બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Election Commission Removes Home Secretaries Of 6 States, Bengal Top Cop

BIG NEWS / ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી સહિત 6 રાજ્યોના ગૃહ સચિવો હટાવાયા, ચૂંટણી પંચનો નિર્ણય

Hiralal

Last Updated: 02:58 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો નિર્ણય લીધો છે.

લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે યુપી અને ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવી દેવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે બંગાળના ડીજીપીને પણ હટાવાનો આદેશ આપ્યો છે જે રાજ્યોના ગૃહ સચિવોને હટાવાયા છે તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. 

કોણ છે ગુજરાતના ગૃહ સચિવ 
ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.નિર્વિવાદીત છબિ ધરાવતાં પંકજ જોષી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોષીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. વર્ષ 1989 બેચના આઈએએસ પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકેનો કાયમી હવાલો સંભાળે છે પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.
 

કયા કયા રાજ્યોના ગૃહ સચિવો હટાવાયા

ગુજરાત

બિહાર

ઝારખંડ

હિમાચલ

ઉત્તરાખંડ

બંગાળના ડીજીપી પણ હટાવાયા

ચૂંટણી પંચે મમતા સરકારને પણ મોટો ઝટકો આપ્યો છે અને બંગાળના ડીજીપીને હટાવી દીધાં છે. 

અધિકારીઓ હટાવવા પાછળ શું કારણ આપ્યું 
ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણીમાં સમાન તક મળે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીથી એક મજબૂત સંદેશ જાય છે કે લોકસભા ચૂંટણી 2024 એ જ સ્તર પર કરવામાં આવશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને 2016ની વિધાનસની ચૂંટણી દરમિયાન અને 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ચૂંટણી ફરજોમાંથી દૂર કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ