitterનો લોગો બદલાયો, ઈલોન મસ્કે આપ્યું આ નામ, તેની સાથે મસ્કનો 24 વર્ષ જુનો નાતો

Hiralal

Last Updated: 03:05 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈલોન મસ્ક ટ્વિટરનું નવું નામકરણ કરીને તેને 'X' નામ આપ્યું છે.

  • ટ્વિટરમાં અત્યાર સુધીનો મોટો ફેરફાર
  • ટ્વિટર હવે 'X' નામે ઓળખાશે
  • ઈલોન મસ્કે લગાડ્યો 'X' શબ્દનો લોગો 

ટ્વિટરના માલિક ઈલોન મસ્કે ટ્વિટરમાં એક મોટો ફેરફાર કરી દીધો છે. એલોન મસ્કે એલાન કર્યું છે ટ્વિટર હવે 'X' નામે ઓળખાશે એટલે કે ટ્વિટરને નવું નામ મળ્યું છે અને હવેથી 'X' લોગો દેખાશે. 

અત્યાર સુધીનો મોટો ફેરફાર 
એલોન મસ્કે 2022માં ટ્વિટર હસ્તગત કર્યું હતું તે પછી તેમણે તેમાં ઘણા સુધારા-વધારા કર્યાં હતા. સૌથી પહેલા ઘણા બ્લોક એકાઉન્ટ્સ ફરીથી શરૂ કરવામાં આવ્યા હતા. શબ્દ મર્યાદા પણ વધારવામાં આવી હતી. તે જ સમયે, તમામ જૂના બ્લૂ ટિકને દૂર કરવામાં આવ્યા હતા. બ્લૂ ટિક સબ્સ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત કોઇ પણ યૂઝર દર મહિને એક હજાર રૂપિયા આપીને બ્લૂ ટિક ખરીદી શકે છે. બ્લુ ટિક યૂઝર્સને ટ્વીટ્સને એડિટ કરવા સહિતની ઘણી સુવિધાઓ મળે છે. 

'X' શબ્દ સાથે મસ્કનો જુનો નાતો 
ઈલોન મસ્કનો ટ્વિટરના નવા લોગો 'X' સાથે 24 વર્ષ જૂનો સંબંધ છે. 1999માં ઈલોન મસ્કે x.com ઓનલાઇન બેન્કિંગ કંપનીની સ્થાપના કરી હતી. બાદમાં તેમણે PayPal સાથે મળીને કંપની હસ્તગત કરી હતી. 2017માં ઈલોન મસ્કે ફરી એકવાર PayPal વેબસાઇટનું યુઆરએલ x.com ખરીદ્યું હતું. ત્યારબાદ ઈલોન મસ્કે ટ્વિટ કર્યું હતું કે તે આ ડોમેન સાથે ભાવનાત્મક રૂપે ખૂબ જ જોડાયેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ