બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ED to arrest Dingucha's agent Bobby Patel

એક્શન / ડીંગુચાના એજન્ટ બોબી પટેલની ED કરશે ધરપકડ, 1 હજાર કરોડના નાણાકીય વ્યવહાર મામલે નોંધાઈ ફરિયાદ

Malay

Last Updated: 01:07 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા કબુતરબાજ બોબી પટેલ વિરુદ્ધ EDએ ફરિયાદ દાખલ કરી છે. હવે ED ટ્રાન્સફર વોરંટથી બોબી પટેલની ધરપકડ કરશે.

 

  • બોબી પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ
  • 1 હજાર કરોડના વ્યવહાર ખુલતા ફરિયાદ
  • બોબીએ 200થી વધુ લોકોને મોકલ્યા વિદેશ

ડીંગુચાનો કુખ્યાત એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારા બોબી પટેલ વિરુદ્ધ EDએ ફરિયાદ નોંધી છે. 1 હજાર કરોડના નાણાકીય વ્યવહાર ખુલતા બોબી પટેલ વિરુદ્ધ ઈડીએ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 

14 ડિસેમ્બરે કરાઈ હતી બોબીની ધરપકડ
47 વર્ષનો ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. 14 ડિસેમ્બરે તેની ધરપકડ કરાયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં અનેક બાબતો સામે આવી છે. તપાસમાં બોબીએ અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને વિદેશમાં ઘૂસણખોરી કરાવી હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર ઈમિગ્રેશનનો કુખ્યાત છેલ્લા 9 વર્ષથી લોકોને વિદેશ મોકલવાનું કામ કરતો હતો. 

EDએ ભરત ઉર્ફે બોબી પટેલની સામે નોંધી ફરિયાદ
ડીંગુચા ગામના પરિવારને અમેરિકા મોકલનારા બોબી પટેલે 1 હજારના કરોડના નાણાકીય વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં સામે આવતા EDએ તેની સામે ફરિયાદ નોંધી છે. એવું કહેવામાં આવવી રહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ટ્રાન્સફર વોરંટથી બોબી પટેલની ધરપકડ કરશે. 

બોબી પટેલ વિરુદ્ધ વિઝા કૌભાંડના નોંધાયા ગુના
અત્રે ઉલ્લેખનીય છે કે, યુએસ-કેનેડા બોર્ડર પર ગત 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલાં એક બાળક સહિતની ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી હતી. આ અંગેની માહિતી તેમણે ભારતના હાઈ કમિશનને આપી હતી. જે બાદ ભારતના હાઈકમિશને જણાવ્યું હતું કે, કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે. તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર-3) છે.

Arrest of Bobby Patel who sent Dingucha village family to America

કૌભાંડમાં પણ બોબી પટેલનું આવ્યું હતું નામ 
જે બાદ આ મામલે તપાસ કરતા એવું કારસ્તાન પોલીસને જાણવા મળ્યું કે જેણે ઉચ્ચ અધિકારીઓને પણ ચોંકાવી દીધા હતા. પરિવારના મૃત્યુ બાદ પોલસની તપાસમાં એજન્ટ બોબી પટેલનું નામ સામે હતું. આ કેસ સાથે સંકળાયેલા ગુજરાત પોલીસના એક ઓફિસરે જણાવ્યું હતું કે, ભરત ઉર્ફે બોબી પટેલ ગુજરાતના સૌથી કુખ્યાત ઈલિગલ ઈમિગ્રેશન એજન્ટો પૈકીનો એક છે. તેની પાસે 28 ગેરકાયદે પાસપોર્ટ છે અને તેમાંથી કેટલાકમાં તેની બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન પણ છે. તેણે વિગતોમાં સામાન્ય ફેરફાર કરીને દેશના પશ્ચિમ ભાગમાં આવેલી પાસપોર્ટ ઓફિસોમાંથી થોડા થોડા સમયના અંતરે વિવિધ પાસપોર્ટો બનાવડાવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં થયેલા IELTSના પેપર કૌભાંડની તપાસમાં પણ બોબી પટેલનું નામ આવ્યું હતું. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ બોબી પટેલ વોન્ટેડ હતો. તેની 14 ડિસેમ્બરે ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન SMCએ મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ