બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / due to corona effect, schools colleges will be closed in palghar maharashtra

કોવિડ 19 / મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, પાલઘરમાં સ્કૂલો-કોલેજો બંધ, તો આ રાજ્યમાં 9 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂના સમયમાં વધારો

Nirav

Last Updated: 05:09 PM, 18 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પાલઘરમાં શાળા કોલેજો બંધ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. પંજાબમાં પણ n

  • મહારાષ્ટ્રમાં પ્રતિબંધો લાગૂ કરાયા 
  • ગુજરાતમાં પણ કોરોનાની અસર, પ્રતિબંધો લાગૂ 
  • પંજાબમાં પણ સરકારદ્વારા કરાઇ કાર્યવાહી

મહારાષ્ટ્રમાં સતત કોરોનાનો ખતરો વધી રહ્યો છે અને તંત્રએ હવે કડક નિર્ણયો ઉઠાવવાના શરૂ કરી દીધા છે. કેટલાક જિલ્લાઓમાં પ્રતિબંધ લગાવી દેવાયો છે અને ગુરૂવાર સવારે પાલઘર જિલ્લામાં આગામી આદેશ સુધી તમામ શાળા, કોલેજ, હોસ્ટેલ બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે. બુધવારે રાજ્યમાં 23,179 તાજા કોરોના વાયરસના કેસ અને મોત થયા છે.
નંદોરમાં એક આશ્રમ શાળાના શિક્ષક સહિત 30 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે જ્યારબાદ શાળાની હૉસ્ટેલ સીલ કરી દેવાયા છે. પાલઘરના ડેપ્યુટી કલેક્ટરે આ માહિતી આપી.

કોરોના વાયરસની અસર 

વિશેષજ્ઞોનું કહેવું છે કોરોના ગાઇડલાઇન્સમાં ઢીલ આપવાના કારણે ફરીથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકાર લોકોને ચેતવણી આપી ચૂકી છે કે જો કોરોના નિયમોન પાલન ન થયું તો સરકાર લૉકડાઉન લગાવવા પર મજબૂર થઇ જશે. કેટલીક ડિલોમાં સરકારે આમ કહેવાનું શરૂ પણ કરી દીધું છે.

પંજાબના 9 જિલ્લાઓમાં વધ્યો નાઇટ કર્ફ્યુનો સમય

પંજાબમાં કોરોના વાયરસનું સંક્રમણની ઝડપ વધી રહી છે ત્યારે કડકાઇ પણ વધારવામાં આવી રહી છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નાઇટ કર્ફ્યુની સમય મર્યાદાને 2 કલાક વધારી દેવામાં આવી છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે એલાન કર્યું કે આજે એટલે ગુરૂવાર રાત્રીથી રાત્રી કર્ફ્યુનો સમય રાત્ર 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હશે. આ પહેલા રાત્રી કર્ફ્યુની ટાઇમિંગ રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી હતી. એટલે પંજાબે 9 જિલ્લા લુધિયાણા, પટિયાલા, મોહાલી, ફતેહગઢ સાહિબ, જાલંધર, શહિદ ભગતસિંહ નગર, રૂપનગર, કપૂરથલા અને હોશિયારપુરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં 2 કલાકનો સમય વધાર્યો છે.

ગુજરાતમાં શું છે ?

દેશના ઘણા રાજ્યોમાં કોરોના કેસો વધતાં આંશિક લોકડાઉન જેવા પ્રતિબંધો સ્થાનીય અથવા રાજ્ય સ્તરે લાગૂ કરવામાં આવી રહ્યા છે, પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ચેતવણી ઉચ્ચાર્યા પછી વિવિધ રાજ્યોમાં હવે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે, આ શ્રેણીમાં ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ નાઈટ કારફયુનો સમય વધારી દેવામાં આવ્યો છે, અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ (BRTS અને AMTS) બંધ કરી દેવાઈ છે, સાથે જ પરીક્ષાઓ મુલતવી રાખીને 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ