બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Drugs sent by post from Netherlands seized by Gujarat DRI from Daman

સફળતા / ગુજરાત DRIની દમણમાં કાર્યવાહી: નેધરલેન્ડથી પોસ્ટમાં મોકલવામાં આવ્યું હતું ડ્રગ્સ, 2 પાર્સલ ઝબ્બે

Kishor

Last Updated: 10:18 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત DRI દ્વારા દમણમાંથી બે અલગ અલગ પાર્સલમાં નેધરલેન્ડથી આવેલ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે.

  • ગુજરાત DRIની દમણમા મોટી કાર્યવાહી
  • નેધરલેન્ડથી પોસ્ટ દ્વારા પાર્સલ મોકલવામાં આવ્યું હોવાનું ખુલ્યું
  • નેધરલેન્ડથી પોસ્ટમાં આવ્યું હતું ડ્રગ્સ

ગુજરાત DRIએને મોટી સફળતા મળી છે.DRIની ટીમે સંઘ પ્રદેશ દમણમા બાતમીને આધારે રેડ પાડી હતી. જ્યા તપાસ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરક્ષા એજન્સીના અધિકારીની પ્રાથમિક તપાસમાં આ પ્રકરણમાં નેધરલેન્ડની સંડોવણી ખુલવા પામી છે.

બે અલગ-અલગ પાર્સલમાંથી ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાત DRIને દમણમાં ડ્રગ્સનો જથ્થો ઠલવાઇ તે મામલે બાતમી મળી હતી.જેને લઈને સબંધિત સ્ટાફ દોડી ગયો હતો. જતા તપાસ આદરી નેધરલેન્ડથી પોસ્ટમાં મોકલવામાં આવેલ ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો.નેધરલેન્ડથી દમણમાં પોસ્ટ મારફતે યુવાધને બરબાદીના ખપ્પરમાં હોમવા ડ્રગ્સનો જથ્થો મોકલાયો હતો. જેમાંથી બે અલગ-અલગ પાર્સલમાં આઇસ ડ્રગ્સ પકડી પાડ્યું છે. જેને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આ મામલે કોણ સંડોવાયેલ છે? આ કૃત્ય કેટલા સમયથી ચાલતું હતું. તે સહિતની દિશામાં તપાસ લંબાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ