બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Don't make this mistake in Navratri 2023

ધર્મ / નવરાત્રીની આઠમ-નોમ પર જો-જો આ 6 ભૂલો કરતા! નહીં તો મુકાઇ જશો મુશ્કેલીમાં

Kishor

Last Updated: 04:35 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી મહોત્સવમાં આઠમાં અને નવમાં નોરતે ખાસ નિયમનું પાલન કરવું જોઇએ. જો નિયમ ભંગ થાય તો ધાર્યું ફળ મળતું નથી.

  • શક્તિની ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રીનો જામતો માહોલ
  • આઠમા અને નવમા નોરતે રાખો ખાસ ધ્યાન
  • અષ્ટમી અને નવમી પર આ છ ભૂલ ક્યારેય ન કરવી જોઇએ

શક્તિની ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રી ચાલી રહી છે અને આ શરદીય નવરાત્રીનો આજે 7 મો દિવસ છે. જે અવસર ધર્મ ભક્તિનો બરાબરનો માહોલ જામ્યો છે. ત્યારે અષ્ટમી અને નવમી તિથિ પર કન્યા પૂજન સાથે નવરાત્રીનું સમાપન કરવામાં આવશે. આ વર્ષે નવરાત્રી મહોત્સવની આઠમ એટલે કે આઠમું નોરતું 22 ઓક્ટોબર અને મહાનવમી 23 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. ત્યારે ધાર્મિક માન્યતા અનુસાર અષ્ટમી અને નવમી પર છ ભૂલ ક્યારેય ન કરવી જોઇએ. 

નવરાત્રીમાં શા માટે રખાય છે નવ દિવસના ઉપવાસ, જાણો તેનાથી થતા લાભ અને વિશેષ  કારણ/ navratri 2023 nine days fasting benefits goddess durga blessings  shardiya navratri importance nine devi

આ બંને માતાજીની પૂજા જરૂરી
આઠમા નોરતે મહાગૌરી અને નવમા નોરતે મા સિદ્ધદાત્રીની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આથી આ બંને માતાજીની પૂજા ઉપાસના વગર વ્રતના પારણા ક્યારેય ન કરવા જોઈએ.

નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ અને લાભ, આ યોગ્ય વિધિ અને નિયમો જાણી લેવા તમારા  માટે છે ખૂબ જરૂરી | know right method and puja vidhi of god worshiping
ઈશાન ખૂણામાં પૂજા કરવી
સાથે જ આ બંને દિવસે ઘરના ઈશાન ખૂણામાં પૂજા કરવી જોઈએ અને પૂજાના સમયે તમારું મુખ ઈશાન, પૂર્વ તથા ઉતરમાં હોવું જોઈએ.અન્ય દિશામાં પૂજા કરવાથી ધાર્યું ફળ મળતું નથી.

Topic | VTV Gujarati

ખંડિત મૂર્તિની બિલકુલ પૂજા ન કરવી
વધુમાં માન્યતા અનુસાર વાત કરવામાં આવે તો નવરાત્રીના આઠમા અને નવમા દિવસે ખંડિત ચોખા એટલે કે કટકા થયેલ ચોખાથી તથા ખંડિત મૂર્તિની બિલકુલ પૂજા ન કરવી જોઈએ. આવું કરવાથી વ્રતનું ફળ ન મળે તેવી માન્યતા છે.

લસણ ખાવાનું આજે જ કરી દો શરુ, સ્કિનમાં જોવા મળશે આ ચમત્કારિક ફાયદો, જાણો  વિગત | garlic also improves skin know how to use

લસણ, ડુંગળીનો ત્યાગ કરવો
વધુમાં નવરાત્રીના આ પાવન દિવસે ઘરમાં લસણ, ડુંગળી અને દારૂ તથા માંસમટનનો પ્રયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. વ્રત ન રાખતા લોકોએ પણ આ દિવસે ખાસ લસણ, ડુંગળી સહિતના ખાદ્ય પદાર્થનો ત્યાગ કરવો જોઈએ.

ભારતના ગામડાઓમાં દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ગરીબ, આ રાજ્યમાં તો 50 ટકા  કરતા વધુ ગરીબની વસ્તી | One out of every three people in rural India is  poor, more than 50

ગરીબનું આપમાન ન કરવું
સાથે સાથે નવરાત્રીના આ બંને પવિત્ર દિવસો દરમિયાન ગરીબ, નિર્ધન અથવા અસક્ત વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. સાથે કન્યાઓનું અપમાન અને તેમના પર ગુસ્સો કરવાથી પણ બચવું જોઈએ.

શ્રાવણમાં ભૂલથી પણ ન પહેરતા આ રંગના કપડાં, મહાદેવ થઈ જશે નારાજ, રાખજો ધ્યાન  નહીંતર જીવનની નૈયા થશે હાલકડોલક I sawan 2023: Avoid wearing these colors  during shrawan ...

રંગનું રાખવું ખાસ ધ્યાન 
આ ઉપરાંત કાળા વસ્ત્રો ધારણ કરીને માતાજીની આરાધના અને ઉપાસના પણ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે તે અશુભ માનવામાં આવે છે. તો આ દિવસે ખાસ લાલ તથા પીળા રંગના વસ્ત્રો ધારણ કરીને જ શુભ કાર્યમાં બેસવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ