બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Diabetes is still not under control! So start eating these 5 raw vegetables from today

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસ હજુય કંટ્રોલમાં નથી આવી રહ્યો! તો આજથી જ ખાવાનું શરૂ કરો આ 5 કાચી શાકભાજી, મળશે ગુડ રિઝલ્ટ

Megha

Last Updated: 01:35 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vegetables for diabetes: ઘણા ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલ દવાઓથી ઠીક થતું નથી. આવી સ્થિતિમાં અમુક કાચા શાકભાજીને આહારમાં સામેલ કરીને આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

  • ઘણા ડાયાબિટીસ દર્દીઓનું બ્લડ સુગર લેવલ દવાઓથી ઠીક થતું નથી
  • કાચા શાકભાજી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે
  • ખાવામાં કેટલીક પરેજી રાખવાથી પણ ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે

Vegetables To Control Diabetes: ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે.  

ઘણા ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલ દવાઓથી ઠીક થતું નથી. આવી સ્થિતિમાં ફળો અને શાકભાજીને આહારમાં સામેલ કરીને આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. મોટાભાગના શાકભાજીમાં ફળો કરતાં ઓછી ખાંડ હોય છે. આ શાકભાજીને કાચા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થઈ શકે છે. કેટલીક શાકભાજીમાં ઓછી ખાંડની સાથે ફાઈબર અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર હોય છે. આ કાચા શાકભાજી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. 
 
બ્રોકોલી
ડાયાબિટીસના દર્દીઓ બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે બ્રોકોલીનું સેવન કરી શકે છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જે બ્લડ સુગરને વધતા અટકાવે છે. સાથે જ તેમાં ઘણા જરૂરી પોષક જેવા કે ફાઈબર અને વિટામિન્સ ડાયાબિટીસના દર્દીઓ માટે સારા માનવામાં આવે છે. 
 
કાકડી
કાકડી ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને સાથે કાકડીમાં ઘણા જરૂરી વિટામિન્સ પણ મળી આવે છે. કાકડીમાં ખાંડ હોતી નથી જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે.
 
ટામેટા
ડાયાબિટીસના દર્દીઓ ટામેટાંનું સેવન કરી શકે છે. તે સ્ટાર્ચ વગરની શાકભાજી છે જેના કારણે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ટામેટા સલાડના રૂપમાં ખાઈ શકાય છે.


પાલક
હાઈ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પાલક મદદરૂપ સાબિત થઈ શકે છે. પાલકમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જેના કારણે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરી શકે છે. આ સાથે જ વધતું વજન ઘટાડવા અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં પણ પાલક સારી સાબિત થઈ શકે છે.
 
કોબીજ 
કોબીજ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઓછી શુગર અને આવશ્યક વિટામિન હોવાને કારણે તે બ્લડ સુગરને નિયંત્રિત કરી શકે છે. સાથે જ તેમાં વિટામિન B6, વિટામિન C, વિટામિન K ની સાથે ભરપૂર પ્રમાણમાં ફાઈબર પણ હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ