બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / due to injury of jofra archer rajasthan royals are in trouble

ક્રિકેટ / કોણીની ઈજાથી પીડાતા જોફ્રા આર્ચરનું ટી-૨૦ શ્રેણીમાં રમવું શંકાસ્પદઃ RRના શ્વાસ અધ્ધર થયાં

Published By: Kashyap

Last Updated: 05:59 PM, 9 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઇજાગ્રસ્ત થયો હતો જેને કારણે ઈંગ્લેન્ડની ટીમ માટે ચિંતામાં વધારો થયો છે તો સાથે સાથે આગામી દિવસોમાં શરૂ થવા જઇ રહેલી આઈપીએલમાં તેના રમવા અંગે શંકા સેવાઇ રહી છે.

  • ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઇજાગ્રસ્ત 
  • જમણા હાથની કોણીમાં ગંભીર ઇજા
  • આગામી ટી-20 શ્રેણી માં રમવા અંગે અનિશ્ચિતતા 

ગંભીર ઇજા સામે લડી રહ્યો છે પેસર જોફ્રા આર્ચર

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને જમણા હાથની કોણીમાં ગંભીર ઇજા થઈ હતી. જેના પગલે તેણે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ બે મેચ ગુમાવી હતી. ઇજા કેટલી ગંભીર છે તે હજુ જાણી શકાયું નથી પરંતુ ભારત સામેની ટી-20 શ્રેણી સામે આર્ચરના રમવા સામે હજુ શંકાઓ સેવાઇ રહી છે.

  

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ૧૨ માર્ચથી ટી-૨૦ શ્રેણી

ઇંગ્લેન્ડના ટોપ બોલર્સમાં સ્થાન ધરાવતા આર્ચરની ઇજાથી ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ ચિંતામાં મુકાયું હતું. આગામી 12 માર્ચથી ભારત સામે 5 ટી-20 મેચની શ્રેણી શરૂ થવા જઇ રહી છે ત્યારે ઈંગ્લેન્ડને તેના આતરસ્તંભ સમાન બોલર વગર જ રમવા ઊતરવું પડે તેવી શક્યતા છે.  

આર્ચરની ઈજાથી આઇપીએલ ફ્રેંચાઇઝીના શ્વાસ અધ્ધર 


આર્ચરની આ ઇજાના કારણે આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સ પણ ચિંતામાં મુકાઇ ગયું છે. કારણ કે આર્ચર રાજસ્થાનનો મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. આ અગાઉ આર્ચર આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સ માટે ખૂબ સારું પ્રદર્શન કરી ચૂક્યો છે. આઈપીએલનું નવું સમયપત્રક આવી ચૂક્યું છે ત્યારે આર્ચર કેટલી ઝડપથી ઇજામાંથી બહાર આવે છે એ પણ જોવાનું રહેશે.  

ઇંગ્લેન્ડના કોચનું નિવેદન
 
ઈંગ્લેન્ડના કોચ સિલ્વરવૂડે કહ્યું, ''મેડિકલ ટીમ આર્ચરને મોનિટર કરી રહી છે. ઈજાની સ્થિતિ જાણ્યા બાદ જ અંતિમ નિર્ણય  લેવાશે. આર્ચરની કોણીમાં દર્દ છે. આર્ચરે ગત રવિવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. તેણે વ્હાઇટ બોલથી પ્રેક્ટિસ પણ કરી હતી અને ટીમ સાથે સારો સમય વિતાવ્યો હતો.'' અમે ઈચ્છીએ છીએ કે આર્ચરનું ટેસ્ટ કરીઅર લાંબુ ચાલે. જોફ્રા અમારી ટીમનો અત્યંત મહત્વપૂર્ણ ખેલાડી છે અને તેને જોઈતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય એવા તમામ પ્રયાસો ચાલુ છે.  

રાજસ્થાન રૉયલ્સ માટે ચિંતાનો વિષય 

જોફ્રાની ઈજા આઇપીએલ  ટીમ રાજસ્થાન રોયલ્સ માટે મોટા ઝટકા સમાન છે. આર્ચર રાજસ્થાનની ફાસ્ટ બોલિંગનું સૌથી મોટું હથિયાર છે. જો આર્ચરને ઓપરેશનની સલાહ આપવામાં આવશે તો તે આઇપીએલ-૨૦૨૧માંથી બહાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે આઇપીએલ તા. ૯ એપ્રિલથી શરૂ થઈ રહી છે. આર્ચરે આઇપીએલ-૨૦૨૦માં રમેલી ૧૪ મેચમાં ૨૦ વિકેટ ઝડપી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Jofra Archer Rajasthan Royals ind vs eng ઈંગ્લેન્ડ જોફ્રા આર્ચર Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ