બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ED action now in Mahadev's name betting, ED seized 417 crores from Mahadev app promoter there

કાર્યવાહી / અંબાણીના લગ્ન ઝાંખા પડે એટલો ખર્ચો! મહેમાનો માટે ચાર્ટર્ડ પ્લેન, 120 કરોડનો તો વેડિંગ પ્લાનર: લગ્ન કરીને EDની નજરમાં આવ્યો સટોડિયો સૌરભ, 417 કરોડની સંપત્તિ એટેચ

Priyakant

Last Updated: 11:32 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahadev Online Betting Case News: મહાદેવ એપના પ્રમોટરે લગ્ન માટે 120 કરોડ રૂપિયામાં વેડિંગ પ્લાનર રાખ્યા, 42 કરોડ રૂપિયા તો રોકડા આપ્યા, EDની કાર્યવાહીમાં 417 કરોડ જપ્ત

  • મહાદેવના નામે ચાલતી સટ્ટાબાજીમાં હવે ED ની કાર્યવાહી
  • EDએ મહાદેવ એપના પ્રમોટરને ત્યાં 417 કરોડ જપ્ત 
  • લગ્ન માટે 120 કરોડ રૂપિયામાં વેડિંગ પ્લાનર રાખ્યા, 42 કરોડ રૂપિયા તો રોકડા આપ્યા 
  • લગ્ન માટે સંબંધીઓ ખાનગી જેટ દ્વારા UAE પહોંચ્યા 

Mahadev Online Betting Case : છત્તીસગઢના ઔદ્યોગિક શહેર ભિલાઈના સૌરભ ચંદ્રાકરનું નામ હવે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ અને ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની યાદીમાં ભવ્ય લગ્નો અને ભવ્ય પાર્ટીઓ યોજવા માટે જોડાયુ છે. વાત જાણે એમ છે કે, તેણે લગ્ન માટે 120 કરોડ રૂપિયામાં વેડિંગ પ્લાનર રાખ્યા અને 42 કરોડ રૂપિયા તો રોકડા આપવામાં આવ્યા હતા. આ સાથે તેને મહેમાનોને લેવા અને મૂકવા માટે ચાર્ટર પ્લેનની પણ વ્યવસ્થા કરી હતી .આ લગ્નમાં ફિલ્મી દુનિયાના ઘણા પ્રખ્યાત લોકોએ પણ હાજરી આપી હતી. આ લગ્નમાં 200 કરોડ રૂપિયા પાણીની જેમ ખર્ચાયા હોવાનો અંદાજ છે. જોકે હવે તે EDના અધિકારક્ષેત્રમાં આવી ગયો છે. આ ટફ હવે કાર્યવાહી દરમિયાન તપાસ એજન્સીએ 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. 

મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર મૂળ ભિલાઈ છત્તીસગઢના રહેવાસી અને તેમના ભાગીદાર રવિ ઉપ્પલ છે. બંને દુબઈમાં તેમના હેડક્વાર્ટરથી વ્યવસ્થિત રીતે સટ્ટાબાજીની સિન્ડિકેટ ચલાવે છે. ચંદ્રાકરે આ વર્ષે ફેબ્રુઆરીમાં UAEના છઠ્ઠા સૌથી મોટા શહેર RAKમાં લગ્ન કર્યા હતા. આ માટે તેણે પોતાના વેડિંગ પ્લાનરને 120 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. લગ્નમાં પરફોર્મ કરવા માટે નાગપુરથી પરિવારના સભ્યોને લાવવા અને બોલીવુડની હસ્તીઓને લાવવા માટે ખાનગી જેટ ભાડે લેવામાં આવ્યા હતા. EDએ કહ્યું છે કે, હવાલા દ્વારા તમામ ચૂકવણી રોકડમાં કરવામાં આવી હતી.

શું કહ્યું ED એ ? 
આ તરફ કાર્યવાહીને અંતે EDએ જણાવ્યું છે કે, જપ્ત કરવામાં આવેલા ડિજિટલ પુરાવા મુજબ યોગેશ પોપટની આર-1 ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હવાલા દ્વારા 112 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. રોકડમાં ચૂકવણી કરીને 42 કરોડ રૂપિયાની હોટેલ બુકિંગ કરવામાં આવી હતી. 

મુખ્યમંત્રી બઘેલના સહયોગી સુધી તપાસ 
EDએ મહાદેવ એપ સટ્ટાબાજીની સિન્ડિકેટ વિરુદ્ધ રાયપુર, ભોપાલ, કોલકાતા અને મુંબઈમાં 39 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના રાજકીય સલાહકારનું પરિસર પણ સામેલ છે. ભૂપેશ બઘેલના રાજકીય સહયોગીઓ પર આરોપ છે કે, તેઓ આરોપીઓને રક્ષણ આપવા માટે મોટી લાંચ લેતા હતા. આ કેસમાં તપાસ એજન્સીએ ઓછામાં ઓછા 15 લોકોની ધરપકડ કરી છે. 

અનેક મોટા સ્ટાર આવ્યા હતા લગ્નમાં 
માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરના લગ્નમાં સન્ની લિયોન, નેહા કક્કર, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કીર્તિ ખાબંદા, નુસરત ભરૂચા, રાહત ફતેહ અલી ખાન, વિશાલ દદલાની, આતિફ અસલમ, અલી અસગર, એલી અવરામ, ટાઇગર શ્રોફ, કૃષ્ણા અભિષેક અને પુલકિત સ્ટેજ પરફોર્મન્સ માટે બોલાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સૌરભે આ તમામ ફિલ્મ સ્ટાર્સને મોટી રકમ આપી હતી. 

'મહાદેવ બુક' ઓનલાઈન સટ્ટાબાજી
'મહાદેવ બુક' ઓનલાઈન સટ્ટાબાજીની એપ એ ઓનલાઈન સટ્ટાબાજી માટેનું  વિવાદાસ્પદ નામ છે. તેના કથિત મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ કેસમાં સર્ચ ઓપરેશન દરમિયાન 417 કરોડ રૂપિયાની રોકડ અને સંપત્તિ જપ્ત કરી છે. EDએ ઘણા વધુ ખુલાસા કર્યા છે. તેમના કહેવા પ્રમાણે 'મહાદેવ બુક'ના બે પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં પોતાનું એક સામ્રાજ્ય બનાવ્યું છે. બંને યુએઈના દુબઈથી ઓપરેટ કરે છે . તેના પ્રમોટરોમાંના એક સૌરભ ચંદ્રકરે આ વર્ષે UAEમાં લગ્ન કર્યા છે. એવા આલીશાન લગ્ન કે જેમાં 200 કરોડ રૂપિયા ખર્ચાયા.

લગ્ન માટે સંબંધીઓ ખાનગી જેટ દ્વારા UAE પહોંચ્યા 
સૌરભ ચંદ્રાકરે ફેબ્રુઆરીમાં સંયુક્ત આરબ અમીરાતના આરએકે (રાસ અલ-ખૈમાહ)માં લગ્ન કર્યા હતા. મહાદેવ એપીપીના પ્રમોટરોએ લગ્ન સમારોહમાં અંદાજે રૂ. 200 કરોડ રોકડા ખર્ચ્યા હતા. આ લગ્નમાં સૌરભના સંબંધીઓ ભાડે લીધેલા ખાનગી જેટ દ્વારા નાગપુરથી UAE પહોંચ્યા હતા. વેડિંગ પ્લાનર્સ, ડાન્સર્સ, ડેકોરેટર્સ વગેરેને મુંબઈથી રાખવામાં આવ્યા હતા અને રોકડ ચૂકવણી માટે હવાલા ચેનલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એક ખાનગી મીડિયાએ ઈડીના સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, લગ્ન સમારોહમાં પરફોર્મ કરવા માટે બોલિવૂડની ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેનો વીડિયો એજન્સીના હાથમાં છે. મુંબઈની એક ઈવેન્ટ કંપનીએ એ કલાકારોને ફી ચૂકવી હતી. સૌરભ ચંદ્રાકરના લગ્નમાં ટાઈગર શ્રોફ, નેહા કક્કર, ભાગ્યશ્રી, આતિફ, વિશાલ દદલાની જેવા કલાકારો પરફોર્મ કરવા પહોંચ્યા હતા.

ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી કેવી રીતે કામ કરે છે?
મહાદેવ બુક તેની વેબસાઈટ પર પોતાને સટ્ટાબાજી ઉદ્યોગમાં અગ્રણી ઓનલાઈન આઈડી પ્રદાતા તરીકે વર્ણવે છે. વેબસાઇટ અનુસાર તેઓ ટોચની જુગાર સાઇટ્સ ઓફર કરે છે. ED અનુસાર 'મહાદેવ બુક' ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઇટ્સ માટે નવા વપરાશકર્તાઓની વ્યવસ્થા કરે છે. ઉપરાંત બુકીઓના યુઝર આઈડી બનાવવા અને બેનામી બેંક ખાતાઓમાં નાણાં મોકલવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ગોઠવતી એક મોટી સિન્ડિકેટ છે.  ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ 'મહાદેવ બુક' એપની ઈડી અને ઘણા રાજ્યોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ED દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે, સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા મહાદેવ ઓનલાઈન બુકનું કેન્દ્રીય મુખ્ય કાર્યાલય UAEમાં છે. તે 70:30 ના નફાના ગુણોત્તરમાં સહયોગીઓને ફ્રેન્ચાઇઝ આપીને ચાલે છે. સટ્ટાબાજીની રકમ વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવા માટે હવાલા કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવે છે. ભારતમાં સટ્ટાબાજીની વેબસાઇટ્સની જાહેરાતો પર પણ મોટી રકમનો ખર્ચ કરવામાં આવે છે.  

417 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત 
એક અહેવાલ મુજબ EDએ આ વર્ષની શરૂઆતમાં આ કેસની તપાસ શરૂ કરી હતી. છત્તીસગઢના ભિલાઈના રહેવાસી ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઈન બુકના મુખ્ય પ્રમોટર હોવાનું બહાર આવ્યું હતું. તેની તાજેતરની કાર્યવાહીમાં EDએ મહાદેવ બુક એપીપીના મની લોન્ડરિંગ ઓપરેશનમાં સામેલ અન્ય મુખ્ય ખેલાડીઓની ઓળખ કરી છે. ગયા મહિને EDએ છત્તીસગઢમાંથી આ સટ્ટાબાજીની સિન્ડિકેટ સાથે સંકળાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી હતી. એજન્સી અનુસાર આ લોકો 'પ્રોટેક્શન મની'ના રૂપમાં સરકારી અધિકારીઓને લાંચ આપતા હતા.

અત્યાર સુધીમાં રાયપુર, ભોપાલ, મુંબઈ અને કોલકાતામાં 39 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 417 કરોડની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. એજન્સી બે કિંગપિન ચંદ્રાકર અને ઉપ્પલ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની પ્રક્રિયામાં છે. રાયપુરની એક વિશેષ પીએમએલએ કોર્ટે બંને શકમંદો વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યું છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

કોણ છે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ?
સૌરભ ચંદ્રાકર પાસે અગાઉ છત્તીસગઢના ભિલાઈમાં મહાદેવ જ્યુસ સેન્ટરના નામથી નાની જ્યુસની દુકાન હતી. તે કેટલીક ઓનલાઈન સટ્ટાબાજીની એપ પર સટ્ટો લગાવતો હતો. જેમાં 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. સૌરભ ચંદ્રાકરનો મિત્ર રવિ ઉપ્પલ પણ સટ્ટામાં લગભગ 10 લાખ રૂપિયા હારી ગયો હતો. પૈસા પડાવવા માટે સટ્ટાબાજીની સિન્ડિકેટના દબાણ હેઠળ ચંદ્રાકર અને ઉપ્પલ બંને ભિલાઈથી દુબઈ ભાગી ગયા હતા. બંનેએ દુબઈમાં નાની-મોટી નોકરી કરી હતી. પછી કોઈક રીતે તેણે મહાદેવ બુક એપ નામની સટ્ટાબાજીની એપ લોન્ચ કરવા માટે પૈસા ભેગા કર્યા. તેની શરૂઆતથી મહાદેવ ઓનલાઈન બુક સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ તે અન્ય દેશોમાં ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ