બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Do this for Ukraine, President Zelensky calls PM Modi and asks for big help

જંગ / BIG NEWS : યુક્રેન માટે આટલું કરો, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ PM મોદીને ફોન કરીને માગી મોટી મદદ

Hiralal

Last Updated: 07:01 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટા સમાચાર આવ્યાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ Zelenskyએ પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર કરીને તેમની મદદ માગી છે.

  • રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટા સમાચાર
  • યુક્રેની રાષ્ટ્રપતિ  Zelenskyએ PM મોદીને ફોન કર્યો
  • યુએન સિક્યુરીટી કાઉન્સિલમાં યુક્રેનના પક્ષમાં વોટિંગની અપીલ

યુક્રેની રાષ્ટ્રપતિ  Zelenskyએ પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હતો. ફોનમાં  Zelenskyએ પીએમ મોદી પાસે યુક્રેનને બચાવવા તેમની મદદ માગી હતી.  Zelenskyએ પીએમ મોદીને યુએન સિક્યુરીટી કાઉન્સિલમાં યુક્રેનના પક્ષમાં વોટિંગ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં રશિયાના એક લાખથી પણ વધારે સૈનિકો યુક્રેનની જમીન પર છે. 

પ્રધાનમંત્રી મોદીનો રાજકીય સહયોગ માગ્યો 
ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરી છે અને તેમનો રાજકીય સહયોગ માગ્યો છે. યુક્રેનની એવી ઈચ્છા છે કે ભારત યુએનમાં તેના પક્ષમાં વોટિંગ કરે. 

રશિયાએ ભારતનો આભાર માન્યો
રશિયાએ ભારતનો આભાર મા્નયો છે. રશિયાએ ટ્વિટ કરીને કહ્યું કે 25 ફેબ્રુઆરી, 2022ના દિવસે UNSCમાં વોટિંગના દિવસે ભારતની સ્વતંત્ર અને સંતુલિત સ્થિતિની કદર કરીએ છીએ. વિશેષ અને વિશેષાધિકાર રણનીતિક ભાગીદારીની ભાવનાને અનુરુપ, રશિયા યુક્રેનના મુદ્દે ભારત સાથે ગાઢ સંવાદ ચાલુ રાખવાની કટિબદ્ધ છે. 

દેશ છોડવાનો નથી, અંતિમ શ્વાસ સુધી લડીશું-Zelensky

ઉલ્લેખનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું હતું  કે તેઓ દેશ છોડવાના નથી અને પોતાના દેશ માટે અંતિમ શ્વાસ સુધી લડશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં આખું યુક્રેન એક સાથે તાકાત સાથે રશિયન સૈન્યનો સામનો કરી રહ્યું છે. પોતાના સંબોધનમાં ઝેલેન્સ્કીએ પણ અપીલ કરી હતી કે તેમના દેશને અત્યારે શસ્ત્રોની જરૂર છે. તેઓ એકલા રશિયન સૈન્યનો સામનો કરી રહ્યા છે, તેમને હવે અન્ય દેશોના સહકારની જરૂર છે. તે સંબોધન બાદ ફ્રાંસે હથિયારો અને અન્ય સૈન્ય સામગ્રી આપવાની વાત ચોક્કસ કરી છે. યુક્રેનના વિદેશ પ્રધાનનો દાવો છે કે તેમને ફ્રાન્સ તરફથી જરૂરી શસ્ત્રો અને અન્ય સૈન્ય સામગ્રી મળી શકે છે.

25 ફેબ્રુઆરીએ યુએનમાં યુક્રેન મુદ્દે વોટિંગ થયું હતું

25 ફેબ્રુઆરીએ યુએન સિક્યુરીટી કાઉન્સિલમાં યુક્રેન મુદ્દે વોટિંગ થયું હતું. ભારતે  સ્વતંત્ર અને સંતુલિત અભિગમ અપનાવ્યો હતો, ભારતના આ વલણની રશિયાએ કદર કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ