બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Education Minister Dharmendra Pradhan's big update on CBSE board results, know what he said

સ્પસ્ટતા / વિદ્યાર્થીઓના મનની મૂંઝવણ દૂર કરી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને, CBSE બોર્ડ રિઝલ્ટ પર આપ્યું મોટું અપડેટ

Hiralal

Last Updated: 07:24 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને CBSE બોર્ડના પરિણામોને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન
  • નિયત સમયે જાહેર થશે 10 અને 12માં ધોરણના પરિણામ
  • સીબીએસઇ બોર્ડના પરિણામમાં કોઇ વિલંબ નથી
  • જુલાઈના અંત સુધીમાં જાહેર થઈ જશે 

CBSE બોર્ડના 10માં અને 12માં ધોરણના પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. બોર્ડનું પરિણામ જુલાઈના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે પરંતુ તે પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પરિણામને લઇને મોટી અપડેટ આપી છે. 

બોર્ડના પરિણામમાં વિલંબ નહીં 
શિક્ષણમંત્રીએ કહ્યું કે સીબીએસઇ બોર્ડના પરિણામમાં કોઇ વિલંબ નથી. સીબીએસઈની પરીક્ષા 15 જૂન સુધી ચાલી રહી હતી. ત્યાર બાદ ચેક કરવામાં 45 દિવસનો સમય લાગે છે. આજે માત્ર 30 દિવસ થયા છે. મેં ગઈકાલે સી.બી.એસ.ઈ. માં વાત કરી હતી. યોગ્ય સમયે પરિણામ આવશે. 

જુલાઈના અંતમાં જાહેર થશે પરિણામ
CBSE બોર્ડ રિઝલ્ટ જુલાઈના અંતમાં જાહેર થવાનું છે. રિઝલ્ટને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂંઝવણમાં હતા પરંતુ હવે ખુદ શિક્ષણમંત્રીએ સ્થિતિ સ્પસ્ટ કરી દીધી છે. 

જાહેર થયા બાદ  ‎cbseresults.nic.in પર જોઈ શકાશે પરિણામ 
‎એકવાર પરિણામ બહાર આવ્યા પછી તે cbseresults.nic.in પર સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે, results.gov.in. સત્તાવાર વેબસાઇટ ઉપરાંત પરિણામો digilocker.gov.in અને ઉમંગ એપ્સ પર પણ ઉપલબ્ધ થશે.‎ ‎આ વર્ષે સીબીએસઈની પરીક્ષા બે ટર્મમાં લેવાઈ ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બરમાં લેવાયેલી ટર્મ-1ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.‎ ‎સીબીએસઈએ ધોરણ 10 અને 12ની પરીક્ષા ભારત અને વિદેશમાં 26 દેશોમાં લીધી હતી.‎

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ