હવે તમે પણ પોસ્ટ ઓફિસ દ્વારા દર મહિને તગડી કમાણી કરી શકો છો અને તેના માટે તમારે માત્ર 5000 રૂપિયા ખર્ચવા પડશે. ચાલો જાણીએ.
પોસ્ટ ઓફિસ સાથે જોડાઈને કમાવો રૂપિયા
માત્ર 5000 રૂપિયાથી શરૂ કરો બિઝનેસ
દર મહિને થશે બંપર કમાણી
પોસ્ટ ઓફિસ સાથે જોડાઈને તમે દર વર્ષે લાખો રૂપિયા કમાઈ શકો છો. અહીં અમે તમને પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી વિશે જણાવી રહ્યાં છે. એટલે કે તમે પોસ્ટ ઓફિસ ખોલીને પૈસા કમાવી શકો છો. અત્યારે દેશમમાં લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે. જોકે, દરેક જગ્યાએ પોસ્ટ ઓફિસની પહોંચ નથી. જેના કારણે તેની ફ્રેન્ચાઈઝી આપવામાં આવી રહી છે. ચાલો જાણીએ કઈ રીતે ફ્રેન્ચાઈઝી લેવી.
તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. પ્રથમ ફ્રેન્ચાઇઝી આઉટલેટની છે અને બીજી પોસ્ટલ એજન્ટ્સની ફ્રેન્ચાઇઝી છે. તમે આમાંથી કોઈપણ ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. આ ઉપરાંત આવા એજેન્ટ્સ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી ડોર ટૂ ડોર પહોંચાડે છે. તેને પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઇઝી તરીકે ઓળખાય છે.
કોણ લઈ શકે છે ફ્રેન્ચાઇઝી
ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈ શકે છે.
ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિ પાસે માન્ય શાળામાંથી 8મું ધોરણ પાસનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
ફ્રેન્ચાઇઝી માટે અરજી કરવા સૌ પ્રથમ તમારે ફોર્મ ભરવું પડશે અને સબમિટ કરવું પડશે.
સિલેક્શન થવા પર ઇન્ડિયા પોસ્ટ સાથે એક એમઓયુ પર સાઈન કરવું પડશે.
માત્ર 5000 રૂપિયા ખર્ચ કરવા પડશે
તમને જણાવી દઈએ કે આ ફ્રેન્ચાઇઝી લેવા માટે તમારે ફક્ત 5000 રૂપિયા ખર્ચ કરવા પડશે. ફ્રેન્ચાઇઝ મેળવ્યા પછી તમે કમિશન દ્વારા કમાણી કરી શકો છો. તે તમારા કામ પર નિર્ભર છે કે તમે કેટલી કમાણી કરી શકો છો.
ઓફિશિયલ વેબસાઈટ પર કરો વિઝિટ
આ સિવાય આ ફ્રેન્ચાઇઝી માટે તમારે પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઈટ પર સૂચના વાંચવી જોઈએ અને ફક્ત સત્તાવાર સાઇટથી જ અરજી કરવી જોઈએ. તમે અરજી કરવા આ સત્તાવાર લિંક પર ક્લિક કરી શકો છો (https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf). અહીંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને ફ્રેન્ચાઇઝ માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે જે લોકોની પસંદગી કરવામાં આવશે તેમને પોસ્ટ વિભાગ સાથે એક એમઓયુ સાઈન કરવો પડશે. તો જ તે ગ્રાહકોને સુવિધા પૂરી પાડી શકશે.
કેવી રીતે થાય છે કમાણી
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝીની કમાણી કમિશન પર છે. આ માટે પોસ્ટ ઓફિસમાંથી પ્રોડક્ટ્સ અને સેવાઓ આપવામાં આવે છે. આ તમામ સેવાઓ પર કમિશન આપવામાં આવે છે. MOUમાં કમિશન અગાઉથી જ નક્કી કરી લેવામાં આવે છે.
કેટલું કમિશન મળે છે
રજિસ્ટર્ડ આર્ટિકલ્સની બુકિંગ પર 3 રૂપિયા
સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સની બુકિંગ પર 5 રૂપિયા
100થી 200 રૂપિયાના મની ઓર્ડરની બુકિંગ પર 3.50 રૂપિયા
200 રૂપિયાથી વધુના મની ઓર્ડર પર 5 રૂપિયા
દર મહિને રજિસ્ટ્રી અને સ્પીડ પોસ્ટના 1000થી વધુ બુકિંગ પર 20% એક્સ્ટ્રા કમિશન