બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Eighth Governing Council meeting of Niti Aayog CM Bhupendra Patel presented the development vision of Gujarat

દિલ્હી / નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ વિઝન રજૂ કર્યું, આ લક્ષ્યો રખાયા

Kishor

Last Updated: 07:30 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી 10 ટકાથી વધુ કરવાનું લક્ષ્ય સ્પષ્ટ કર્યું હતું.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતિ 
  • દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી 10 ટકા થી વધુનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતો. આ દરમિયાન આગામી વર્ષોમાં દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી 10 ટકાથી વધુ કરવાનું લક્ષ્ય સ્પષ્ટ કર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતની નેમ સાથે વડાપ્રધાનએ આવનારા વર્ષોમાં ભારતને પાંચ ટ્રીલીયન યુ.એસ. ડોલર ઇકોનોમી બનાવવાનું આહવાન કર્યું છે. ગુજરાતે આ દિશામાં આગળ વધતા નેશનલ ઇકોનોમીમાં 10 ટકા થી વધુ સહભાગીતાનો લક્ષ્યાંક રાખ્યો છે.

Eighth Governing Council meeting of Niti Aayog CM Bhupendra Patel presented the development vision of Gujarat

ગ્રીન ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ગુજરાતે ધ્યાન કેન્દ્રિત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગની આ બેઠકના એજન્ડામાં સમાવિષ્ટ વિષયોમાં ગુજરાતની પ્રગતિ અને સિદ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. તેમણે કહ્યું કે, દેશના આ અમૃતકાળમાં ગુજરાતનો વિકાસ પાંચ સ્તંભના આધારે કરવાના નિર્ધાર સાથે આ વર્ષનું બજેટ 3 લાખ કરોડ રૂપિયાનું રાખ્યું છે. એટલું જ નહીં આ નાણાકીય વર્ષમાં લગભગ દોઢ ટકા ફિસ્કલ ડેફિસીટ સાથે ગુજરાત 13માં નાણાપંચના બધા જ માપદંડોનું પાલન પણ કરે છે.વધુમાં રાજ્યના વિકાસના જે પાંચ સ્તંભ પર બજેટમાં ફોકસ કરવામાં આવ્યું છે તેની વિગતો આપતા કહ્યું કે, ગરીબ અને જરૂરતમંદ વર્ગોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને સોશિયલ સિક્યુરિટી, માનવ સંસાધન વિકાસ, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોત્સાહનથી રોકાણો અને રોજગાર અવસરમાં વૃદ્ધિ તથા ગ્રીન ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ગુજરાતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.


દેશની રિન્યુએબલ એનર્જીની કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના 15 ટકા એટલે કે 20 ગીગાવોટ ક્ષમતા ગુજરાતે મેળવી લીધી છે.નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન અંતર્ગત વધારાની 100 ગીગાવોટ રીન્યુએબલ એનર્જી પ્રોડક્શનનો લક્ષ્યાંક ગુજરાતે નિર્ધારિત કર્યો છે, એમ પણ મુખ્યમંત્રીએ ગૌરવસહ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસ કાર્યો માટે કેન્દ્ર અને રાજ્યના ભિન્ન ભિન્ન ડેટા લેયર્સને પી.એમ. ગતિશક્તિ પ્લેટફોર્મ પર ઇન્ટીગ્રેટ કરનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે.

Eighth Governing Council meeting of Niti Aayog CM Bhupendra Patel presented the development vision of Gujarat

મુખ્યમંત્રીએ ગુજરાતની બેસ્ટ પ્રેક્ટિસિસને નીતિ આયોગની આ બેઠકમાં ઉજાગર કરતા કહ્યું કે, જમીન સંપાદન સાથો સાથ એરિયા ડેવલોપમેન્ટ માટે પણ હવે પી.એમ. ગતિ શક્તિનો ઉપયોગ થાય છે. આ પી.એમ. ગતિશક્તિ પ્લેટફોર્મના માધ્યમથી ભારત નેટની એસેટનો સદઉપયોગ કરીને સમગ્ર ગુજરાતમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા ફાઇવ-જી સર્વિસીસ શરૂ કરવામાં આવી રહી છે, તેનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. 

10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારી ગુજરાતે શરૂ કરી

હવે આગામી 2024 જાન્યુઆરીમાં યોજાનારી 10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારી ગુજરાતે શરૂ કરી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.કન્યા કેળવણીના વડાપ્રધાનએ શરૂ કરાવેલા અભિયાનને પરિણામે સ્કૂલમાં દીકરીઓના ડ્રોપઆઉટ રેટ 18 ટકાથી ઘટીને માત્ર બે ટકા થઈ ગયો છે. રાજ્યમાં PMJAY-MA યોજનામાં ૪૮ લાખથી વધુ લોકોની વિનામલ્યે સારવાર, ૩૩ જિલ્લાઓમાં કિમોથેરાપી સેન્ટર્સ અને ૨૭૨ સેન્ટર્સ ખાતે ડાયાલિસિસ સુવિધાના નેટવર્ક સહિતની સુવિધાઓની છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ