બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Doctors also gave fake medicine to patients without a bill! In Ahmedabad, there was a shocking revelation regarding the fake medicine scam

ધરપકડ / ડોકટરો પણ બિલ વગર નકલી દવા લઈને દર્દીઓને આપતા! અમદાવાદમાં બનાવટી દવાના કૌભાંડ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Vishal Khamar

Last Updated: 08:32 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડી બનાવટી દવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જે મામલે ઇસનપુર પોલીસ મથકમાં ચાર આરોપીઓ વીરુદ્ધ ફરિયાદ નોંધાય હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં હતી. જોકે આરોપીઓની પૂછપરછમાં હવે વધુ ખુલાસાઓ થયા છે અને આ બનાવટી દવાના તાર હવે મેડિકલ સ્ટોર તેમજ ડોક્ટરો સુધી પહોંચ્યા છે.

  • અમદાવાદના ઇસનપુરમાં નકલી દવા ઝડપવા મામલે ધરપકડ
  • આરોપી વિશાલ પાસે ફાર્માસિસ્ટનું લાયસન્સ ન હોવાનું પણ ખૂલ્યું 
  • ઈસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી નકલી દવાને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં મોટા પ્રમાણમાં નકલી એન્ટિબાયોટિક દવાઓ બનતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદમાંથી ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી નકલી એન્ટીબાયોટીક દવા મળી આવી હતી. આ બનાવટી દવાઓ વેચતા લોકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી હતી. જોકે વિપુલ દેગરાની પુછપરછમાં વધુ ખુલાસાઓ થયા છે અને પોલીસે સમગ્ર કેસમાં વધુ એક મેડિકલ સ્ટોરમાં માલિકની પણ ધરપકડ કરી છે. 

ઇસનપુર પોલીસે સમગ્ર કેસમાં અગાઉ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ખિમારામ સોદારામ નામના વ્યક્તિ પાસેથી ડુપ્લીકેટ દવાના 99 જેટલા બોક્ષ મળી આવ્યા હતા. ખિમારામ સોદારામની પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો વટવાના અરુણ રાજેંદ્રસિંહ અમેરા પાસેથી લીધી હતી. અરુણકુમાર રાજેન્દ્રસિંહ અમેરાની પૂછપરછ કરતા તેઓએ આ નકલી દવાનો જથ્થો ઇસનપુર વિપુલ દેગડા પાસેથી લીધી હોવાનું સામે આવ્યું હતું ત્યારે વિપુલ દેગડા પાસેથી જુદી જુદી પાંચ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ પણ મળી આવી છે. વિપુલ દેગડા દ્વારા આ દવાઓનો જથ્થો દર્શન વ્યાસ પાસેથી લીધી હોવાની કબૂલાત કરી હતી. જોકે વિપુલ દેગરાની પૂછપરછમાં વધુ એક નામ સામે આવ્યું હતું અને જેના આધારે પોલીસે વિશાલ મકવાણા નામના આરોપીની ધરપકડ કરી છે. વિશાલ મકવાણા નારોલ વિસ્તારમાં મૂન મેડિકલ સ્ટોરનો માલિક છે અને વિશાલ મકવાણાએ પણ આ બનાવટી દવાઓ અન્ય મેડિકલ સ્ટોર તેમજ ડોક્ટરોને વહેંચી હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે વિશાલ મકવાણા ફાર્મસિસ્ટનું લાઇસન્સ પણ ધરાવતો નથી. સમગ્ર મામલે ઇસનપુર પોલીસે વિશાલ મકવાણાની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

મહત્વનું છે કે ખીમારામ સોદારામ પાસેથી જે દવાઓ મળી આવી છે તેની પ્રાથમિક તપાસમાં આ બનાવટી દવા હિમાચલપ્રદેશ માં બનતી હોવાનું સામે આવ્યું હતું. જોકે હિમાચલપ્રદેશમાં આ બાબતે તપાસ કરતા આવા પ્રકારની કોઈ કંપની દવા બનાવતી જ નથી અને આવી કોઈ કંપની અસ્તિત્વમાં પણ નહીં હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ વિપુલ દેગડાના મોબાઇલની તપાસ કરતા આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કર્યો હોવાનું તપાસમાં આવ્યું છે. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નડિયાદ, સુરત, અમદાવાદ, રાજકોટમાં દરોડા પાડી આશરે રૂપિયા 10.50 લાખનો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યાંથી આ બનાવટી દવાઓનો જથ્થો મળ્યો છે તેમાં અમુક બેનામી કંપનીઓના એમ.આર તરીકે કામ કરી આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ ડોકટરોને પહોચાડતા હતા હોવાનું સામે આવ્યું હતું. હાલ તો ઇસનપુર પોલીસે મેડિકલ સ્ટોરનાં માલિકની ધરપકડ કરીને પોલીસે આ દવાઓ કયા કયા ડોક્ટર અને મેડિકલ સ્ટોરના માલિકને આપી છે તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.  

 પી.જી.જાડેજા (ACP, જે ડિવિઝન)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ