બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Don't you also consume fake ghee? Check purity these 4 ways

સાવધાન / શું તમે પણ નથી કરતાં ને નકલી ઘીનો વપરાશ? આ 4 રીતથી શુદ્ધતા તપાસો

Ajit Jadeja

Last Updated: 12:59 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં દેશી ઘીનો ઉપયોગ ન થતો હોય

દેશી ઘી શરીરને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘી માત્ર ભોજનમાં જ સ્વાદ નથી વધારતા પણ ઘણી વસ્તુઓમાં ખૂબ જ ઉપયોગી છે. સવારે ખાલી પેટે ઘી ખાવાથી તમને એવા ઘણા ફાયદા થશે જેના વિશે તમે કદાચ જાણતા પણ નહિ હોવ.ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં દેશી ઘીનો ઉપયોગ ન થતો હોય પરંતુ શું તમે જાણો છો કે તેનાથી સ્વાસ્થ્યને કેટલા લાભ થાય છે.

શુદ્ધ ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

તમે સાંભળ્યું જ હશે કે દેશી ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે માત્ર શુદ્ધ ઘી જ ફાયદાકારક છે. હવે સવાલ એ થાય છે કે તમે કેવી રીતે ઓળખશો કે તમારું ઘી શુદ્ધ છે કે નહીં. તેથી અમે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જેની મદદથી તમે ઘીની શુદ્ધતા ચકાસી શકો છો. તમે તમારી દાદી પાસેથી સાંભળ્યું જ હશે કે શુદ્ધ ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી જ તે લગભગ દરેક ભોજનમાં ઘીનો ઉપયોગ કરતી હતી. જો કે એ વાત સાચી છે કે ઘી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ શરત એ છે કે તે શુદ્ધ ઘી હોવું જોઈએ. ખાદ્યપદાર્થોનો સ્વાદ વધારવા ઉપરાંત શુદ્ધ ઘી તમને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે.

ભેળસેળયુક્ત ઘીને ઓળખો

આયુર્વેદમાં પણ ઘીને એક મહત્વપૂર્ણ પૌષ્ટિક ઔષધ માનવામાં આવે છે, જે ઘણા રોગોને દૂર કરવામાં મદદ કરે છે. દેશી ઘીમાં વિટામિન્સ, મિનરલ્સ, સારી ચરબી અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. તેના પોષણ મૂલ્યને ધ્યાનમાં રાખીને, લોકો તેને દરરોજ ખાવાનું પસંદ કરે છે. કારણ કે ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કદાચ તેથી જ બજારમાં તેની કિંમત પણ આટલી વધારે છે, પરંતુ એવું જરૂરી નથી કે તમે બજારમાંથી જે ઘી ખરીદો છો તે દર વખતે શુદ્ધ જ હોય. બજારમાં ઘણા પ્રકારના ભેળસેળયુક્ત ઘી ઉપલબ્ધ છે, જે બટેટા, શક્કરિયા, નાળિયેર તેલ અથવા ડાલડા જેવી વસ્તુઓને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. ભેળસેળવાળું દેશી ઘી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને આપણે ઘણી બીમારીઓનો ભોગ બની શકીએ છીએ.

શુદ્ધ ઘીને પારખો

આવી સ્થિતિમાં તમને એવી કેટલીક રીતો ઘરે ઘી ટેસ્ટિંગ માટેની કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી ઘરે જ જાણી શકશો કે તમે જે ઘીનો ઉપયોગ કરી રહ્યાં છો તે શુદ્ધ છે કે નહીં.

ગરમ પાણીમાં ઉકાળો

ઘી શુદ્ધ છે કે નહીં તે ઓળખવું ખૂબ જ જરૂરી છે. જેને પારખવા માટે એક વાસણમાં પાણી ઉકાળો અને આ ઉકળતા પાણીમાં બે ચમચી ઘી નાખી દો અને બે મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દો. આ પાણીને ઢાંકીને 24 કલાક રહેવા દો. 24 કલાક પછી તપાસો. જો ઘીનો રંગ હજુ પણ પીળો હોય અથવા તે જામ્યો ન હોય અને તેમાંથી ઘીની સુગંધ આવતી હોય તો આ ઘી એકદમ શુદ્ધ છે.

રંગ દ્વારા ઓળખો

એક વાસણમાં બે ચમચી ઘી ગરમ કરો. જ્યારે ઘી ગરમ થયા પછી પીગળવા પર તેનો રંગ આછો બ્રાઉન દેખાવા લાગે તો સમજવું કે તમારું ઘી શુદ્ધ છે.

પાણીમાં પરીક્ષણ

ઠંડા પાણીથી પણ ઘીની શુદ્ધતા જાણી શકાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઘી નાખીને છોડી દો. જો ઘી પાણીની સપાટી પર તરે છે, તો તે એકદમ શુદ્ધ ઘી છે. જો તે શુદ્ધ નથી, તો તે ગ્લાસના તળીયે બેસી જશે.

મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડ

શુદ્ધ ઘી ઓળખવા માટે મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં એક ચમચી ઘી લો અને તેમાં અડધી ચમચી મીઠું અને થોડું હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો અને પછી તેને અડધા કલાક માટે છોડી દો. સમય પૂરો થયા પછી જુઓ તેનો રંગ કેવો છે. જો તેનો રંગ બદલાઈ ગયો હોય તો તે ભેળસેળયુક્ત ઘી છે અને જો તેનો રંગ ન બદલાય તો તે શુદ્ધ દેશી ઘી છે. જો કે હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરો.

વધુ વાંચો : લસણના ફાયદાઃ હાઈ બીપી અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા લસણ એક રામબાણ દવા

સવારે ખાલી પેટ દેશી ઘી ખાવાના 6 ફાયદા

1. ખાલી પેટે ઘી ખાવું ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમ કરવાથી ચહેરા પર ગ્લો આવે છે.
2. દેશી ઘી ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. જેના કારણે પેટ સંબંધિત કોઈ સમસ્યા નથી થતી.
3. સવારે ઉઠ્યા પછી ખાલી પેટે એક ચમચી ઘી ખાવાથી પેટમાં સારા એન્ઝાઇમ્સ વધવા લાગે છે.
4. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે સવારે ઉઠીને અવશ્ય ઘી ખાવું જોઈએ. તેનાથી બાઉલ મુવમેન્ટ્સ સારા બને છે.
5. દેશી ઘી ભૂખને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે
6. ઘી ખાવાથી હાડકા મજબૂત બને છે અને શરીરમાં નબળાઈ આવતી નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ