બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / District Panchayat President and Vice President Recruitment Dates Announced

ગાંધીનગર / જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની તારીખો જાહેર, વિકાસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Kishor

Last Updated: 10:19 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના 31 જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની 13-14 સપ્ટેમ્બરના રોજ વરણી કરવામાં આવશે.

  • ગુજરાતની 31 જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે
  • જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની 13-14 સપ્ટેમ્બરના રોજ થશે વરણી
  • પ્રથમ દિવસે 16 જિલ્લા પંચાયતમાં હોદ્દેદારો નીમાશે 

ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાતના 31 જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. આ અંગે તારીખો પણ જાહેર કરી દેવામા આવી છે.જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની 13-14 સપ્ટેમ્બરના રોજ વરણી કરવામાં આવે તેવું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

14 સપ્ટેમ્બર ના રોજ 15 જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની થશે વરણી

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો પ્રથમ દિવસે 16 જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોના શિરે વિધિવત રીતે જવાબદારી સોંપવામાં આવશે. ત્યારબાદ 14 સપ્ટેમ્બર ના રોજ 15 જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. આ મામલે વિકાસ કમિશનર સંદિપ કુમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વિકાસ કમિશનર સંદિપ કુમારે બહાર પાડ્યું જાહેરનામું
મહત્વનું છે કે જામનગર ગીર સોમનાથ, ડાંગ, દાહોદ, નર્મદા અને તાપી સહિતની જિલ્લા પંચાયત પ્રમુખ પદ એસટી કેટેગરી માટે અનામત જાહેર કરાયું છે. બીજી બાજુ જામનગર, ડાંગ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પ્રમુખ પદ એસટી કેટેગરીના મહિલા ઉમેદવાર માટે અનામત રખાયું છે અને તેમાં લગભગ નામો પણ નિશ્ચિત થઈ ગયા છે અને ઉચ્ચકક્ષાએથી મંજૂરીની મ્હોર લગાવ્યા બાદ સત્તાવાર રીતે જાહેરાત કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ