બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:42 PM, 27 February 2026
કેન્દ્ર સરકારે પર્યાવરણીય સંરક્ષણ અને કાચા તેલની આયાતને ઘટાડવા માટે મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના નવા નોટિફિકેશન પ્રમાણે 1લી એપ્રિલ 2026થી દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફક્ત E20 પેટ્રોલ જ વેચાશે અને સરકાર દ્વારા તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આ અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે.
ADVERTISEMENT
નવા આદેશમાં માત્ર ઈથેનોલ મિશ્રણ જ નહી પણ ઈંધણની ક્વોલિટી પર પણ ભાર આપવામાં આવ્યો છે. હવે પેટ્રોલ માટે 95 રિસર્ચ ઓક્ટેન નંબર જરૂરી કરવામાં આવ્યો છે. જો RON ઓછું હોય તો પેટ્રોલ એન્જિનમાં જલ્દી બળીને ખરાબ અસર કરે છે.RON જેટલું વધારે, પેટ્રોલ એન્જિનમાં સારી રીતે બળે અને એન્જિન સારી રીતે ચાલે.નવા નિયમ પ્રમાણે હવે પેટ્રોલમાં ઓછામાં ઓછું 95 RON હોવું જરુર છે. જેનાથી તમારી કારનું એન્જિન વધુ સમય સુધી સારી સ્થિતિમાં રહેશે અને પેટ્રોલ પણ સારી ગુણવત્તાનું રહેશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ યુવાનો આનંદો! ગુજરાતમાં 2 લાખથી વધુ ઉમેદવારોની થશે ભરતી, વિધાનસભામાં સરકારનું એલાન
ADVERTISEMENT
જ્યારે પેટ્રોલ એન્જિનમાં ઈંધણ બળે છે ત્યારે ઘણીવાર “પિંગ પિંગ” જેવો અવાજ આવે છે જેને એન્જિન નૉકિંગ કહેવામાં આવે છે. નૉકિંગ ઘણીવાર એન્જિનને લાંબા સમયમાં નુકસાન પહોંચાડી શકે છે. ઇથેનોલમાં પોતાના ઓક્ટેન લેવલ (108 RON) વધારે હોય છે. એટલે પેટ્રોલમાં 20% એથેનોલ મિક્સ કરવાથી નૉકિંગ ઘટે છે. આ હાઇ ઓક્ટેન મિશ્રણ એન્જિનને સરળ અને મજબૂત રીતે ચલાવવા, તેના પરફોર્મન્સને વધારવા અને એન્જિનનું આયુષ્ય લંબાવવા મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.