બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Edible oil prices fall amid daily rising inflation

સારા સમાચાર / હાશકારો..સિંગતેલનો ડબ્બો સસ્તો થયો, આટલા રૂપિયાનો થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

Malay

Last Updated: 12:37 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવન જરૂરિયાતની વસ્તુને લઈને જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે. ત્યારે હવે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. જે એક સારા સમાચાર છે.

 

  • ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
  • સિંગતેલના ભાવમાં ઘટાડો
  • એક અઠવાડિયામાં ડબ્બે રૂ.50નો ઘટાડો

ગુજરાતમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. દરરોજ વધતી મોંઘવારીની વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલના ભાવમાં  ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1520-1600 બોલાઈ રહ્યો છે.

Groundnut oil prices fell marginally

સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો 
સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળતો હતો પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. થોડા દિવસ પહેલા ફક્ત 3 દિવસમા સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.100નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલાઈ ગયો હતો. પરંતુ આંશિક ભાવ ઘટાડો થતાં ગૃહીણીઓમાં થોડી રાહત થઈ છે.

ભાવમાં ઘટાડો થતાં મળી થોડી રાહત
સતત વધતા સિંગતેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યાં છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે, જેમાં ડબ્બામાં રૂપિયા 50નો ઘટાડો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલનો ડબ્બો 50 રૂપિયા જેટલો સસ્તો થયો છે. જે બાદ હવે સિંગતેલના ડબ્બાનો ભાવ  2750-2850 રૂપિયા થયો છે. સિંગતેલના ભાવમાં સતત વધારો થતો હતો જેને લઈ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં 50 રૂપિયા ઘટતા મધ્યમ વર્ગને થોડી રાહત મળી છે.  

કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1520-1600
કપાસિયા તેલના ભાવ વિશે વાત કરીએ તો કપાસિયા તેલના ભાવ રૂપિયા 1520-1600 થયા છે. ગત વર્ષે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખાં હતા. આ વર્ષે કપાસિયા તેલ કરતા સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં મંદી અને અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે. 

ત્રણ દિવસમાં થયો હતો રૂ.100નો વધારો
આપને જણાવી દઈએ કે, ગત 9 મેના રોજ સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો હતો. 3 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો હતો. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 860થી વધીને 2 હજાર 960 રૂપિયા થયા હતા. વેપારીઓએ લગ્નની સિઝનને કારણે ભાવ વધ્યો હોવાનું અનુમાન લગાવ્યો હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ