શુક્રવારના દિવસે કરવામાં આવતા કેટલાક એવા ઉપાયો છે જેને અજમાવવું તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ ઉપાયો કરવાથી તમને માતા લક્ષ્મીજીની કૃપા પણ મળશે. તેથી જીવનમાં પ્રગતિ મેળવવા, નોકરીમાં સમસ્યાઓથી છૂટકારો મેળવવા અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આ ઉપાયો જરૂર કરવા જોઈએ.
શુક્રવારનો દિવસ વિશેષ કેમ છે?
શુક્રવારનો દિવસ વૈદિક અને ધાર્મિક રીતે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શુક્રવારના દિવસે મુખ્યત્વે માતા લક્ષ્મીજી, સ્નેહ, સૌંદર્ય અને સુખ-સમૃદ્ધિના કર્તા શુક્ર ગ્રહની ઉપાસના થાય છે. શુક્રવારે વિશેષ રીતે શ્રીમદ્ લક્ષ્મી સહસ્ત્રનામ, શ્રીસુક્ત, અને કનકધારા સ્તોત્રનું પઠન કરવું શુભ માનવામાં આવે છે.
શુક્રવારના ઉપાય
- જો તમારી કોઈ ઈચ્છા છે જે ઘણા સમયથી પૂર્ણ નથી થઈ રહી, તો શુક્રવારના દિવસે 11 પીપળના પાન લઈને હનુમાનજીના મંદિર જાઓ અને હનુમાનજીના ચરણોમાંથી સિંદૂર લઈને તે પાન પર એક-એક કરીને તિલક કરો અને દરેક વખતે તિલક કરતા તમારી ઈચ્છા બોલો. આમ બધાં પાન પર તિલક કર્યા પછી તે પાન હનુમાનજીને ચઢાવો. શુક્રવારના દિવસે આ ખાસ ઉપાય કરવાથી તમારી ઈચ્છા વહેલી તકે પૂરી થશે.
- જો તમે જીવનમાં જમીન-મકાનનો લાભ મેળવવા માંગો છો, તો શુક્રવારના દિવસે હનુમાનજીના મંદિરમાં લાલ રંગનો ચોલા ચઢાવો અને બંને હાથ જોડીને ભગવાન પાસે પ્રાર્થના કરો. શુક્રવારના દિવસે આમ કરવાથી તમને જીવનમાં જમીન-મકાનનો લાભ મળશે.

- જો તમે તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માંગો છો, તો તેના માટે શુક્રવારના દિવસે એક રૂપિયાનો સિક્કો લો અને તેને તમારા મંદિરમાં માતા લક્ષ્મીજીના આગળ મુકો. હવે સૌપ્રથમ માતા લક્ષ્મીજીની યોગ્ય રીતે પૂજા-અર્ચના કરો. પછી તે સિક્કાની પણ એ જ રીતે પૂજા કરો અને શુક્રવારના દિવસે આખો દિવસ તે મંદિરમાં જ મુકેલો રાખો. બીજા દિવસે તે સિક્કાને લઈ, લાલ કપડામાં બાંધીને તમારા પાસે રાખો. શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.
- જો તમને નાભિ પાસે કે આસપાસ કોઈ પ્રકારની સમસ્યા રહેતી હોય, તો શુક્રવારના દિવસે સવા કિલો ગોળ લઈ, તેને તમારી નાભિથી સ્પર્શ કરાવો અને મંદિરમાં દાન કરો. શુક્રવારના દિવસે આમ કરવાથી તમારી સમસ્યા વહેલી તકે દૂર થશે.
- જો તમે તમારી ઊર્જા જાળવી રાખવા માંગો છો તો શુક્રવારના દિવસે થોડું લાલ કપડામાં મસૂરના દાણા બાંધીને હનુમાનજીના મંદિરમાં દાન કરો. શુક્રવારના દિવસે આમ કરવાથી તમારા કામોમાં સુધારો નિશ્ચિત થશે.
- જો તમારા કામોમાં ભાઈઓનો સહકાર મળતો નથી, તો ભાઈઓનો સહકાર મેળવવા માટે શુક્રવારના દિવસે મંદિરમાં ખાંડ દાન કરો. શુક્રવારના દિવસે આમ કરવાથી તમારા કામોમાં ભાઈઓનો સહકાર મળવા લાગશે.

- જો તમે તમારી મહેનતથી ભાગ્ય મેળવવા માંગો છો, તો શુક્રવારના દિવસે ચોકલેટી રંગની શર્ટ અથવા કોઈ અન્ય વસ્તુ તમારા મોટા ભાઈ અથવા મોટા ભાઈ સમાન વ્યક્તિને ભેટ આપો. શુક્રવારના દિવસે આમ કરવાથી તમે તમારી મહેનતથી તમારા ભાગ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.
- જો તમારી જન્મકુંડળીમાં મંગળ ગ્રહ સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હોય, તો શુક્રવારના દિવસે દરજીને ચોકલેટ આપો. શુક્રવારના દિવસે આમ કરવાથી તમને મંગળ ગ્રહ સંબંધિત મુશ્કેલીઓથી રાહત મળશે.
- જો તમારે તમારા જીવનમાં ખુશીઓ લાવવી હોય, તો તેના માટે શુક્રવારના દિવસે સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી, સૌપ્રથમ માતાજીના આગળ હાથ જોડીને પ્રણામ કરો. પછી જમણા હાથમાં ફૂલ લો અને તેને માતાજીના આગળ મુકો અને તે ફૂલ પર માટીનો દીવો લો જેમાં ઘી ભરો અને રૂઈની બત્તી મુકીને તે દીવો પ્રગટાવો. સાથે માતાજીને લાલ ચૂંદડી પણ ચઢાવો. શુક્રવારના દિવસે આમ કરવાથી તમારા જીવનમાં અનેક ખુશીઓ આવશે.

- જો તમે તમારા આસપાસ શાંતિનું વાતાવરણ રાખવા માંગો છો, તો શુક્રવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ભગવાનની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને તેમના જમણા પગમાંથી સિંદૂર લઈને તમારા માથે તિલક કરો. શુક્રવારના દિવસે આમ કરવાથી તમારા આસપાસ શાંતિનું વાતાવરણ રહેશે.
- જો તમે તમારી ધન-સંપત્તિમાં વૃદ્ધિ કરવા માંગો છો, તો તેના માટે શુક્રવારના દિવસે એક નાનું માટીનું કળશ લો અને તેને ચોખાથી ભરી દો. ચોખા ઉપર એક રૂપિયાનો સિક્કો અને એક હળદરની ગાંઠ મુકો. હવે તે કળશને ઢાંકીને, માતા લક્ષ્મીજીનો આશીર્વાદ લઈને કોઈ મંદિરમાં પંડિતને દાન કરો. શુક્રવારના દિવસે આમ કરવાથી તમારી ધન-સંપત્તિમાં ખૂબ વૃદ્ધિ થશે.
- જો તમારા દાંપત્ય સંબંધોમાં કોઈ ત્રીજો વ્યક્તિ અટકાવટ ઊભી કરી રહ્યો હોય, તો શુક્રવારના દિવસે એક મુઠ્ઠી મસૂરની દાળ લો અને તમારા જીવનસાથીના હાથોથી તેને સાત વખત સ્પર્શ કરાવો. પછી તે મસૂરની દાળને કોઈ સ્વચ્છ વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. શુક્રવારના દિવસે આમ કરવાથી તમારા દાંપત્ય સંબંધોમાં આવેલી અડચણો આપમેળે દૂર થઈ જશે.
ખાસ ટિપ્સ
- શુક્રવારે ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં થોડું કાચું દૂધ અથવા ગુલાબજળ ઉમેરો. તેનાથી ઘરમા નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
- લક્ષ્મીજીને પ્રસન્ન કરવા દર શુક્રવારે ઘરમાં ખીર બનાવો અને પ્રસાદ રૂપે વહેંચો.
વધુ વાંચો : ગુજરાતમાં વિશ્વનું એકમાત્ર સુદામાજીનું મંદિર, 13મી સદી છે ભક્તોની આસ્થાનું કેન્દ્ર
શુક્રવારનો ઉપવાસ, વિશેષ પૂજા, દાન, અને પવિત્રતા જાળવવાથી માતા લક્ષ્મી અને શુક્રદેવ પ્રસન્ન થાય છે. તેમનાથી ધન, વૈભવ, અને દાંપત્ય સુખ મળે છે અને જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ