બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Eight people died in four accidents in Gujarat

ગોઝારો રવિવાર / ગુજરાતમાં ચાર અકસ્માતમાં આઠ લોકોના નિધન: ધ્રાંગધ્રામાં વાન પલટી, વઢવાણમાં ડમ્પરે બાઇક અડફેટે લીધું

Dinesh

Last Updated: 05:08 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Road Accident News : આજે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને વઠવાણ તેમજ પાટણના રાધનપુરમાં અને જૂનાગઢમાં રોડ અકસ્માતની ગમગીન ઘટનાઓ બની છે

  • સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અકસ્માતમાં 4ના મોત
  • વઢવાણમાં પણ રોડ અકસ્માતમાં 2 લોકોના મોત
  • રાધનપુર અને જૂનાગઢમાં પણ અકસ્માત


રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે. જેમાં બેફામ વાહન ડ્રાઈવ કે ઓવર સ્પિડ અને વાહનના મેન્ટેન્શના અભાવે રોડ અકસ્માતની ઘટનાથી અનેક નિર્દોષોના જીવ જઈ રહ્યાં છે. રોડ અકસ્માતની ઘટના અટકાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યાં છે છતાં પણ અનેક ઘટના ઘટી રહી છે. આજે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને વઠવાણ તેમજ પાટણના રાધનપુરમાં અને જૂનાગઢમાં રોડ અકસ્માતની ગમગીન ઘટનાઓ સામે આવી છે. 

ધ્રાંગધ્રામાં અકસ્માતમાં 4ના મોત
સુરેન્દ્રનગરના ધાંગધ્રા પાસે થયેલા અકસ્માતમાં 4 લોકોનાં મોત નીપજ્યા છે. અમદાવાદ-કચ્છ હાઇવે પર હરીપર ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતને નજરે જોનાર લોકોએ જણાવ્યું કે ચાલુ વાને ટાયર ફાટતાં વાને પલટી મારી હતી. સમગ્ર ઘટનામાં 4 લોકોનાં ઘટનાસ્થળે મોત થયા જ્યારે 1 ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ ઇન્દુમતીબેન જાદવ, યજ્ઞેશ જાદવ, રાધાબેન જાદવ અને ધનેશભાઇ ચાવડા તરીકે થઇ છે. સમગ્ર ઘટનાને લઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

વઢવાણમાં અકસ્માતમાં બે યુવકોનો કરૂણ મોત
સુરેન્દ્રનગરના વઢવાણમાં અકસ્માતમાં બે યુવકોનો કરૂણ મોત થયા છે. વઢવાણના કોઠારીયા ગામે બે યુવકો બાઈક લઈને જઈ રહ્યાં હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને અડફેટે લીધુ હતું જેમાં ડમ્પર નીચે આવી જતા બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા. તલસાણા ગામના યુવકો ડાયરામાં જઈ રહ્યાં હતા ત્યારે આ કરૂણ ઘટના બની. બંને યુવકોના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. .

પાટણમાં રોડ અકસ્માત
પાટણના રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.  અજાણ્યા વાહનની ટક્કરે બાઇકચાલકનું મોત થયું છે. નેશનલ હાઇવે નંબર 27 પર આ કરૂણ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મહેરામણ કોળી નામના યુવાનનું અકસ્માતમાં મોત થયું છે. 

જૂનાગઢમાં રોડ અકસ્માત
જૂનાગઢમાં બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મધુરમ રોડ પર 2 બાઈકનો અકસ્માત થયો હતો. બાઈક અકસ્માતના CCTV વીડિયો સામે આવ્યા છે. મૃતકની પત્નીએ અન્ય બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ