ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:22 PM, 5 March 2026
ADVERTISEMENT
આજે ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ દાહોદ બોટાદ બાદ કચ્છના ભચાઉમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો. ગુજરાતના સરહદી કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપની હલચલ અનુભવાઈ છે. ભચાઉ નજીક આવેલા વિસ્તારમાં આજે બપોરે લગભગ 1 વાગીને 43 મિનિટે ધરતી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. અચાનક ધરતી ધ્રુજતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો, જોકે કોઈ જાનહાનિ કે મોટી નુકસાનની માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT

કચ્છ જિલ્લો ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે અને અહીં સમયાંતરે હળવા થી મધ્યમ તીવ્રતાના આંચકા અનુભવાતા રહે છે. ખાસ કરીને વાગડ ફોલ્ટલાઇન વિસ્તારમાં સતત ભૂકંપીય પ્રવૃત્તિ જોવા મળે છે. વર્ષો પહેલા આવેલા વિનાશકારી ભૂકંપને અઢી દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કચ્છની ધરા હજુ પણ સંપૂર્ણ રીતે શાંત થઈ નથી અને સમયાંતરે આવા આંચકાઓનો અનુભવ થતો રહે છે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે આજે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપની ઘટનાઓ નોંધાઈ છે. સવારે લગભગ 11 વાગીને 55 મિનિટે દાહોદ જિલ્લામાં 2.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃPSI પરીક્ષા પાસ કરનાર લેડી કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતાં ચકચાર
ત્યારબાદ બપોરે લગભગ 3 વાગીને 8 મિનિટે બોટાદ જિલ્લામાં પણ 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. એક જ દિવસે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આંચકા નોંધાતા લોકોમાં થોડો ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.