બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Drink these 3 drinks at home to lose weight in winter

તમારા કામનું / શિયાળા વજન ઘટાડવા માટે ઘરે જ બનાવીને પીવો આ 3 ડ્રિંક્સ: 15 જ દિવસમાં ગાયબ થવા લાગશે પેટની ચરબી

Pooja Khunti

Last Updated: 01:00 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fet burning drinks: શરીરનાં વધતા જતા વજનને નિયંત્રિત કરવા માટે ઘરે બનાવેલા આ ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ. દરરોજ નિયમિત રીતે તેનું સેવન કરવાથી પેટ અને શરીરનાં અન્ય ભાગોમાંથી ચરબી ઓછી થશે.

  • આ ત્રણ ડ્રિંક્સનાં સેવનથી વજન ઘટશે 
  • લીંબુ અને મધવાળા પાણીનું સેવન કરવું 
  • જીરા અને અજમાનું પાણી 

આજકાલ લોકો તેના વધતા જતા વજનનાં કારણે પરેશાન હોય છે. અયોગ્ય ખાનપાન, કસરત ન કરવી, કલાકો સુધી બેસી રહેવું અને ખરાબ જીવનશૈલીનાં કારણે લોકો સ્થૂળતાનાં શિકાર થઈ રહ્યા છે. વજન ઓછું કરવા માટે લોકો જાત-જાતનાં ઉપાયો કરતાં હોય છે. તેના માટે ડાઈટિંગ અને કલાકો સુધી જિમની અંદર પરસેવો પાડે છે. પરતું ઘણી વાર એટલી મહેનત પછી પણ યોગ્ય રિઝલ્ટ નથી મળતું. વજનને નિયંત્રણમાં રાખવા માટે ખાનપાનનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. જો તમે વજન ઓછું કરવા માગતા હોય તો તમારે અમુક એવા ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ, જેનાથી ચરબી ઓછી થાય છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને પાચન શક્તિ મજબૂત બને છે. જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે. જાણો આ ત્રણ ડ્રિંક્સ વિશે. જેના સેવનથી તમે તમારું વજન ઓછું કરી શકશો. 

વરિયાળીનું પાણી 
વજન ઓછું કરવા માટે દિવસની શરૂઆત વરિયાળીનાં પાણીથી કરો. તેને બનાવવા માટે એક કઢાઈની અંદર પાણી ગરમ કરો. તેની અંદર 1 ચમચી વરિયાળી ઉમેરી તેને ઉકળવા દો. પાણી અળધૂ થઈ જાય ત્યાં સુધી ઉકાળો. હવે તમે આ પાણીનું સેવન કરી શકો. આ પાણીનું સેવન કરતાં પહેલા તમે તેની અંદર મધ પણ ઉમેરી કરી શકો. વરિયાળીની અંદર રહેલા પોષક તત્વો મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. 

લીંબુ પાણી અને મધ 
વજન ઓછું કરવા માટે લીંબુ અને મધવાળા પાણીનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે. આ ડ્રિંકનાં સેવનથી શરીરની અંદર જમા થયેલ ઝેર બહાર નીકળે છે. જેના કારણે પાચન શક્તિ મજબૂત બને છે. આ ડ્રિંક બનાવવા માટે એક ગ્લાસ હુંફાળા પાણીની અંદર લીંબુ પાણી અને એક ચમચી મધ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. 

જીરા અને અજમાનું પાણી 
વઘટા જતા વજનને નિયંત્રિત કરવા માટે જીરા અને અજમાનાં પાણીનું સેવન કરવું જોઈએ. જીરું એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. અજમાની અંદર રહેલા પોષક તત્વો જલ્દીથી વજન ઘટાડે છે. જીરા અને અજમાનાં પાણીને બનાવવા માટે, એક કઢાઈની અંદર એક ગ્લાસ પાણી લો. હવે તેની અંદર અળદી ચમચી જીરું અને અળધી ચમચી અજમા ઉમેરી ઉકાળી લો. હવે તમે આ પાણીનું સેવન કરી શકો. તમે તેની અંદર મધ પણ ઉમેરી શકો. આ ડ્રિંકનાં નિયમિત સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ