બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / do not keep these things near the vault black cloth goddess lakshmi will be angry

આસ્થા / ભૂલથી પણ ઘરમાં પૈસાના સ્થાને આ 3 ચીજો ન રાખતા, નહીં તો આવી જશે દરિદ્રતા, જાણો કારણ

Arohi

Last Updated: 09:09 AM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: હિંદૂ ધર્મમાં વાસ્તુ ટિપ્સનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘરમાં ધન રાખવાની જગ્યા અથવા તો તિજોરીને લઈને પણ વાસ્તુ નિયમ જણાવવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક વસ્તુઓને તિજોરીની પાસે ન રાખવી જોઈએ. તે અશુભ માનવામાં આવે છે.

  • હિંદૂ ધર્મમાં વાસ્તુ ટિપ્સનું ખૂબ જ મહત્વ
  • તિજોરીને લઈને પણ વાસ્તુમાં નિયમ 
  • તિજોરી પાસે ન રાખો આ વસ્તુઓ

હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘર બનાવવાથી લઈને સજાવટ સુધીમાં વાસ્તુ શાસ્ત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આવી રીતે ઘરમાં પૈસા રાખવાની જગ્યા એટલે કે તિજોરીને લઈને પણ ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે. 

ઘરમાં પૈસા રાખવાની એક ખાસ જગ્યા હોય છે. આ એક સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ સ્થઆનને લઈને ખાસ સાવધાની રાખવામાં આવી છે. તિજોરીની પાસે અમુક વસ્તુઓને રાખવી અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ તેના વિશે. 

સાવરણી 
હિંદૂ ધર્મમાં તિજોરીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. માટે ભૂલથી પણ તિજોરીની પાસે ઝાડુ ન રાખવું જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે  તિજોરીની પાસે ઝાડુ રાખવાથી ધન ઘટે છે. માટે ભૂલથી પણ ઝાડુને તિજોરીની પાસે ન રાખો. તેનાથી આર્થિક પતન થઈ શકે છે. ઘરમાં તંગી આવી શકે છે. માટે આ ભૂલ ક્યારેય ન કરો. 

એંઠા વાસણ 
જે જગ્યા પર સાફ-સફાઈ રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં ધનની દેવી લક્ષ્મી નથી આવતી. તિજોરીની પાસે પણ સાફ સફાઈ રાખવી જોઈએ. ક્યારેય પણ તિજોરીની પાસે એંઠા વાસણ ન રાખવા જોઈએ. આ ખૂબ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ધન નથી આવતું. માટે હંમેશા તિજોરીની પાસે સાફ-સફાઈ રાખો. તેનાથી માતા લક્ષ્મીનો વાસ રહેશે. ઘરમાં સુખ શાંતિ બની રહેશે. 

કાળુ કપડું 
તિજોરીની પાસે ક્યારેય પણ ભૂલથી કાળુ કપડું ન રાખો આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ધનનો નાશ થાય છે. ક્યારેય પણ દાગીના કે રૂપિયાને કાળા કપડામાં બાંધીને ન રાખવા જોઈએ. આ ભૂલથી ઘરની આર્થિક સંપન્નતા પર અસર પડે છે. માટે ભૂલથી પણ આ ભૂલ ન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ