બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Electra Stumps first time displayed on big bash league, know about electra stumps

ક્રિકેટ / ક્રિકેટમાં હવે નવા જમાનાના ઈલેકટ્રા સ્ટંપ્સની એન્ટ્રી, ચોગ્ગા, છગ્ગા અને નો બોલમાં જમાવશે આકર્ષણ, ખાસિયતો રંગબેરંગી

Vaidehi

Last Updated: 06:02 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Electra Stumps: બિગ બેશ લીગ BBL 2023ની સીઝનમાં પહેલીવાર રંગબેરંગી ચમકતા ઈલેક્ટ્રા વિકેટ સ્ટંપ્સ જોવા મળ્યાં. મહિલા બિગ બેશ લીગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • BBL 2023માં ઈલેક્ટ્રા સ્ટંપ્સનું આગમન
  • હવે રંગબેરંગી ચમકતા સ્ટંપ્સ મેચ દરમિયાન જોવા મળશે
  • 5 અલગ-અલગ ડિસ્પ્લે કલર બન્યું આકર્ષણ

ઑસ્ટ્રેલિયાની ટી20 લીગ BBL 2023માં પહેલીવાર રંગીન ચમકતા ઈલેક્ટ્રા વિકેટ સ્ટંપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ખાસ પ્રકારનાં સ્ટંપ્સ છે. આ પહેલા તેનો ઉપયોગ મહિલા બિગ બેશ લીગમાં પણ થયો છે. તેવામાં હવે સવાલ એ થાય છે કે આખરે ઈલેક્ટ્રા સ્ટંપ્સ હોય છે શું? તેની શું ખાસિયતો હોય છે?

વિકેટ પર ચમકશે
રંગબેરંગી ચમકતા ઈલેક્ટ્રા સ્ટંપ્સનું મુખ્ય આકર્ષણ છે તેમા ચમકતી રંગીન લાઈટ્સ. આ રંગ દરેક પ્રકારનાં ઈશારા પર અલગ રંગનાં દેખાશે. જો કોઈ ખેલાડી આઉટ થાય છે તો તે લાલ રંગ ધારણ કરશે. જ્યારે વાઈડ કે નો બોલ પર તેનો રંગ બદલાઈ જશે. આ સ્ટંપ્સમાં અલગ-અલગ રંગો અને કલર કોમ્બિનેશનની ચમક છે જે અંપાયરનાં નિર્ણય અંગે માહિતી આપે છે.  આ નિર્ણયોનો બોલ, વિકેટ, બાઉન્ડ્રી અને ઓવરોની વચ્ચેનાં ટાઈમ આઉટ અંગેનાં હોઈ શકે છે.

5 અલગ-અલગ ડિસ્પ્લે
ઈંગ્લેંડનાં પૂર્વ ક્રિકેટર માઈકલ વોને જણાવ્યું કે આ રંગ કેવી રીતે ચમકે છે. મેચ શરૂ થયા બાદ સ્ટંપ્સ પાંચ અલગ-અલગ રંગ ડિસ્પ્લે કરશે.

BBL 2023માં ઈલેક્ટ્રા સ્ટમ્પ કેવી રીતે કામ કરશે?
આઉટ થવા પર લાલ રંગ અને પછી આગનાં રંગમાં ચમકશે
ચોગ્ગા પર- અલગ અલગ રંગ બદલશે
છગ્ગા પર તમામ રંગ ઉપરની તરફ આગળ વધશે
નો બોલ પર લાલ અને સફેદ લાઈટ સ્ટંપ્સની સાથે ફરે છે.
ઓવરની વચ્ચે પર્પલ અને બ્લૂ સ્ક્રોલની વચ્ચે એક પલ્સ ચમકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ