બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરીના કપૂર અને રણબીર કપૂરનાં કઝિન અને રીમા જૈનનાં દીકરા અરમાન જૈનની મની લોન્ડરિંગ કેસમાં હાકલ કરી છે. અરમાજ જૈનને ટોપ્સ ગ્રૂપ સાથે સંકળાયેલી બાબતમાં પૂછપરછ માટે સનમ પાઠવવામાં આવ્યું છે. આ કેસમાં મંગળવારે ઈડીનાં અધિકારીઓએ અરમાન જૈનનાં સાઉથ મુંબઈ સ્થિત ઘર પર રેડ પાડી હતી, જે રેડ બે કલાક ચાલી હતી. રાજીવ કપૂરનાં નિધનને લીધે આ કેસમાં વધુ કોઈ કાર્યવાહી નથી થઈ શકી.
ADVERTISEMENT

ઘરની તપાસ બાદ પૂછપરછ માટે સમન
ADVERTISEMENT
આ કેસમાં અરમાન જૈનનું નામ શિવ સેનાનાં ધારાસભ્ય પ્રતાપ સરનાઇકનાં દીકરા વિહંગને લીધે આવ્યું છે. વિહંગની હાલ આ કેસમાં પૂછપરછ ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે, પૂછપરછ દરમિયાન વિહંગનાં ફોનનો ડેટા ઈડીનાં અધિકારીઓએ લીધો છે. જેમાં અમુક એવી વાતચીત જાણવા મળી છે જેથી શંકા ઉદ્ભવી છે. ત્યારબાદ આ કેસમાં ઈડીએ અરમાનનાં ઘરની તપાસ કરી અને હવે સમન પાઠવ્યો છે.
ADVERTISEMENT
સિક્યોરિટીનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ટોપ્સ ગ્રૂપને MMRDAની સાઇટ્સની સિક્યોરિટીનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કોન્ટ્રાક્ટ અંતર્ગત ટોપ્સ ગ્રૂપને MMRDAની સાઇટ્સ પર ધ્યાન આપવાનું હતું. તેમાં ગ્રૂપનાં એક અધિકારીએ આરોપ લગાવતા કહ્યું કે જેટલા સિક્યોરિટી ગાર્ડ્સ કાયદેસરરીતે બતાવવામાં આવ્યા હતા તેટલા છે નહીં. માટે ટોપ્સ ગ્રૂપને આ કોન્ટ્રાક્ટ અપાવનાર સરનાઇકની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ અગાઉ પણ પૈસાની લેતી દેતીની વાત સામે આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પૈસાની લેવડ દેવડ અંગે પૂછપરછ કરાઈ હતી
પ્રતાપ સરનાઇક અને તેનાં નાના દીકરા પુરવેશની પણ પૂછપરછ કરવામાં આવી છે. નવેમ્બર 2020માં ઈડીનાં અધિકારીઓએ સરનાઇકના થાણે સ્થિત ઘર પર રેડ પાડી હતી. ત્યારબાદ વિહંગને ઈડી ઓફિસ લઈ ગઈ હતી. વિહિંગ પાસેથી ટોપ્સ ગ્રૂપ અને સરનાઇકનાં અંગત લોકો વચ્ચે થયેલ પૈસાની લેવડ દેવડ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
ઘણી ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ છે
અરમાન જૈન ફિલ્મ લેકર હમ દિવાના દિલમાં જોવા મળ્યો હતો. તે ઉપરાંત અરમાન સ્ટુડન્ટ ઓફ ધ યર, એક મૈં ઔર એક તુ અને માય નેમ ઈઝ ખાન જેવી ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. હાલ કપૂર પરિવાર મુશ્કેલીઓમાં ઘેરાયેલો છે અને અરમાનનાં મામા રાજીવ કપૂરનાં નિધન બાદ પરિવાર શોકમાં છે તેવામાં ઈડીનો કેસ આવવાથી કપૂર પરિવારની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અરમાનનાં થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા જેમાં આખી કપૂર ફેમિલીએ ધમાલ મચાવી હતી. અરમાન અને તેની પત્ની અનીસાનાં રિસેપ્શનનાં ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા હતા. કપૂર પરિવારનાં દીકરાનાં લગ્નમાં બોલિવૂડથી લઈને રાજનીતિક હસ્તીઓ પણ સામેલ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.