બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Earl Donald set fire to a police van in Ahmedabad

ગુંડાના અભરખા / કાંઇક નવું કરવાની ઇચ્છા થઇ તો પોલીસવાનમાં યુવકે વહેલી પરોઢે આગ લગાવી, એલિસબ્રિજમાં ફેમસ થવાની ઘેલછામાં કરતૂત

Kishor

Last Updated: 12:09 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અર્લ ડોનાલ્ડ નામના શખ્સે કાંઈક નવું કરવાની ઈચ્છા થયા બાદ રાતોરાત ફેમસ થવાની ઘેલછામાં પોલીસવાનમાં આગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે અર્લ ડોનાલ્ડને સંકજામાં લઈ કાર્યવાહી આગળ ધપાવી છે.

  • એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની બહારની ઘટના
  • પોલીસવાનમાં યુવકે વહેલી પરોઢે આગ લગાવી 
  • પોલીસે આરોપીને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી

યુવાઓને ડોન, ભાઇ, ગુંડા બનવાના અભરખા એટલા બધા વધી ગયા છે કે તે રાતોરાત ફેમસ થવા માટે કોઇ પણ હદ સુધી જતા હોય છે. કોઇ પણ ઘટનાને અંજામ આપીને ગુનાની દુનિયામાં પગલું મૂકતા હોય છે અને બાદમાં તેમને પોલીસનો પણ ડર રહેતો નથી. પોલીસના મનમાં ગુનેગારો માટેનો ખોફ ઊભો કરવા માટે એક યુવક પોલીસ સ્ટેશનની બહાર પડેલી પોલીસવાનમાં આગ લગાવીને નાસી ગયો હોવાની ઘટના સામે આવી છે. વહેલી પરોઢે યુવક પોતાનું બુલેટ લઇને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પાસે આવ્યો હતો અને બાદમાં પોલીસવાનની પાછળની સીટ પર બેસીને આગ લગાવી દીધી હતી. 

Image
અર્લ ડોનાલ્ડ માકર્સ નામના યુવક વિરુદ્ધ કાર્યવાહી

વાનમાં આગ લાગી ગયા બાદ યુવક બિનદાસ્ત ત્યાંથી જતો રહ્યો હતો. જોકે આગ ધીમે ધીમે પ્રસરતાં તેની જાણ પોલીસ કર્મચારીઓને થઇ હતી. યુવકની તમામ હરકત સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જતાં પોલીસે અંતે તેને ઝડપી પાડી તેની ભાઇગીરી કાઢી નાખી છે. પીએસઆઇ એસ.એચ.મછારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં અર્લ ડોનાલ્ડ માકર્સ નામના યુવક વિરુદ્ધ સરકારી સંપત્તિને નુકસાન કરવાની ફરિયાદ કરી છે.

Image

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી 

આંબાવાડી વિસ્તારમાં રહેતા અર્લ માકર્સ પર આરોપ છે કે તેણે પોલીસ સ્ટેશનની બહાર પડેલી પોલીસવાનમાં આગ લગાવી છે. ગઇ કાલે વહેલી પરોઢે પોલીસવાનના પાછળના ભાગેથી ધુમાડા નીકળી રહ્યા હતા. જેથી તમામ પોલીસ કર્મચારી દોડી ગયા હતા અને વાનમાં લાગેલી આગને બુઝાવી હતી. વાન ચલાવતા આઉટસોર્સના ડ્રાઇવર બ્રિજેશભાઇએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપી હતી. 

આરોપી બુલેટ લઇને જતો રહ્યો 

વાનમાં આગ કોઇએ જાણી જોઇને લગાવી હોવાની શંકા વચ્ચે અરજીની તપાસ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એસ.એચ.મછારને સોંપાઇ હતી. એસ.એચ.મછારે તેમની ટીમ સાથે મળીને ગણતરીની કલાકોમાં આગ કેવી રીતે લાગી તેનો ભેદ ઉકેલી દીધો હતો. વહેલી પરોઢે પાંચ વાગ્યાની આસપાસ એક યુવક બુલેટ લઇને આવ્યો. યુવક પોતાનું બુલેટ બ્રિજની નીચે પાર્ક કરીને પોલીસ સ્ટેશનની બહાર પ઼ડેલી વાન પાસે ગયો હતો. વાનનો પાછળનો દરવાજો ખોલીને તે અંદર ગયો અને થોડા સમયમાં બહાર આવીને બુલેટ લઇને જતો રહ્યો હતો. યુવક વાનમાં આગ ચાંપીને નીકળી ગયો હતો. વાનમાંથી ધીમેધીમે ધુમાડો બહાર આવ્યો ત્યારે આગ લાગી હોવાનું સામે આવ્યુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ