બ્રેકિંગ ન્યુઝ
VTV / Do not panic if your hands or skin are burnt by firecrackers
Mahadev Dave
Last Updated: 10:35 PM, 11 November 2023
ADVERTISEMENT
દિવાળી એટલે રોશની અને ઉત્સાહનો તહેવાર. દિવાળીનો તહેવાર મીઠાઈઓ-પકવાન અને ફટાકડા વગર અધુરી લાગે. એમાં પણ આતશબાજી એટલે દિવાળીની શાન ગણવામાં આવે છે. આ તહેવારનો સૌ કોઈ આનંદ માણે છે. પણ આ ફટાકડા ફોડતી વખતે કેટલીક સાવધાની પણ રાખવી પડે. નહીં તો હાથ-પગ દાજી શકે છે અને જો આવુ થાય તો તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ. પણ ડોક્ટર પાસે પહોંચીએ તે પહેલા કેટલીક કેર કરવી જોઈએ. આવો જાણી કે ફટાકડા ફોડતી વખતે જો કોઈ ઈજા થાય તો શું કરવું જોઈએ.
ADVERTISEMENT
ડોક્ટર્સનું કહેવુ છે કે ફટાકડા જો સાવધાની સાથે ફોડવામાં ન આવે તો હાથ-પગ કે ચહેરા પર અસર થઈ શકે છે. દર વર્ષે આ પ્રકારના કેસ નોંધાતા જ હોય છે. પણ આ તમામ જોખમોથી બચવા માટે કેટલાક સુરક્ષિત ઉપાયો પણ અપનાવવા જોઈએ. જ્યારે પણ ફટાકડા ફોડો ત્યારે સારી ક્વોલિટીના ફટાકડા ફોડવા જોઈએ. આતશબાજીવાળી જગ્યા પરથી થોડા દુર રહીને નજારો માણવો જોઈએ. જો તમે ફટાકડા ફોડતી વખતે ઈજાગ્રસ્ત થાવ છો ઘાવવાળી જગ્યા પર તરત જ ઠંડુ પાણી રેડવુ જોઈએ અને જે જગ્યાએ દાજી ગયા છો તે જગ્યા પર એન્ટીસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.
ઠંડા પાણી કે કોલ્ડ પેડથી સફાઈ કરવી
જો સામાન્ય ઈજા હોય તો પ્રભાવિત જગ્યા પર તરત જ ઠંડુ પાણી રેડવુ જોઈએ. અથવા તો એ ભાગને કોલ્ડ પેકથી શેકવુ જોઈએ.જેથી દુખાવો, સોજો અને વધારે ઈજાનો ખતરો ઓછો થઈ જાય છે..
મૉઈસ્ચરાઈઝર-નારિયેળું તેલ લગાવો
પ્રભાવિત ભાગ પર મૉઈસ્ચરાઈઝિંગ લોશન કે એંટીસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરો, આ ત્વચાને શુષઅક થવાથી બચવામા મદદ કરશે અને તેનાથી છાલા પડવાની આશંકા ઓછી થઈ જશે. જો કે ડૉક્ટરને પૂછ્યા વગર કોઈપણ ક્રીમ, લોશન કે ઉત્પાદનો ઉપયોગ ન કરવો.
ફટાકડાથી થનારી જલન ભલે ત્વચા પર ઓછી દેખાઈ, પરંતું આ અમુક સ્થિતિઓમાં ગંભીર પણ હોય શકે છે. દાઝી ગયેલા સ્થાન પર નારિયેળનું તેલ લગાવવાથી પણ બળતરા ઓછી થાય છે.
ફટાકડાથી આંખમાં ઈજા લાગવા પર શું કરવું?
ફટાકડાથી આંખોમાં સૌથી વધુ લાગતું હોય તેવી ઘટના સામે આવતી હોય છે. ફટાકડામાં રહેલું રસાયણ બળતરા અને દર્દ આપનારું હોય છે, અમુક સ્થિતિમાં આંખોને ગંભીર ક્ષતી પણ થઈ શકે છે. જો ફટાકડાથી તમારી આંખોમાં ગંભીર ઈજા લાગ છે તો તુરંત હોસ્પિટલ જવું. આંખ સાફ કરવા માટે માત્ર પાણીનો ઉપયોગ કરવો, આંખને રગડવાથી બચવું, તેનાથી મુશ્કેલી વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT