બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / તમારા કામનું / ' EFT' એક એવી ટ્રીટમેન્ટ જે હવે ગુજરાતમાં પગપેસારો થયો છે. શું છે આ જાણો?
Nidhi Panchal
Last Updated: 12:29 PM, 29 October 2024
તમને જાણીને નવાઈ લાગશે કે વિદેશી રોગો પણ અહીં પ્રવેશ કરી ચુક્યા છે. આવી જ એક બિમારી ઈમોશનલ ફ્રીડમ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે, જે એકદમ દુર્લભ છે. તેની દુર્લભતાનું પ્રાથમિક કારણ એ છે કે દર્દીઓને ઘણીવાર ખ્યાલ નથી હોતો કે તેઓ તેનાથી પીડિત છે. પરિણામે, આ સ્થિતિ વધુ સામાન્ય રીતે વિદેશી દેશો અને દક્ષિણ પ્રદેશોમાં જોવા મળે છે. આ સ્થિતિ કેવી રીતે વિકસે છે? આજે, અમે તેના માટે કઈ સારવાર ઉપલબ્ધ છે તે જણાવીશુ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઇમોશનલ ફ્રીડમ ટેકનિક(EFT) એે એક એવી બિમારી છે જેની જાણ જ ખાસા લાંબા સમય બાદ થતી હોય છે, કારણ કે આ બિમારીમાં માણસ સાથે બનેલી અમુક એવી ઘટનાઓ હોય જેની પ્રતિક્રિયારૂપે જન્મેલી લાગણીઓ અથવા ગુસ્સો લાંબો સમય રહેતો હોય છે. આ કારણે માણસ ડિપ્રેશનનો ભોગ પણ બને છે. આ નકારાત્મક લાગણીને EFT દ્વારા દુર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે ગુસ્સામાં હોવ તો EFT તમને શાંત કરવામાં મદદ કરી શકે છે. અથવા જો તમે કંઈક વિશે ચિંતિત હોવ તો તે તમારા વિચારોને સરળ બનાવવામાં મદદ કરી શકે છે. હવે આ બિમારીએ ગુજરાતમાં પગપેસારો કર્યો છે. જો કે આ બિમારીના ટ્રેનર ખુબ ઓછા છે અને આ બિમારી અંગે લોકોમાં જાગૃતતા જોવા મળતી નથી.
ADVERTISEMENT
EFT ટ્રીટમેન્ટ દરમિયાન, વ્યક્તિ ડિપ્રેશન કે ગુસ્સામાં હોય છે. આ બિમારીના ઇલાજરૂપે દર્દીના શરીરમાં ઉર્જા મેરીડીયનના અંતિમ બિંદુઓ હોય છે કે જેને ટ્રેનર દ્વારા ટેપ કરવામાં આવે છે. EFT શરીરના એક્યુપોઇન્ટને ઉત્તેજના સાથે જોડે છે. આ ટેકનીકમાં વ્યક્તિના શરીરના મેરીડીયન પોઈન્ટ પર જેમકે માથાની ટોચ, આંખની ભ્રમર, આંખોની નીચે, આંખોની બાજુ, કોલર બોન અને હાથની નીચે ટેપિંગ કરવામાં આવે છે. EFT મુજબ પ્રતિક્રિયાની ભાવનાત્મક તીવ્રતાને રેટિંગ આપવામાં આવે છે, જ્યાં સુધી ભાવનાત્મક તીવ્રતામાં કોઈ ફેરફાર ન આવે ત્યાં સુધી ટ્રિટમેન્ટ ચાલુ રાખવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં બહુ ઓછા EFT ટ્રેનર્સ છે. અમદાવાદમાં લગભગ 10 જેટલા ટ્રેનર છે. નારણપુરા અંકુર સોસાયટીમાં રહેતા પાયલ પટેલ SEE (સોસાયટી ફોર એનર્જી એન્ડ ઇમોશન્સ) તરફથી પ્રમાણિત EFT ટ્રેનર છે. તે પોતાના અનુભવના આધારે આ ડિસઓર્ડર વિશે સમજાવે છે. પાયલ પટેલ એક કિસ્સો જણાવતા કહે છે, '45 વર્ષની એક મહિલા આ ડિસઓર્ડરથી પીડિત હતી. તેણી 18 દિવસ સુધી સતત રડતી હતી. મનના ઉપજાઉ પાત્રો એની સામે દેખાતા હતા. એ યુવતી ડિપ્રેશનથી પીડિત હતી. આ યુવતીનો ઇએફટીથી ઇલાજ કરવા માટે અમારે એના ઘરે અઠવાડિયા સુધી રહેવું પડ્યું હતું. આ પછી એમની સ્થિતિમાં સુધારો આવ્યો હતો' પાયલ પટેલ ઉમેરે છે, 'આ બિમારી ખૂબ જ ગંભીર છે અને તેની સારવાર આંતરિક રીતે થવી જોઈએ દવાઓથી આ બિમારીનો ઈલાજ કરી શકાતો નથી."
ADVERTISEMENT
EFTના ટ્રેનર્સ માને છે કે એક્યુપંક્ચર પોઈન્ટને ટેપીંગ/ઉત્તેજક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓમાં સુધારણા માટે આધાર પૂરો પાડે છે. જોકે, EFTની અસરકારકતા થિયરી અને મિકેનિઝમ્સને "બાયોલોજી, એનાટોમી, ફિઝિયોલોજી, ન્યુરોલોજી, ફિઝિક્સ અથવા સાયકોલોજીના વિજ્ઞાન ટેકો આપતું નથી. સંશોધકોએ EFT માટેના સૈદ્ધાંતિક મોડલને "સ્યુડોસાયન્ટિફિક" તરીકે વર્ણવ્યું છે. અલબત ઇમોશનલ ફ્રિડમ ટેકનીકને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ એપ્રુવ કરી છે. આ બિમારીની ટ્રિટમેન્ટના ખર્ચ અંગે પાયલબેન પટેલે આપેલી માહિતી પ્રમાણે આ ટ્રીટમેન્ટનો બે દિવસનો પાંચ હજાર જેટલો ખર્ચ હોય છે. બિમારી જેટલી ગંભીર હોય એ પ્રમાણે એના સેશન સેટ થતા હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.