બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / Dhelana village of Banaskantha was first equipped with water meters

નવતર પ્રયોગ / બનાસકાંઠાનું ઢેલાણા ગામ સૌપ્રથમ વાર પાણીના મીટરોથી સજ્જ થયું, હવે પાણી પહોંચવામાં લાગે છે માત્ર 2 જ કલાક

Vishal Khamar

Last Updated: 10:50 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જીલ્લાનાં ઢેલાણા ગ્રામ પંચાયત દ્વારા પાણી બચાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે ગામમાં પાણીનો વેડફાટ થતો અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દરેક ઘરે પાણીનાં મીટર નાંખવામાં આવ્યા છે.

  • પાલનપુરના ઢેલાણા ગ્રામ પંચાયતનો નવતર પ્રયોગ
  • પાણીનો વેડફાટ થતો અટકાવવા ઘેર ઘેર લગાવ્યા મીટર
  • મીટરને કારણે પાણીનો બિનજરુરી વપરાશ થયો બંધ

ગુજરાત ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. જેને કારણે રાજ્યના અનેક મેટ્રો શહેર પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. શહેરોમાં 24 કલાક વીજળી, પાણી અને LPGની સુવિધા પ્રશાસન તરફથી આપવામાં આવે છે. ત્યારે નોર્મલી આપણે શહેરોમાં વીજળીના મીટર, LPGના મીટર અને પાણીના મીટર જોયા હશે, પરંતુ જો આવી વ્યવસ્થા ગામોમાં પણ જોવા મળે તો નવાઈ લાગે. પરંતુ હવે બનાસકાંઠાના પાલનપુરના ઢેલાણા ગામમાં આવેલા તમામ ઘરો પાણીના મીટરથી સજ્જ થયા છે. 

પાણી બચાવવા માટે એક અભિયાનની શરૂઆત

ગુજરાતના બનાસકાંઠામાં આવેલા એક ગામ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પાલનપુરના ઢેલાણા ગ્રામ પંચાયત દ્વારા પાણી બચાવવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત ગામમાં આવેલા સમગ્ર મકાનોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. જેને કારણે હવે વેડફાતું પાણી બંધ થયું છે. એક સમય પહેલા ગામોમાં લોકો વીજળીનો વેડફાટ કરતા હતા પંરતુ વીજળીના મીટર લાગ્યા બાદ તેઓ વીજળીનો વેડફાટ અટક્યો હતો. ઠીક તેવી રીતેજ આજે સમગ્ર ગામમાં આવેલા 410 ઘરોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. જેને કારણે લોકોએ પાણીનું વેડાફટ બંધ કર્યું છે.. ઢેલાણા ગામના સરપંચ નીતાબેન અને પાણી સમિતિ દ્વારા સર્વે કરી ઢેલાણા ગામમાં આવેલા દરેક ઘર સુધી ફુલ ફોર્સ સાથે પાણી પહોંચે તે હેતુથી મોટી પાઈપ લાઈનો નાખવામાં આવી છે. જેમાં 1 હજાર લીટર પાણીના વપરાશ માટે ટોકન રૂપિયા એક ચાર્જ નક્કી કરાયો છે.  છેલ્લા દસ દિવસથી નવી મીટર પદ્ધતિથી રહીશોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. 

બે કલાકમાં જ મકાનના બીજા માળે ફૂલ ફોર્સની સાથે પાણી પહોંચી જાય

બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત ઢેલાણા ગામે પાણી બચાવવા માટેનો આ અનોખો પ્રયાસ છે. જેમાં ગ્રામજનોને સફળતા મળી છે. પાણીના મીટર લાગ્યા બાદ ગ્રામજનો સમજદારી પૂર્વક પાણીનો વપરાશ કરી રહ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત પ્રશાસન તરફથી 24 લાખની ગ્રાન્ટ અને 10% ગામ ફાળો ઉઘરાવી કુલ 26 લાખના ખર્ચે નવીન પાણીની પાઇપલાઇન અને મીટર લગાવવામાં આવ્યા છે. જેમાં હવે માત્ર બે કલાકમાં જ મકાનના બીજા માળે ફૂલ ફોર્સની સાથે પાણી પહોંચી જાય છે. 

હાલ સમગ્ર ઢેલાણા ગ્રામજનો દ્વારા કર કસરયુક્ત પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેનાં કારણે પાણીનો બગાડ થતો અટક્યો છે.  પહેલા 6 કલાક સુધી ગામમાં પાણી પહોંચાડવામાં આવતું હતુ. જે હવે માત્ર બે કલાકમાં સમગ્ર ગામમાં પાણી પહોંચી જાય છે. પાણીના મીટર લાગવાથી હાલ સમગ્ર ગામમાં ખુશીની લહેર છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ