બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / Don't let your child drink energy and health drinks, it damages their physical health

સ્વાસ્થ્ય ટિપ્સ / સાવધાન ...જો તમે બાળકોને એનર્જી-હેલ્થ ડ્રિંક પીવડાવતા હો તો ચેતી જજો. હેલ્થ બગાડશે

Vaidehi

Last Updated: 07:57 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાનાં બાળકોને બહારનાં એનર્જી ડ્રિંક પીવડાવવાથી તેમની હેલ્થ પર ભારે નુક્સાન થઈ શકે છે. આવા ડ્રિંક્સમાં એવા તત્વો હોય છે કે જે શરીરને અંદરથી નબળું પાડે છે.

  • એનર્જી ડ્રિંક બાળકો માટે હાનિકારક
  • શરીરનાં હેલ્થને સુધારવાની જગ્યાએ પહોંચાડે છે નુક્સાન
  • હેલ્થ ડ્રિંક અને પાઉડરમાં હોય છે હાનિકારક તત્વો

બાળકોએ હેલ્ધી રહેવા માટે દૂધ પીવું જરૂરી છે. આવા સંજોગોમાં પેરેન્ટ્સ બાળકોને દૂધ પીવડાવવા માટે તેને ટેસ્ટી બનાવવાની કોશિશ કરે છે અને માર્કેટમાં મળતા હેલ્થ ડ્રિંક કે પાઉડર બાળકોને આપે છે. આજકાલ એનર્જી ડ્રિંક પણ ખૂબ માત્રામાં ચાલી રહ્યાં છે. તેને પીવાથી પાણીની કમી અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થાય છે. આવા ડ્રિંક બાળકોની હેલ્થને નફો નહીં, નુકસાન કરે છે, તેવુ એક સંશોધનમાં સાબિત થયું છે. જો તમે પણ તમારા બાળકને આવા ડ્રિંક પીવડાવતા હો તો ચેતી જજો. આવા ડ્રિંક્સમાં રહેલી આ વસ્તુઓ બાળકોની હેલ્થ બગાડે છે.

શુગર 
બાળકોમાં થાક દૂર કરવા અને તેને એક્ટિવ બનાવવા માટે માર્કેટમાં એનર્જી ડ્રિંક મળે છે. જેને પીને બાળક ભલે એક્ટિવ દેખાય, પરંતુ બીજી મોટી બીમારીઓ તેને ઘેરી લે છે. આ ડ્રિંકમાં શુગર સારી એવી માત્રામાં હોય છે. તેનાથી બાળકોમાં મેદસ્વિતા, દાંતમાં સડન, ઊંઘની કમી જેવી ફરિયાદ થવા લાગે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે બાળકોને વધુ માત્રામાં ખાંડ ખવડાવવાથી તેમની શીખવા અને સમજવાની ક્ષમતા પર અસર પડે છે.

હાઇ ફ્રક્ટોઝ કોર્ન સિરપ
ઘણાં બધાં હેલ્થ ડ્રિંકમાં હાઇ ફ્રક્ટોઝ કોર્ન સિરપ મિક્સ કરેલું હોય છે. તેને વધુ માત્રામાં ખાવાથી હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે. સામાન્ય રીતે કાર્બોહાઇડ્રેટ ફૂડ જેવા કે ભાત ખાવાથી શરીરને ગ્લુકોઝ મળે છે, જે સરળતાથી સેલ્સ દ્વારા આખા શરીરમાં પહોંચી જાય છે, પરંતુ હાઇ ફ્રક્ટોઝ કોર્ન સિરપ બાળકોને ખવડાવવાથી તે ફ્યુઅલ બનીને એનર્જી બનતાં પહેલાં ફેટ બનીને લિવરમાં જમા થવાનું શરૂ થઇ જાય છે.

સોડિયમ
ઘણાં બધાં હેલ્થ ડ્રિંક અને હેલ્ધી ફૂડ્સમાં સોડિયમની સારી એવી માત્રા હોય છે. પેકેઝ્ડ ફૂડમાં સોડિયમ વધુ પડતા માત્રામાં હોય છે. તેને ખાવાથી બાળકો મેદસ્વિતા સાથે તણાવ અને હાઇ બીપી જેવી સમસ્યાનો શિકાર બને છે. ૮થી ૧૭ વર્ષની ઉંમરનાં બાળકોને સોડિયમની વધુ માત્રા બીપી હાઇ કરી શકે છે. તેનાથી હાર્ટ એટેક થવાનો ખતરો પણ રહે છે.

કેફિન
શરીરને એક્ટિવ રાખવા માટે એનર્જી ડ્રિંક્સ કે હેલ્થ ડ્રિંક્સમાં કેફિનની માત્રા હોય છે. જે બ્લડ પ્રેશર અને ઊંઘ ન આવવાની સમસ્યાને વધારે છે. બાળકો આ પ્રકારના ડ્રિંક પીને મૂડ સ્વિંગ અને તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરે છે. કેફિન વાળાં પીણાં બાળકોમાં માથાના દુઃખાવાની સમસ્યા પણ પેદા કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ