બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / diwali 2020 amazing coincidence after 499 years on diwali
Last Updated: 11:56 AM, 9 November 2020
ADVERTISEMENT
દિવાળી - કાળી ચૌદશએક જ દિવસે
આ વર્ષે મોટો સંયોગ એ છે કે દિવાળી અને કાળી ચૌદશ એક જ દિવસે હશે. કાળી ચૌદશને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન કરી યમ તર્પણ અને સાંજનના સમયે આંગણામાં દિપ પ્રગટાવવાનું તેમજ દાનનું મોટું મહત્વ છે.
ADVERTISEMENT
કાળી ચૌદશનું શુભ મુહૂર્ત
કાળી ચૌદશ પર સ્નાનનું શુભ મુહૂર્ત સવારે 5.23થી સવારે 6.43 વાગ્યા સુધી રહેશે. આ તિથિને કાળી ચૌદશની સાથે દિવાળી પણ મનાવવામાં આવશે. જોકે ચૌદશ તિથિ બપોરે 1 વાગ્યેને 16 મિનિટ સુધી રહેશે. આ બાદ અમાવસ્યા તિથિનો આરંભ થઈ જશે. 15 નવેમ્બર સવારે 10 વાગ્યા સુધી રહેશે. આ સમયમાં દિવાળી મનાવવામાં આવશે.
ADVERTISEMENT

ગ્રહોની સ્થિતિથી કોને થશે લાભ
ADVERTISEMENT
ગુરુ જ્ઞાન અને શનિ ધન-સંપત્તિનો ગ્રહ મનાય છે. દિવાળી પર ગુરુ - શનિના સ્વરાશિમાં રહેવાના કારણે અનેક લોકોના ભાગ્ય ચમકી શકે છે. આ દિવાળી તમારા માટે શુભ સંકેત લઈને આવી રહી છે. જ્યોતિષોના જણાવ્યાનુંસાર વૃષભ, કર્ક, તુલા અને કુંભ રાશિના જાતકો માટે આ સમય ઘણો શુભ રહેશે. જ્યારે મિથુન, સિંહ અને કન્યા રાશિ માટે થોડુ સંભાળીને રહેવું પડશે.
સર્વાર્થ સિદ્ધિ યોગ
ADVERTISEMENT
જ્યોતિષોના જણાવ્યાનું સાર 11 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનેલો રહેશે. દિવાળી, ધનતેરસ અને સર્વાર્થ સિદ્ધિ યોગની વચ્ચે ખરીદી કરવી શુભ રહેશે. ખાસ કરીને કોઈ વાહન ખરીદવા અથવા વ્યાપારના શુભારંભ માટે આ સમય ઘણો ખાસ રહેવાનો છે.

ADVERTISEMENT
દિવાળી પર કરો આ શુભ કામ
દિવાળીના દિવસે હનુમાનજી, યમરાજ, ચિત્રગુપ્ત, કુબેર, ભૈરવ, કુલદેવતા અને પિતૃઓનું પૂજન કરવાનું ન ભૂલતા. મા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુનું પણ પૂજન કરજો. પૂજાના સમયે શ્રી સૂક્તનો પાઠ કરો. ઈચ્છો તો વિષ્ણુસહસ્ત્રનામ, ગોપાલ સહસ્ત્રનામનો પાઠ પણ કરી શકો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.