ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Education Minister big announcement, to start these classes of the school after Diwali
ADVERTISEMENT
ADVERTISEMENT
દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ થઈ શકે છે કેમ કે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શાળાઓ શરૂ કરવાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. કોરોના કાળમાં તમામ શાળા બંધ રાખવાના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે બાદ સંક્રમણ ઓછુ થતા રાબેતા મુજબ કેટલાક વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી શાળાઓમાં 1થી5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા નથી ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
કમિટીના નિર્ણય બાદ બેઠક કરી નિર્ણય કરાશે
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું છે. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ