બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Education Minister Kuber Dindor got heated and told the knowledge assistant candidates clearly

વીડિયો વાયરલ / VIDEO/ '..જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો.' શિક્ષણમંત્રી કુબેર ડિંડોર થયા ગરમ, જ્ઞાન સહાયક ઉમેદવારોને ચોખ્ખે ચોખૂ સંભળાવી દીધું

Vishal Khamar

Last Updated: 05:31 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા બિનસરકારી અનુદાનિક માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને પૂર્ણ કરવા માટે 11 મહિનાનાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતું જ્ઞાન સહાયક યોજનાને લઈ વિરોધ ઉભો થયો છે.

  • શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો વીડિયો વાઈરલ
  • જ્ઞાન સહાયકના ઉમેદવારો સાથે વાતચીત
  • જ્ઞાન સહાયકમાં જેમને જોડાવુ હોઈ તે જોડાઈ શકે - કુબેર ડિંડોર

જ્ઞાન સહાયક ઉમેદવારો સાથે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કુબેર ડિંડોરે ઉમેદવારોને શિક્ષક ભરતીને લઈ જવાબ આપ્યો હતો. ઉમેદવારો કાયમી ભરતી માટે ઉમેદવારો લડત ચલાવી રહ્યા છે.  આ બાબતે કુબેર ડિંડોરે કહ્યું હતું કે જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું હોય તે જોડાઈ શકે છે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો. કાયમી ભરતી પણ કરવામાં આવશે. 

 થોડા દિવસ અગાઉ ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતુ
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કરાર આધારીત ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. પરંતું જાહેરાત પ્રસિદ્ધ થયા બાગ ટેટ તેમજ ટાટાની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોમાં વિરોધ ઉભો થવા પામ્યો હતો.  ત્યારે ઉમેદવારો દ્વારા માંગણી કરી હતી કે,  સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. તેમજ છેલ્લા 5 વર્ષથી ટેટ અને ટાટની પરીક્ષાનું આયોજન કરાયું નથી. સહિતની માંગ સાથે રાજ્યમાંથી આવેલા ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શિક્ષણ વિભાગે બહાર પાડ્યો હતો પરિપત્ર
શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (માધ્યમિક)ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (માધ્યમિક)ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ