બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni Review System on again as CSK captain gets it right with Suryakumar Yadav

IPL 2023 / VIDEO: ફરી ધોનીએ જ સ્ટમ્પ પાછળથી કર્યો આ કમાલ, અમ્પાયર પણ થયા ફેલ, ફેન્સ થઈ ગયા ખુશ

Megha

Last Updated: 10:21 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: ઓવરના બીજા બોલ પર સૂર્યાએ સ્વીપ શોટ રમ્યો હતો અને બોલ ધોનીના ગ્લોવ્સમાં ગયો અમ્પાયરે બોલ વાઈડ આપ્યો તો ધોનીએ રિવ્યુ લીધો હતો.

  • સૂર્યાને આઉટ કરવામાં ધોનીની ચતુરાઈ કામમાં આવી
  • ડીઆરએસ લેવામાં માહેર છે ધોની 

IPL 2023 માં ગઇકાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી અને આ મેચમાં CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે એકદમ સાચો નીકળ્યો હતો. CSK સ્પિનરોએ શાનદાર રમત બતાવી હતી કેપ્ટન ધોનીએ મુંબઈના એક સ્ટાર ખેલાડીને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

ધોનીએ કર્યું આ કામ
મિશેલ સેન્ટનર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઈનિંગની આઠમી ઓવર ફેંકવા આવ્યો હતો અને તેમની સામે સૂર્યકુમાર યાદવ હતા. આ ઓવરના બીજા બોલ પર સૂર્યાએ સ્વીપ શોટ રમ્યો હતો અને બોલ ધોનીના ગ્લોવ્સમાં ગયો. જ કે અમ્પાયરે બોલ વાઈડ આપ્યો પણ ત્યારપછી વિકેટની પાછળ ઉભેલા CSKના કેપ્ટન ધોનીએ આઉટ થવાની અપીલ કરી હતી. જો કે એ સમયે અમ્પાયરે તેને નકારી કાઢી હતી. ત્યારબાદ ધોનીએ રિવ્યુ લીધો હતો. થયું એવું કે રિપ્લેમાં જાણવા મળ્યું હતું કે બોલ સૂર્યકુમારના ગ્લોવ્ઝમાં વાગ્યો અને ધોની પાસે ગયો અને આ રીતે થર્ડ અમ્પાયરે સૂર્યાને આઉટ આપ્યો હતો. આ રીતે સૂર્યાને આઉટ કરવામાં ધોનીની ચતુરાઈ કામમાં આવી હતી. 

કપ્તાનીમાં નિષ્ણાત છે માહી 
મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનોમાં થાય છે. તેની વિકેટકીપિંગ કુશળતા પણ અદભૂત છે. તે બોલિંગમાં શાનદાર ફેરફાર કરે છે અને ડીઆરએસ લેવામાં માહેર છે. રિવ્યુ લેવાની તેમની કળાને ઘણા ચાહકો 'ધોની રિવ્યુ સિસ્ટમ' પણ કહે છે. તેમની કપ્તાનીમાં CSK ચાર વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ