બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર શ્વાસથી મળશે કેન્સરનો સંકેત? ભારતીય સ્ટાર્ટઅપ લાવી રહ્યું છે નવી ટેક્નોલોજી
Last Updated: 03:39 PM, 28 July 2026
બેંગલુરુની ડીપ-ટેક સ્ટાર્ટઅપ ડોગ્નોસિસ 'BreathEasy' નામનું પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. તેમાં કૂતરાની સૂંઘવાની ક્ષમતા અને બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ કેન્સરનું અંતિમ નિદાન નહીં કરે પરંતુ વધુ જોખમ ધરાવતા લોકોને ઓળખવામાં મદદરૂપ બનશે. જો પરીક્ષણ સફળ રહેશે તો વર્ષ 2027માં તેને ભારતમાં લોન્ચ કરવાની યોજના છે.
ADVERTISEMENT
આ નવી ટેક્નોલોજીમાં કોઈ બ્લડ ટેસ્ટ કે સ્કેનની જરૂર નહીં પડે. વ્યક્તિએ લગભગ 10 મિનિટ સુધી ખાસ માસ્કમાં શ્વાસ આપવાનો રહેશે. ત્યારબાદ લેવામાં આવેલા નમૂનાનું વિશ્લેષણ કરીને કેન્સરનું જોખમ છે કે નહીં તેનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવશે.
ADVERTISEMENT
માનવ શરીરમાં કેન્સરની કોષો વિકસતી વખતે કેટલાક વિશિષ્ટ રાસાયણિક અણુઓ બહાર આવે છે. આ અણુઓ શ્વાસ સાથે બહાર નીકળે છે. કૂતરાઓની સૂંઘવાની ક્ષમતા અત્યંત તેજ હોવાથી તેઓ આવા સૂક્ષ્મ ફેરફારો પણ ઓળખી શકે છે. આ માટે મુખ્યત્વે બીગલ જાતિના કૂતરાઓને તાલીમ આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ સિસ્ટમ માત્ર કૂતરાના વર્તન પર આધાર રાખતી નથી. કૂતરો જ્યારે શ્વાસના નમૂનાને સૂંઘે છે ત્યારે તેના મગજમાં થતી પ્રવૃત્તિને બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે. ત્યારબાદ આ માહિતીનું વિશ્લેષણ કરીને પરિણામ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી પરિણામ વધુ વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ શરદી થતાં જ દવા લેવી જોઈએ? ડૉક્ટરોએ જણાવ્યું ક્યારે જરૂરી અને ક્યારે નહીં
ADVERTISEMENT
કંપનીના જણાવ્યા મુજબ તેનું ઓટોમેટેડ પ્લેટફોર્મ એક સત્રમાં 200થી વધુ નમૂનાઓની તપાસ કરી શકે છે. ભવિષ્યમાં અનેક યુનિટ સાથે કામ કરીને દર વર્ષે આશરે 10 લાખ નમૂનાઓનું વિશ્લેષણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હોસ્પિટલો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરમાંથી શ્વાસના નમૂનાઓ એકત્ર કરીને તપાસ કેન્દ્ર સુધી મોકલી શકાશે.
ADVERTISEMENT
હાલ આ ટેક્નોલોજી મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. તેનું મુખ્ય લક્ષ્ય વાસ્તવિક પરિસ્થિતિમાં તેની ચોકસાઈ અને વિશ્વસનીયતાની ચકાસણી કરવાનો છે. અત્યાર સુધીના અભ્યાસમાં કેટલાક લોકોને ખોટા પોઝિટિવ પરિણામ મળ્યા હતા જ્યારે કેટલાક કેન્સરગ્રસ્ત લોકોની ઓળખ થઈ શકી નહોતી. કંપનીનું કહેવું છે કે હાલના ટ્રાયલ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટ પરિણામો સામે આવશે.
BreathEasyને કેન્સર શોધી કાઢતી અંતિમ ટેસ્ટ તરીકે નહીં પરંતુ પ્રાથમિક સ્ક્રીનિંગ ટૂલ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિમાં જોખમ વધુ જણાશે તો તેને ત્યારબાદ સ્કેન, બ્લડ ટેસ્ટ અથવા બાયોપ્સી જેવી પરંપરાગત તપાસ કરાવવી પડશે.
જો આ ટેક્નોલોજી સફળ સાબિત થશે તો ભવિષ્યમાં સામાન્ય હેલ્થ ચેકઅપ દરમિયાન પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આથી જોખમ ધરાવતા લોકોને વહેલી તકે ઓળખી શકાય અને સમયસર જરૂરી તપાસ તથા સારવાર શરૂ કરવાની તક મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.