બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / Dhanteras puja subh muhurat Diwali 2019

દિવાળી 2019 / ધનતેરસ પર જાણી લો માતા લક્ષ્મીની પૂજાના શુભ મૂર્હત

Gayatri

Last Updated: 09:58 AM, 25 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો દિવસ એટલે ધનતેરસ. આજે એટલે કે, ધનત્રયોદશીના દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો. ત્યારથી ધનત્રયોદશીના દિવસને ધનતેરસના રૂપમાં ઉજવવામાં આવ્યો અને આ દિવસે ધનતેરસના રૂપમાં પૂજવામાં આવે છે.

  • ધન તેરસ નિમિતે ચોપડા પૂજન અને મહાલક્ષ્મી પૂજા
  • કેમ મનાવાય છે ધનતેરસ
  • શું ખરીદવું જોઈએ ધનતેરસને દિવસે

ધનતેરસ એટલે મા લક્ષ્મીને રિઝવવાનો દિવસ. આ દિવસે ખાસ લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. તો લક્ષ્મીની પૂજાના શુભ મૂર્હત પણ જાણી લો. 

ધનતેરસનું શુભ મુહૂર્ત અને પંચાગ  
ધનતેરસની તિથિનો પ્રાંરભ સાંજે 7.08 મિનિટે થશે. તેરસની તિથિ 26 તારીખે બપોરે 3.37 મિનિટ સુધી રહેશે. ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત આજે સાંજે 7.10થી 8.15 વાગ્યા સુધી છે.  રાત્રે 9.15થી 10.49 સુધી લાભ ચોઘડિયા છે. 

ધનતેરસની ખરીદીના શુભ મુહૂર્ત
સવારે 8:10 થી 10:35 અને 11:42 થી 01:20 સુધી ખરીદીના શુભ મૂર્હત છે. આ મુહૂર્તમાં કરેલી ખરીદી કારગત નીવડે છે. 

દર દાગીનાની ખરીદી શુભ મનાય છે
આ દિવસે ખરીદારી કરવી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને વાસણો અને દાગીનાની ખરીદી કરાય છે. આ દિવસે કરેલી ખરીદીની દર વર્ષ પૂજા કરવામાં આવે છે. સોના ચાંદીની દુકાનોમાંથી પણ આજે ચાંદીના સિક્કાની ખરીદીને શુભ માનવામાં આવે છે. સોના, ચાંદી, તાબું અને સ્ટીલની વસ્તું ખરીદવી શુભ છે. સોના, ચાંદી, તાબું અને સ્ટીલની વસ્તુ ખરીદવાથી માં લક્ષ્મીની કૃપા મળે છે. સોના કે ચાંદીના સિક્કા ખરીદવા જોઇએ. ધનતેરસના દિવસે ઝાડુની ખરીદી શુભ માનવામાં આવે છે. લક્ષ્મી-ગણેશની પ્રતિમા પણ ખરીદી પણ શુભ છે. 

કેમ ઉજવાય છે ધનતેરસ? 
ધનતેરસથી દીવાળીની પર્વનો શુભારંભ થાય છે. માન્યતાઓ અનુસાર આ દિવસે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હતા. ત્રયોદશી તિથિ પર ધન્વંતરી અમુત કળશ સાથે પ્રગટ થયા હતા. ધન્વંતરી અમૃત કળશ સાથે પ્રગટ થવા પર ધનતેરસ મનાવાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

DIwali 2019 Diwali Celebration Diwali Pooja Gujarati News Shubh muhurat દિવાળી 2019 ધનતેરસ શુભ મૂહૂર્ત Diwali 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ