બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / does gst on mobile phone and tv reduce 6 year of gst tweet creates confusion

FACT CHECK / શું મોદી સરકારે ખરેખર ટીવી-ફોન-ઈલેક્ટ્રિક સાધનો પર ઘટાડી દીધો GST? સત્ય જાણીને દૂર કરો કન્ફ્યુઝન

Malay

Last Updated: 04:01 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 Year Of GST: સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે સરકારે મોબાઈલ ફોન સહિત ઘણા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પરના GST દરમાં ઘટાડો કર્યો છે. શું ખરેખર આવું બન્યું છે?

 

  • ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર GST દરમાં થયો છે કોઈ ફેરફાર?
  • સોશિયલ મીડિયા પર ટ્વિટ થયું વાયરલ 
  • સ્માર્ટફોન પર વસૂલવામાં આવી રહ્યો છે 18% GST

શું મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર GST દરમાં કોઈ ફેરફાર થયો છે? આ સવાલ એટલા માટે છે કારણ કે સોશિયલ મીડિયા પર આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. વાસ્તવમાં GSTના અમલના 6 વર્ષ પૂર્ણ થવા પર નાણા મંત્રાલય અને PIB તરફથી ઘણા ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં એક એવું ટ્વિટ આવ્યું, જેને ઘણા ટ્વિટર હેન્ડલ પરથી રીટ્વીટ કરવામાં આવી રહ્યું છે.

VTV Gujarati News and Beyond on Twitter: "સ્ટેટ GST વિભાગના અમદાવાદમાં  દરોડા, ત્રણ બનાવટી પેઢી ઉભી કરી 1400 કરોડના બિલ બનાવનાર રાકેશ ચોક્સીની કરી  ધરપકડ, 41 કરોડની ...

સોશિયલ મીડિયા પર ટ્વિટ વાયરલ
સોશિયલ મીડિયા પર આ ટ્વિટ અથવા ફોટોને શેર કરીને લખવામાં આવી રહ્યું છે કે સરકારે GST દરમાં ફેરફાર કર્યો છે. પરંતુ અહીં મામલો કંઈ અલગ જ છે. જો તમે શેર કરવામાં આવી રહેલા ફોટામાં બંને રેટને જોશો, તો તમે આખો મામલો સમજી શકશો.

શું છે સમગ્ર મામલો?
નાણા મંત્રાલય GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણના 6 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં નાણા મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ઘણા  ટ્વિટ કરવામાં આવી રહ્યા છે, જેમાં આ ટ્વિટ GST લાગુ થયા પછી અને તે પહેલાના દરોના વિશ્લેષણ પર છે. બધુ કન્ફ્યૂઝન પણ આ ટ્વિટથી જ શરૂ થયું છે. શેર કરેલા ટ્વિટમાં દેખાઈ રહ્યું છે કે GSTના અમલીકરણ પહેલા મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર કેટલો ટેક્સ લેવામાં આવતો હતો અને બીજા કોલમમાં GST લાગુ થયા પછીના રેટ્સ આપવામાં આવ્યા છે.

GSTના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી
એટલે કે તમે જે તફાવત જોઈ રહ્યા છો તે 6 વર્ષ પહેલાના ટેક્સના રેટ્સ અને GSTના અમલ પછીના ટેક્સના દર વચ્ચેનો છે. સરકારે તાજેતરમાં મોબાઈલ ફોન અથવા અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પરના GSTના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.

મોબાઈલ ફોનના રેટ કેટલા છે?
જ્યારે GST લાગુ કરવામાં આવ્યો ત્યારે મોબાઈલ ફોનને 12 ટકાની કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. જોકે 39મી GST કાઉન્સિલની બેઠક પછી સરકારે મોબાઇલ ફોન પર GST દર 12% થી વધારીને 18% કર્યો. આ દર 1 એપ્રિલ 2020થી લાગુ હતો. ત્યારથી સ્માર્ટફોન પર 18% GST વસૂલવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ